Monday, July 22, 2019
અજબ ગજબ

આ કંપની આપે છે 45.68 લાખનું પેકેજ, કામ સાંભળશો તો કરી દેશો એપ્લાય 😋

22Views

જે ખાવા-પીવાના શોખીન હોય એમને ટ્રાવેલિંગમાં પણ કઈ જગ્યાએ સારુ ફૂડ મળે એનું ધ્યાન રાખતા હોય છે. જો તમે પણ એવા છો કે તમને પણ અલગ અલગ ડિશ ટ્રાય કરવાનો અને આખી દુનિયામાં ફરવાનો શોખ છે તો તમારા માટે એક ડ્રીમ જોબ છે. યુ.કેની એક કંપની છે જે ડિરેક્ટર ઑફ ટેસ્ટની પોસ્ટ માટે લોકોને હાયર કરે છે. આ પોસ્ટની પ્રોફાઈલ એવી હોય છે કે એમાં વ્યક્તિને આખી દુનિયામાં ટ્રાવેલ કરવાનું હોય છે અને નવુ નવું ફૂડ ટ્રાય કરવાનું હોય છે અને પછી એ કંપનીને એના વિષે રિપોર્ટ આપવાનો હોય છે.

કંપની એના માટે આપશે ઘણી મોટી સેલેરી

જો તમે પોસ્ટ માટેની સેલરી જાણશો તો તમને ખુબ જ અચરજ થશે , આ કામ માટે કંપની $66000 મતલબ કે 45.68 લાખ સેલેરીની ઓફર કરી રહી છે. આ સેલેરીમાં ટ્રાવેલ, રહેવાનો, ફૂડના ખર્ચનો પણ સમાવેશ થાય છે. એ સિવાય તમને 28 દિવસની વાર્ષિક રજા પણ આપવામાં આવે છે. આવી જોરદાર અને ખુબજ આકર્ષક જોબથી યુ.કેની વાઈબ્રન્ટ વેગન કંપનીએ આખી દુનિયાના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. આ કંપની વનસ્પતિ પર આધાર રાખતી ફૂડ સબસ્ક્રિપ્શ સર્વિસ ચલાવે છે, એ સિવાય પણ આ કંપની યુદ્ધગ્રસ્ત બાળકોની ચેરિટી માટે પણ ઘણું જ કામ કરે છે. જ્યાં ત્યાં યુદ્ધના વિસ્તારો હોય ત્યાં ભૂખ્યા બાળકોને ભોજન પહોંચાડવાનું કાર્ય કરે છે. તમે જયારે ફૂડ ટેસ્ટ કરો ત્યારે એમાં વનસ્પતિ આધારિત કયા કયા પદાર્થોનો વપરાશ થયો છે એ વાત પર ફોકસ કરવાનું હોય છે.

જાણો તમને કયા દેશોમાં ફરવા મળશે?

આ નોકરી કરવાના ભાગ રૂપે એના એમ્પ્લોયીને ઈન્ડિયા, ચીન, ટર્કી, ચિલી, મેક્સિકો અને જાપાન જેવા અલગ અલગ દેશોમાં ચાર મહિનાનો સમય પસાર કરવાનો હોય છે. અને ત્યાંથી તમારે એક્ઝોટિક ઈન્ગ્રેડિયન્ટ્સ અને રેસિપી કંપનીને પહોંચાડવાની જવાબદારી હોય છે. એના માટે તમારે આખા અઠવાડિયાના 35 કલાક (રોજના પાંચ કલાક) કામ કરવું પડે છે. એની સાથે જ નવા ઈન્ગ્રેડિયન્ટ્સ માટે ઉમેદવારે કંપનીને બીજા દેશો સાથે પાર્ટનરશિપ સેટ અપ કરવામાં પણ મદદ કરવાની હોય છે.

જાણો શું હોવો જોઈએ એક્સપિરિયન્સ ?

આ જોબમાં એપ્લાય કરવા માટે ઉમેદવાર પાસે કેટલોક ચોક્કસ અનુભવ હોવો ખુબજ જરૂરી હોય છે. કંપનીની માંગ પ્રમાણે ઉમેદવાર પાસે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો ફૂડ બિઝનેસ અથવા તો શેફ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે અને એના માટે ઉમેદવારે કંપનીની ઘણી જ અઘરી ઈન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ પોસ્ટ માટે કંપનીની નવી ટેલેન્ટની તપાસ હજી ચાલી જ રહી છે. આ કંપની એવું માને છે કે હજી પણ દુનિયામાં સેંકડો એવા ઈન્ગ્રેડિયન્ટ્સ મોજુદ છે કે જેનાથી યુ.કે માં રહેતા લોકો જાણતા જ નથી હોતા. આ કંપની આ પહેલ કરીને યુ.કેના લોકો સુધી દુનિયાભરની સૌથી ટેસ્ટી રેસિપી પહોંચાડવાની ઈચ્છા રાખી રહી છે.