Sunday, August 25, 2019
મનોરંજન

ટીવી ની સંસ્કારી વહુઓ નું ગ્લેમરસ મેકઓવર, અક્ષરા થી લઈ ને ગોપી વહુ છે સામેલ

52Views

સમયની સાથે સાથે ટીવી ની અભિનેત્રીઓ પણ ગ્લેમરસ રુપ માં બદલાઈ ગઈ છે.

પહેલા જ્યારે પણ સ્ટાઇલ અને ફેશન ની વાત થતી, ત્યારે માત્ર બોલિવૂડ અભિનેત્રીઓ નું નામ લેવા માં આવતું હતું, પરંતુ હવે સમય બદલાઈ ચુક્યો છે. નાના પડદા પર કામ કરવાવાળી અભિનેત્રીઓ પણ સ્ટાઈલ અને ફેશન ની બાબત માં પોતાને સાબિત કરી ચૂકી છે. પડદા પર ભલે આ અભિનેત્રીઓ તમને સંસ્કારી રૂપ માં દેખાય, પરંતુ રિયલ લાઈફ માં ઘણી વધારે સ્ટાયલિશ હોય છે. હા તો, સમય ની સાથે-સાથે ટીવી ની અભિનેત્રીઓ ગ્લેમરસ રૂપ માં બદલાઈ ચૂકી અને પોતાના સ્ટાઈલ થી બોલિવૂડ અભિનેત્રીઓ ને હરાવી રહી છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

ટીવી સિરિયલ માં સંસ્કારી પુત્રી અને વહુ નુ પાત્ર કરવાવાળી અભિનેત્રીઓ રિયલ લાઈફ માં ઘણી ગ્લેમરસ હોય છે. હા તો, પડદા ની પાછળ એમણે પોતાને દિનપ્રતિદિન બદલ્યું છે અને એક નવો મેકઓવર પણ કર્યો છે. જોકે, ટેલિવિઝન ની અભિનેત્રીઓ માટે ગ્લેમરસ લુક માં પોતાને બદલવું સરળ નથી હોતું, પરંતુ આના માટે ઘણો લાંબો સમય લાગ્યો, પરંતુ આજે ટીવી ની સંસ્કારી વહુ ઘણી વધારે ગ્લેમરસ થઈ ગઈ છે અને એમની સામે તો બોલિવૂડ ની અભિનેત્રી ઓ પણ ફિક્કી પડી ગઈ છે. તો ચાલો તમને બતાવીએ કે ટીવી ની કઈ સંસ્કારી વહુઓ એ પોતાનો મેકઓવર કર્યો.

દ્રષ્ટિ ધામી

‘સિલસિલા બદલતે રિશ્તો કા’ સિરિયલ થી નંદની ના નામ થી ફેમસ થયેલી દ્રષ્ટિ ધામી આ દિવસો માં રજા ઉપર છે. દ્રષ્ટિ ધામી એ હમણાં સિરિયલ ની દુનિયા થી બ્રેક લીધું છે, પરંતુ પોતાના ગ્લેમરસ લુક માં રોજ-બરોજ ફોટા શેર કરતી રહે છે. દ્રષ્ટિ  ધામી આનાથી પહેલા સ્ટાર પ્લસ પર આવતા શો પરદેશ મે હૈ મેરા દિલ માં દેખાઈ ચૂકી છે, જેમાં એ ઘણી સંસ્કારી રોલ કરતી હતી.

દેવોલિના ભટ્ટાચાર્ય

સીરીયલ ‘સાથ નીભાના સાથીયા’ માં ગોપી વહુ નો પાત્ર કરવાવાળી દેવોલિના ભટ્ટાચાર્ય ભલે હવે નાના પડદા થી દૂર થઈ ગઈ હોય, પરંતુ રોજ પોતાના ફોટા સોશિયલ મિડીયા પર શેર કરતી રહે છે. દેવોલિના ટ્રોલર્સ ની ચિંતા કર્યા વગર પોતાના ફોટા શેર કરે છે અને એમનો ગ્લેમરસ લુક એમના ફેંસ ને ઘણો પસંદ આવે છે.

સુરભી ચંદના

ઈશ્કબાઝ માં અનીકા નું પાત્ર કરવાવાળી સુરભી ચંદના શો થી બ્રેક લીધો અને આ દિવસો માં પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. સુરભી ચંદના રોજબરોજ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે, જેને એમના ફેંસ દ્વારા ઘણું પસંદ કરવા માં આવે છે. શો મા સુરભી ચંદના ઘણા સંસ્કારી રૂપ માં દેખાઇ, પરંતુ એમનો મેકઓવર હવે લોકો ને ઘણું ગમી રહ્યું છે.

હિના ખાન

સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં સંસ્કારી વહુ નું પાત્ર કરી ચૂકેલી હિના ખાન હવે એક નવા લુક ની સાથે લોકો ની વચ્ચે આવી છે. હીના ખાન હવે કસોટી જિંદગી કી માં કમોલિકા જેવું ગ્લેમરસ પાત્ર કરી રહી છે, પરંતુ પહેલા એ એક સંસ્કારી વહુ નો પાત્ર કરી ચૂકી છે. બતાવી દઈએ કે હિના ખાન એ ટેલિવિઝન ની સૌથી સુંદર અભિનેત્રીઓ માથી એક માનવા માં આવે છે.