અત્યારે બોલીવુડનો સિંઘમની ઉંમર થઇ 50 વર્ષની

અજય દેવગણનો સમાવેશ 90ના દાયકાના એવા એક્ટર્સમાંથી એક તરીકે થાય છે કે જેનું સ્ટારડમ હજી પર અકબંધ છે. હાલમાં જ 2 એપ્રિલે અજય દેવગણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. અજય દેવગણે વર્ષ બોલીવિડમાં 1991માં ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી પગ મુક્યો હતો. બોલીવુડમા ઇન્ડસ્ટ્રીમાં અજય દેવગણના ઘણા સારા દોસ્તો છે, એ સાથે જ અજય દેવગણ અને શાહરુખ ખાનની લડાઈના કિસ્સા પણ ઘણા જ જાણીતા છે.

કાજલ-શાહરૂખે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે

જો અજય દેવગણની પત્ની કાજોલની વાત કરીયે તો તેણે શાહરુખ ખાન સાથે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કરણ-અર્જુન, કુછ-કુછ હોતા હૈ જેવી ઘણીય બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે એકટિંગ કરી છે. આ સિવાય પણ શાહરુખ અને કાજોલ રિયલ લાઈફમાં પણ એકદમ પાક્કા દોસ્ત છે.

અજય શાહરુખ પર થઇ ગયો હતો એકદમ ગુસ્સે

એક વખત અજય શાહરુખ ખાન પર ખુબ જ ગુસ્સે થયો હતો પણ કાજોલ અને શાહરુખની મિત્રતાના લીધે શાહરુખ ખાન અજય દેવગણના હાથે માર ખાતા ખાતા બચ્યો હતો. એક ન્યૂઝપેપરે આપેલા રિપોર્ટ પ્રમાણે એક પાર્ટીમાં કરણ જોહરે શાહરુખ ખાન અને અજય દેવગણ માટે કોઈ કમેન્ટ કરી હતી. અને એના લીધે અજય દેવગણ ઘણો જ નારાજ થઈ ગયો હતો અને ત્યારે કુછ-કુછ હોતા હૈ મૂવીનું શૂટિંગ ચાલતું હતું.

કેમ આવ્યો હતો અજયને ગુસ્સો ?

કાજોલને મળવા અજય દેવગણ સેટ પર ગયો હતો પરંતુ કાજોલ સાથે તેને મળવા જ ના દેવાયો. અજય બીજા દિવસે ફરી સેટ પર જાય છે તો એવું કહેવાયું કે બીજા કોઈને અંદર આવવાની શાહરુખ ખાને ના પાડી છે.

અજયથી બચવા માટે શાહરૂખે પોતાને બંદ કરી દીધો વેનિટી વેનમાં

આ વાત સાંભળીને અજય દેવગણને ખૂબ જ ગુસ્સો આવ્યો. ત્યારે અજય દેવગણે બધાને ધક્કો માર્યો અને શાહરુખ પાસે પહોંચી ગયો અને શાહરૂખને અપશબ્દો બોલવા માંડ્યો. શાહરૂખે અજયનો ગુસ્સો જોયો અને પોતાને વેનિટી વેનમાં જ લોક કરી દીધો. અને બીજી બાજુએ કાજોલને અજય દેવગણ ખુબજ ખીજાયો.

કાજોલે પણ સ્વીકારી એ વાત

કાજોલે પોતાની ફિલ્મ દિલવાલેના પ્રમોશન સમયે એ વાતને સહમતી આપી હતી કે અજય દેવગણ અને શાહરુખ ખાન મિત્રો હતા નહિ. કાજોલે એવું કીધું કે, જો તમે કોઈ વ્યક્તિના સારા મિત્ર નથી તો એનો મતલવ એવો ના થાય કે તમારો પાર્ટનર પણ એ વ્યક્તિનો સારો મિત્ર હોય. અને જો બે વ્યક્તિ દોસ્ત ના હોય એટલે એનો પણ મતલબ એવો ના થાય કે એ બંને દુશ્મન છે.