દોસ્તો જો મહાભારતમાં કુરુક્ષેત્રમાં થયેલા મહાયુદ્ધની વાત કરીયે અને એમાં કોઈ અભિમન્યુને યાદ કરે નહિ એ શક્ય જ નથી એનું કારણ છે કે અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં સૌથી નાની ઉંમરનો હતો તે છતાં તે એકદમ પરાક્રમી યોદ્ધા હતો. હવે એક વાતતો તમને ખબર જ હશે કે દ્રોણાચાર્યે રચેલા ચક્રવ્યુહના કોઠા ભેદવાનું સામર્થ્ય જો કોઈની પાસે હોય તો મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ, દ્રુપદ અને અર્જુન અને એના પછી ફક્ત અભિમન્યુમાં જ હતું. અને એ જ ચક્રવ્યુહમાં અભિમન્યુ પોતાનું પરાક્રમ દેખાડીને વીરગતિને વર્યા હતા.

હવે તમને એક સવાલ ઉભો થયો હશે કે જો શ્રી કૃષ્ણ પાંડવો તરફ હતા તો કેમ એમણે અભિમન્યુને બચાવ્યો નહિ ? જો ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છત તો તે કાંઈ પણ કરી શકત. તો કેમ શ્રી કૃષ્ણએ અભિમન્યુને બચાવવા કઈ કર્યું નહિ? તો આજે અમે આ લેખમાં તમને એનો જવાબ આપવાના છે. આ જવાબ મેળવવા આ લેખ છેલ્લે સુધી વાંચજો.

અભિમન્યુ ચંદ્ર દેવના પૂત્ર વર્ચાનો અવતાર હતા. ચંદ્ર દેવની જરા પણ ઈચ્છા ના હતી કે વર્ચા પૃથ્વી પર જન્મ લે અને કોઈ યુદ્ધમાં તે લડે પણ તેઓ લાચાર હતા અને તેથી જ તેમને લાચાર થઈને એવું કરવું પડ્યું હતું તો ચાલો જાણી લઈએ કે કેમ તે લાચાર હતા ?

દોસ્તો જયારે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ વધી જાય તો ભગવાન વિષ્ણુ અધર્મનો વિનાશ કરવા માટે પૃથ્વી પર પોતે જ અવતરે છે અને પછી પાપ અને અધર્મને નાશ કરવાનું હાથમાં લે છે, પણ સાથે જ બીજા દેવતાઓએ પણ આ કાર્યમાં એમને મદદ કરવા માટે પૃથ્વી પર અવતાર ધારણ કરવો પડે છે. જેવી રીતે સતયુગમાં વિષ્ણુ ભગવાને રામના રૂપે અવતાર ધરાણ કર્યો હતો અને દેવતાઓએ વાનર તેમજ રીંછના રૂપે અવતાર ધારણ કર્યો હતો.

એમ જ દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ કૃષ્ણ તરીકે અવતાર ધારણ કર્યો હતો તો બ્રહ્માજીએ બધા જ દેવતાઓને આદેશ આપ્યો હતો કે બધા જ દેવતાઓએ અથવા તેમના પુત્રએ પણ પૃથ્વી પર જન્મ ચોક્કસથી ધારણ કરવો પડશે પરંતુ ચંદ્ર દેવ એવું નહતા ઇચ્છતા કે એમનો પૂત્ર વર્ચા પૃથ્વી પર જન્મ ધારણ કરે અને યુદ્ધમાં લડાઈ કરે અને દેવતાઓએ તેમને એવું સમજાવ્યું કે પૃથ્વી પર જયારે પણ પાપ અને અધર્મ વધી તો આપણે જન્મ લઈને પાપ અને અધર્મનો નાશ કરવો જોઈએ એ તો આપણું મોટું કર્તવ્ય છે. અને આ સાંભળીને ચંદ્ર દેવ લાચાર થઇ જાય છે અને પછી પોતાના પૂત્રને ધરતી પર અવતાર લેવા માટે તૈયાર તો થઇ જાય છે પણ એક શરત રાખી હતી.

ચંદ્ર દેવે એવું શરત મૂકી હતી કે એમનો પૂત્ર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર અર્જુનના પૂત્ર તરીકે જન્મ લે અને એ વધુ સમય પૃથ્વી પર રહેશે નહિ અને તે શ્રીકૃષ્ણ અને અર્જુનની અનુપસ્થિતિમાં યુદ્ધમાં પોતે એકલો જ પોતાનું પરાક્રમ દેખાડશે અને એવી જ રીતે તે વીરગતિ પણ મેળવશે અને એનાથી ત્રણેય લોકોમાં બધા એની અને એના પરાક્રમની પ્રશંસા કરે. અને બીજી એક શરત મૂકી હતી કે અભિમન્યુના પૂત્રને જ તે વંશનો ઉત્તરાધિકારી બનાવવામાં આવે.

તો શ્રી કૃષ્ણએ ચંદ્ર દેવની આ બધી શરતોને માની અને માટે જ ભગવાન શ્રી કૃષ્ણ અભિમન્યુને બચાવવા ના ગયા અને અભિમન્યુ મહાભારતના દ્રોણાચાર્યએ રચેલા ચક્રવ્યૂહમાં પ્રશંસનીય પરાક્રમ બતાવ્યું અને ખુબજ નાની ઉંમરમાં જ વીરગતિને વર્યા હતા અને ત્રણેય લોકોમાં અભિમન્યુના પરાક્રમની ઘણી જ પ્રશંસા થઇ હતી અને આજે પણ લોકો અભિમન્યુની વીરગાથાની પ્રશંસા કરે છે.

ફક્ત એ જ નહિ પણ જો આપણે જોઈએ તો પાંચેય પાંડવોમાંથી યુધિષ્ઠર સૌથી મોટા ભાઈ હતા તો એ વાત જ સ્વાભાવિક ગણાય કે એમના પુત્રનો પૂત્ર જ ઉત્તરાધિકારી બનવો જોઈએ પણ ચંદ્ર દેવે કરેલી હઠને લીધે જ અર્જુનના પૂત્ર અભિમન્યુનો પૂત્ર જ ઉત્તરાધિકારી બન્યો હતો.