Tuesday, June 18, 2019
મનોરંજન

આ અભિનેત્રી સુનિલ શેટ્ટી પર હતી ફિદા, લગ્ન માટે પ્રપોઝ કર્યા છતાં પણ ના વધી શકી વાત

15Views

એ વાત તો તમને ઘણી સારી રીતે ખબર જ હશે કે બોલીવુડમાં હીરો અને હિરોઈન વચ્ચે અફેયર હોય એ વાત ઘણી જ સામાન્ય છે. એ સ્વાભાવિક પણ છે કે કોઈ પણ ફિલ્મોમાં સાથે કામ કરતા હોય એમની વચ્ચે દોસ્તી તો થવાની જ છે અને આગળ જતા એ દોસ્તી પ્રેમમાં ફેરવાઈ પણ શકે છે.

થોડા થોડા સમયે બોલીવુડમાંથી હીરો અને હિરોઈનના પ્રેમના કિસ્સા આપણને સાંભળવા મળતા હોય છે. પરંતુ એમાંથી ઘણા ફિલ્મી કલાકારો પોતાના સંબંધને લગ્ન સુધી પણ પહોંચાડતા હોય છે, જેમ કે અમિતાભ અને જયા, ધર્મેન્દ્ર અને હેમા, અજય અને કાજોલ, રણવીર અને દીપિકા વગેરે અને એવા બીજા પણ ઘણા કલાકારો છે કે જેમનો પ્રેમ લગ્ન સુધી પણ પહોંચાડે છે.

એનાથી ઊંધું આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી જોડીઓ પણ હોય છે કે એમનો પ્રેમ પણ સફળ નથી થતો. અમે તમને આ લેખમાં આજે 90 ના દશકની એક એવી જોડી વિષે જણાવીશું કે જેમને ફિલ્મ સેટ પર જ પ્રેમ થઈ ગયો હતો અને ત્યારે એમના પ્રેમના કિસ્સા બોલીવુડમાં એ સમયે ઘણા પ્રખ્યાત પણ થયા હતા. પરંતુ હંમેશાને માટે તેઓ સાથે રહી શક્યા નહિ.

અમે જે જોડીની વાત કરી રહ્યા છે એ ઇન્ડસ્ટ્રીમાં અન્નાના નામથી પ્રખ્યાત સુનિલ શેટ્ટી અને એમના ફિલ્મી અફેયરની છે. તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટીએ વર્ષ 1992 માં ફિલ્મ ‘બલવાન’ થી પોતાના બોલીવુડ કરિયર શરૂઆત કરી હતી અને એમણે આશરે 110 જેટલી ફિલ્મોમાં કામ કર્યુ છે અને આટલા લાંબા ફિલ્મી કરિયરમાં સુનિલે ઘણી બધી બોલીવુડ અભિનેત્રીઓ સાથે કામ પણ કર્યુ છે અને સુનિલે ઘણી બધી હિટ રોમાન્ટિક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે અત્યારે તો સુનીલ ઘણા લાંબા સમયથી બોલીવુડમાં જોવા મળ્યા નથી.

જોકે એમના ફિલ્મી કરિયરની સફળ સફરમાં એમનું નામ એક ખુબ સુંદર હિરોઈન સાથે જોડાયું હતું અને તે સુંદર અભિનેત્રી બીજું કોઈ નહી પરંતુ સોનાલી બેન્દ્રે હતી. જો તમે સુનીલના ફેન હશો તો તમને ખબર જ હશે કે સોનાલી બેન્દ્રેસાથે સુનિલ શેટ્ટીએ ટક્કર, સપૂત, કહર અને ભાઈ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. એવું જાણવા મળ્યું છે કે 1997 માં આવેલી સુપરહિટ ફિલ્મ ભાઈનાં શૂટિંગ સમયે એ બંને ઘણા જ નજીક આવી ગયા હતા અને ત્યારે લોકોમાં એમની ચર્ચા પણ થવા માંડી હતી.

ફિલ્મોમાં બધાને એમની જોડી ઘણી જ ગમતી હતી અને ફિલ્મના સેટ પર એમની વચ્ચે એક ખાસ કેમેસ્ટ્રી પણ જોઈ શકાતી હતી અને બોલીવુડમાં એવી કોઈ પણ વાત ના હોય કે જે કોઈથી છુપાયેલી રહે. એવા સમયે આ બંનેના અફેયર માટે બોલીવુડમાં ઘણી વાતો થતી હતી. એટલે સુધી વાત જાણવા મળી છે કે સોનાલી બેન્દ્રેએ પોતે સુનિલને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યુ હતું, પરંતુ સુનિલે તેમના આ પ્રસ્તાવને સ્વીકાર્યો નહિ. એવી માહિતી મળી છે કે હકીકતમાં તો એની પાછળનું કારણ ઘણું જ મોટું હતું.

એક ઇન્ટરવ્યૂમાં સુનિલે સોનાલી અને પોતાના સબંધ વિષે માહિતી પણ આપી હતી, અને એમણે લગ્ન ના કર્યા એના માટેનું કારણ પણ જણાવ્યું હતું. ત્યારે સુનિલ શેટ્ટીએ જણાવ્યું, કે જો તે પહેલાથી વિવાહિત ના હોત તો તે સોનાલી વિષે ચોક્કસથી વિચાર કરત. તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટી ફિલ્મોમાં આવ્યા એ પહેલા જ એમના લગ્ન થઇ ચુક્યા હતા. સુનિલે પોતાની બાળપણની મિત્ર મોના સાથે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. તો એવામાં સુનિલ, સોનાલી બેન્દ્રે સાથે લગ્ન કરીને પોતાની પત્નીને દગો આપવા ઇચ્છતા નહતા.

સોનાલીએ સુનિલ શેટ્ટી સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો અને જયારે એમણે એનો સ્વીકાર કર્યો નહીં માટે સોનાલીએ વર્ષ 2002 માં ગોલ્ડી બહલ જોડે લગ્ન કરી લીધા. ગોલ્ડી એ એક પ્રખ્યાત ફિલ્મમેકર છે, અને એમણે ‘અંગારે’, ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’ અને ‘લંડન પેરિસ ન્યુયોર્ક’ જેવી ઘણી ફિલ્મો ડાયરેક્ટ કરી છે.

જો સુનિલ શેટ્ટીની વાત કરીયે તો એ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણા જ સફળ એક્ટર રહ્યા છે અને સાથઈ જ તેઓ પોતાના બિઝનેસ પર પણ એટલું ધ્યાન આપે છે. જો સુનિલના વિવાહિત જીવનની વાત કરીયે તો એ પણ સફળ રહ્યું છે, અને તેમને બે બાળકો આહાન અને આથિયા શેટ્ટી છે. આથિયા શેટ્ટીએ પણ ફિલ્મ ‘હીરો’ થી બોલીવુંડમાં ડેબ્યુ કર્યુ છે, અને હવે સુનિલનો છોકરો આહાન પણ આ ઇન્ડસ્ટ્રીમાં આવવાની તૈયારીમાં જ છે. જાણકારી મળી છે કે સુનિલ પણ ફરી એકવાર ફિલ્મોમાં આવવાની તૈયારી કરી રહ્યો છે. એવી ચર્ચા પણ છે કે તેઓ ફિલ્મ બાહુબલી જેવી જ એક ફિલ્મથી કમબેક કરશે.