Monday, July 22, 2019
જાણવા જેવું

જીઇબીના એન્જિનિયરે આપી AC નો ઉપયોગ કરવાની કેટલીક ખાસ ટિપ્સ, જે આપણા સ્વાસ્થ્ય માટે છે લાભદાયી

14Views

દોસ્તો આજકાલ ગ્લોબલ વોર્મિંગથી વાતાવરણ ખુબ જ ગરમ થઇ રહ્યું છે, તો લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે AC નો સહારો લે છે અને એમાંય જો ગરમીની સીઝન આવી ગઈ એટલે એમના માટે એસી જ ભગવાન બની જતા હોય છે. તો કેટલાક લોકો તો એવા હોય છે કે ગરમીથી બચવા માટે એસીને શક્ય એટલા નીચા તાપમાને સેટ કરીને ઠંડક મેળવતા હોય છે, પણ શું તમને ખબર છે કે એસીને એકદમ નીચા તાપમાને ચલાવવાથી આપણા સ્વાસ્થ્યને કેટલું નુકશાન થઇ શકે છે. ચાલો તો એના વિષે વધુ માહિતી તમને જણાવી દઈએ.

એસીના આવી રીતે ઉપયોગ થવાથી જીઇબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે એક સંદેશ મોકલ્યો છે અને એ બધાને માટે ઘણો જ ઉપયોગી છે અને આ સંદેશામાં કઈ રીતે એસીનો યોગ્ય ઉપયોગ કરવો એના વિષે માહિતી છે.

લોકો ઉનાળામાં ગરમીથી બચી શકાય એના માટે ઘર, ઓફિસ વગેરે જગ્યાએ નિયમિતરૂપે એસીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ મોટાભાગના લોકો એસીનો ઉપયોગ ખોટી પદ્ધતિથી કરે છે અને એનાથી આપણા સ્વાસ્થ્યને માટે ઘણું જ નુકશાન થઇ શકે છે. ચાલો તો આજે અમે તમને આ લેખની મદદથી જીઇબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે જે એસીને વાપરવાની યોગ્ય પદ્ધતિ જણાવી છે એના વિષે તમને માહિતી આપીએ.

સામાન્ય રીતે લોકોની ટેવ પોતાના એસી 20 થી 22 ડિગ્રી સુધી રાખવાની હોય છે અને પછી જયારે રાત્રે ઊંઘતા સમયે આ તાપમાને એમને વધુ ઠંડક લાગે એટલે પછી શરીરે ધાબળો ઓઢતા હોય છે. તો શું તમને ખબર છે કે એવું કરવાથી ડબલ નુકસાન થાય છે. ચાલો વિસ્તારથી એના વિષે અમે જણાવીએ.

જો તમે ના જાણતા હોવ તો જણાવી દઈએ કે, આપણા શરીરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેતું હોય છે અને આપણું શરીર 23 ડિગ્રીથી 39 ડિગ્રી સુધીનું તાપમાન એકદમ સહેલાઈથી સહન કરી શકે છે, અને એને માનવીય શરીરની તાપમાન સહનશીલતા કહેવાય છે.

હવે આપણે જયારે એસી ચલાવીએ એટલે ઓરડાનું તાપમાન નીચું અથવા ઊંચું હોય છે,તો આપણને છીંક આવવી, બધું કંટાળા જનક છે એવું લાગવું વગેરે દ્વારા આપણું શરીર પ્રતિક્રિયા આપતું હોય છે અને જ્યારે આપણે 19-20-21 ડિગ્રી પર એસી ચલાવીએ એટલે ઓરડાનું તાપમાન આપણા શરીરના સામાન્ય તાપમાનથી પણ નીચું થાય છે અને એનાથી આપણા શરીરમાં હાયપોથર્મિયા તરીકે ઓળખાતી પ્રક્રિયા ચાલુ થવા લાગે છે, અને એનાથી આપણા રક્ત પરિભ્રમણને અસર થાય છે અને એનાથી આપણા શરીરના કેટલાક ભાગોમાં જરૂરી માત્રામાં રક્ત પુરવઠો મળતો નથી અને લાંબે ગાળે આવું થવાથી સંધિવા વગેરે જેવા આપણને રોગો થાય છે.

એક વાત સ્વાભાવિક છે કે મોટાભાગે જયારે આપણે એસી ચાલુ કરીને બેઠા હોય એટલે કોઈ પણ વ્યક્તિને પરસેવો થતો નથી અને જયારે પરસેવો ના થાય એટલે આપણા શરીરમાં રહેલા ઝેર, નકામા પદાર્થો બહાર આવી શકે નહિ અને એના કારણે લાંબા ગાળે ત્વચાની એલર્જી અથવા ખંજવાળ, હાઈ બ્લડ પ્રેશર વગેરે જેવા રોગોના જોખમમાં વધારો થાય છે, એ સિવાય જ્યારે આપણે આટલા નીચા તાપમાને એસી ચલાવીએ એટલે એનું કોમ્પ્રેસર પણ સતત સંપૂર્ણ ઊર્જા પર કામ કરે છે. પછી ભલેને આપણું એસી 5 સ્ટાર પણ કેમ નથી, જયારે અતિશય શક્તિનો વપરાશ થાય એટલે આપણા ખિસ્સામાંથી નાણાં પણ વધુ બહાર નીકળે છે.

શું છે AC ચલાવવાની શ્રેષ્ઠ રીત ?

જીઇબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે જણાવ્યા પ્રમાણે આપણે આપણા એસીના તાપમાનને 25 ડિગ્રી પર સેટ કરવું જોઈએ. હંમેશા 25+ ડિગ્રી પર એસી ચલાવવું એ આપણા માટે સારું રહે છે અને પંખાને ધીમી ગતિએ રાખો જો તમે એવી રીતે વપરાશ કરો છો તો વીજળીનો ખર્ચ પણ ઓછો થશે, અને બીજું આપણા શરીરનું તાપમાન પણ એટલી જ રેન્જમાં રહેશે એટલે આપણા સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન થશે નહિ.

જો તમે એવી રીતે એસી વાપરો છો તો એનાથી વીજળીનો વપરાશ પણ ઓછો થશે, અને એ સિવાય મગજ  પર લોહીનું દબાણ પણ ઘટશે, અને બચતથી વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની અસરોમાં ઘટાડો કરવામાં પણ આપણને મદદ મળ છે. તો તમને એ સવાલ થશે કે એ કઈ રીતે? તો જાણી લો કે, ધારો કે તમે 26 ડીગ્રી પર એસી ચલાવો છો અને દર એસી દીઠ આશરે 5 એકમો બચાવો છો, અને 10 લાખ ઘર પણ એ જ રીતે એસીનો વપરાશ કરે છે, તો આપણે રોજના 5 મિલિયન એકમો વીજળીની બચત કરીયે છીએ અને પ્રાદેશિક સ્તરે આ બચત તો રોજના કરોડો એકમોની થઇ શકે છે.

તો અમે જે ઉપર માહિતી જણાવી એના વિષે મગજથી વિચારો, અને હંમેશા 25 ડીગ્રીથી ઉપર જ AC ને ચલાવો અને એનાથી તમારા શરીર અને પર્યાવરણને પણ સાથે સાથે તંદુરસ્ત રાખો.