Tuesday, June 18, 2019
સ્ટોરી

સ્ત્રીઓ એ પોલીસ સ્ટેશન માં ઘૂસી ને ઇન્સ્પેક્ટર પર નાખ્યું પાણી, કારણ હતું ઘણું ખાસ

32Views

યુપી માં સ્ત્રીઓ ના એક ટોળા દ્વારા પોલીસ કર્મચારી ઉપર પાણી નાખવા ના ફોટા ઘણા ઝડપ થી વાયરલ થઈ રહ્યા છે, જાણો આખી બાબત.

ગરમી ની સીઝન ની શરૂઆત થયે બે મહિના વીતી ગયા છે. મે આવી ગયું છે અને આ એ મહિનો છે જ્યારે ગરમી પોતાની ચરમસીમા પર હોય છે. આ દિવસો માં વધતી ગરમી થી દરેક બેહાલ છે. ગરમી ના દિવસો માં ઘણી જગ્યા એ લોકો ને પાણી મુસીબત નો સામનો કરવો પડે છે. બોરિંગ, હેન્ડ પંપ, તળાવ અને નદીઓ વગેરે સુકાવા લાગે છે જેનાથી પાણી ની કમી થઈ જાય છે. આ સ્થિતિ માં દરેક ભગવાન થી બસ એ જ આશા રાખે છે કે જેટલું જલ્દી હોઈ શકે વરસાદ આવે. બસ આ વરસાદ ને જલદી લાવવા માટે દેશભર માં અનેક જગ્યા એ ઘણા પ્રકાર ના ટોટકા પણ કરવા માં આવે છે. અલગ-અલગ વિસ્તાર માં પોતાની એક અલગ માન્યતા હોય છે.

આ બધા ની વચ્ચે જ હમણાં ઉત્તર પ્રદેશ ના આગ્રા માં રહેવાવાળા સચિન કૌશિક નામ ના સરકારી કર્મચારી નો એક ફોટો ટ્વિટર પર શેર કરવા માં આવ્યો છે. આ ફોટા માં કેટલીક સ્ત્રીઓ એક પોલીસવાળા ઉપર લોટા થી પાણી નાખી રહી છે. આ ફોટો ઇન્ટરનેટ પર ઘણી ઝડપ થી વાયરલ થઈ રહ્યો છે. આ જોઇ ને બધા ના મન માં બસ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે સ્ત્રીઓ આ પોલીસ કર્મચારી ઉપર પાણી કેમ નાખી રહી છે? તો ચાલો જાણીએ આ આખી બાબત ને વિસ્તાર થી.

વાસ્તવ માં તમે જે ફોટો જોઈ રહ્યા છો એ વર્ષ 2015 નો છે સચિન કૌશિક એ જૂની યાદ ના રૂપે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જાણકારી ના પ્રમાણે આ ફોટો ઉત્તરપ્રદેશ ના સિદ્ધાર્થ નગર જિલ્લા માં ક્લિક કરવા માં આવ્યો હતો. આ ફોટો એક રીતે ઘણો સ્પેશ્યલ છે, કારણ કે એમાં વરસાદ ના દેવતા ને બોલાવવા ના પ્રયત્ન કરવા માં આવી રહ્યા છે. વાત એવી છે કે આ ક્ષેત્ર માં એક જૂની માન્યતા છે કે જો વિસ્તાર ના રાજા ને નહવડાવવા માં આવે તો વરસાદ જલ્દી આવે છે. બસ આ જ કારણ છે કે આ સ્ત્રીઓ આ વિસ્તાર ના પોલીસ ને પોતાનો રાજા માની એને નહવડાવવા લાગી છે.

આ આખી બાબત ને શેર કરતા સચિન કૌશિક ફોટા ની સાથે કેપ્શન માં લખ્યું કે ‘જનપદ સિદ્ધાર્થનગર, 2015 સ્ત્રીઓ નું એક ટોળું લોટા, ડોલ અને જગ માં પાણી લઈ ને સ્ટેશન માં પ્રવેશ કરે છે. સ્ટેશન વાળા આશ્ચર્યચકિત! એમની સમજ વિચાર થી ઉપર હતું કે આ બાબત શું છે? ત્યારે એક સ્ત્રી બોલી સર, વરસાદ નથી થઈ રહ્યો, અહીંયા માન્યતા છે કે આ વિસ્તાર ના રાજા ને નહવડાવવા માં આવે તો વરસાદ થઇ જાય છે. તો સર ચૂપચાપ બેસી ગયા.’

ફોટા માં સાફ રીતે જોઈ શકાય છે કે સ્ત્રીઓ નું એક ટોળું પોલીસ ઓફિસર ની ઉપર લોટા થી પાણી નાંખી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે પોલીસ અધિકારી ને પણ આનાથી કોઈ મુશ્કેલી નથી અને એ પણ ખુશી ખુશી આ માન્યતા નો સન્માન આપવા બેસી ગયા છે.

ટ્વિટર પર આ ફોટા ને વાયરલ થતા લોકો ની પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી. દરેકે રસપ્રદ ફોટા ને એન્જોય કર્યું અને સાથે જ પોલીસ ઓફિસર ના વખાણ પણ કરવા લાગ્યા. એક એ તો લખ્યું ‘ઘણું સરસ’ તો ત્યાં જ બીજા એ લખ્યું ‘સર ની ઉપર જ વરસાદ થઈ ગયો. ઠંડા ઠંડા, કુલ કુલ.’ તમારા વિસ્તાર માં વરસાદ જલ્દી લાવવા માટે કઈ માન્યતા છે અમને કમેન્ટ સેક્શન માં જરૂર બતાવો.