Tuesday, June 18, 2019
જાણવા જેવું

શું તમારે જાણવું છે કે તડબૂચ અસલી છે કે નકલી? વાંચી લો આ ટિપ્સ

40Views

ગરમીની ઋતુ હોય એટલે દરેકને તરબૂચ ખાવું ઘણું જ ગમતું હોય છે. પણ જયારે તરબૂચ સાવ ફીકુ કે કાચુ નીકળે તો સાચે જ એની મજા જ બગડી જાય છે. માત્ર એટલું જ નહીં, આજકાલ તો તરબૂચને પકવવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ ખાવાથી તમને બીમારીઓ પણ થવા માંડે છે. પણ શું તમને ખબર છે કે કઈ રીતે તમે નક્કી કરી શકો કે તરબૂચ સારુ છે કે ખરાબ ? તો ચાલો જોઇ લઇએ કે કઈ રીતે ઓળખી શકાય કે તરબૂચ સારુ છે કે ખરાબ ?

– જો તરબૂચ બહારથી પીળું હોય તો એ તમારા સ્વાસ્થ્ય માટે ઘણું જ ખતરનાક હોઈ શકે છે. એનો મતલબ એવો થાય છે કે તરબૂચમાં નાઇટ્રેટ નામનું તત્વ રહેલું છે અને એ તમારા શરીરમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે. જો તમે તરબૂચ કટ કરો એ પછી એમાંથી સફેદ રંગનું ફીણ જેવું નીકળે તો તે તરબૂચ ખાવા લાયક હોતું નથી.

– ખાસ તો લોકોને એવું લાગતું હોય છે કે ફળ તથા શાકભાજીમાં જે કાણા હોય એ કીડા-મકોડાએ કર્યા છે. પરંતુ આ ધારણા સાવ ખોટી છે. જોકે, તરબૂચને પકાવવા માટે અને એને લાલ કરવા માટે એમાં હોર્મોન્સને ઇંજેક્ટ કરવામાં આવે છે. એના માટે તરબૂચમાં છેદ કરવામાં આવતા હોય છે. એટલે ક્યારેય છેદ હોય એવા તરબૂચની ખરીદી ના કરવી જોઇએ.

– ધ્યાન રાખવું કે હંમેશા તરબૂચને પહેલા ઉચકીને જોવો, જો તમને તરબૂચ વજનમાં હળવું લાગે તો એ ના ખરીદવું. જો તરબૂચ હળવું હોય તો એ હંમેશા ઇન્જેક્શનથી તૈયાર કરવામાં આવેલું હોય છે. એક વાત સ્પષ્ટ છે કે પાણીથી ભરેલા ફળનું વજન હળવુ ના હોય. એટલે જ વજનમાં ભારે હોય એવું જ તરબૂચ ખરીદવું જોઇએ.

– જે તરબૂચ કુદરતી રીતે ઉગ્યું હોય એ બહારથી તાજુ અને શાઇનિંગ હોય છે. માટે ક્યારેય ડાઘ-ધબ્બા વાળું તરબૂચ ના ખરીદવું. એવું બની શકે છે કે તે મીઠું ન હોય પણ એ કાચુ અને ફીકુ નીકળશે.

– જો તરબૂચ અસલી છે નકલી કે એની ઓળખ કરવી છે તો એના માટે તરબૂચના એક ટૂકડાને પાણીના ગ્લાસમાં ઉમેરો. જો તરબૂચ યોગ્ય અને સાચું હશે તો પાણીનો રંગ નહિ બદલાય અને જો તરબૂચ નકલી હશે તો પાણીનો રંગ સહેજ હળવો ગુલાબી થઇ જશે.