રવીના અને અજય કરતા હતા ડેટિંગ

બી-ટાઉનમાં કેટલાયની લવ સ્ટોરી એવી છે કે જેના વિશે તમને ખબર પણ નહિ હોય. અજય દેવગણ 90 ના દાયકામાં ખુબ જ પ્રખ્યાત થયો હતો. ત્યારે તેની સૌથી ફિલ્મો કરિશ્મા કપૂર અને રવીના ટંડન સાથે આવતી હતી. વર્ષ 1993માં અજયે રવીના ટંડનની જોડે એક હી રાસ્તા, દિવ્ય શક્તિ અને દિલવાલે ફિલ્મો કરી હતી. અજયે આટલી ફિલ્મોમાં રવીના જોડે કામ કર્યું પછી એ બંને વચ્ચે રોમાન્સની શરૂઆત થઇ ગઈ હતી. ત્યારે રવીના અજયના પ્રેમમાં ખુબજ ઘેલી થઈ ગઈ હતી. આ બંને એમની ફિલ્મોનું શૂટિંગ થઇ જાય પછી એકબીજા સાથે ટાઈમ પણ સારો એવો પસાર કરતા હતા.

સેટ પર જ થયો આ એક્ટ્રેસને અજય સાથે પ્રેમ

રવીના ટંડન સિવાય પણ બીજી પણ એક એક્ટ્રેસની કરિયર તે સમયે ટોચ પર હતી અને એ એકટ્રેસ એટલે કરિશ્મા કપૂર. અજય દેવગણની ફિલ્મ ફૂલ ઔર કાંટેને સફળતા મળી એ પછી તેને ઘણી ફિલ્મોની ઓફર મળતી હતી , અને એ બધી ફિલ્મોમાંથી વધુ પડતી ફિલ્મો કરિશ્મા કપૂર સાથેની જ હતી. ત્યારે જિગર, ધનવાન, સંગ્રામ, શક્તિમાન અને સુહાગ આ બધી ફિલ્મો એ ત્રણ વર્ષના સમયગાળામાં રિલીઝ થઈ હતી. અને આ બધી જ ફિલ્મોમાં કરિશ્મા અને અજયની જોડી ઘણી જ જામી હતી.

અજય માટે લડી પડી આ બંને એક્ટ્રેસ

એક બાજુ રવીના અજય માટેના પ્રેમને લઈને ત્યારે ખુબ જ સીરિયસ હતી અને બીજી બાજુએ કરિશ્મા અને અજય વચ્ચે જે મિત્રતા હતી એ પણ ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ રહી હતી અને અજયે કરિશ્મા માટે થઈને તેની ત્યારની ગર્લફ્રેન્ડ રવીના ટંડનને પણ મૂકી દીધી. એક બાજુએ અજય દેવગણ અને કરિશ્મા કપૂર એકબીજાને ડેટિંગ કરતા હતા અને બીજી બાજુ જિગર, ધનવાન, સરગમ તેમજ સુહાગ જેવી ફિલ્મોમાં સાથે કામ પણ કરતા હતા. અને અજય દેવગણ માટે થઈને રવીના અને કરિશ્મા ઝગડી પણ પડ્યા હતા.

પછી અજય વધ્યો પોતાના જીવનમાં આગળ

અજય દેવગણ માટે ત્યારે એમ કહેવાતું હતું કે તે આ બંને એક્ટ્રેસ જોડે ફક્ત રોમાન્સ જ કરી રહ્યો છે. પરંતુ આ બંને હીરોઈનો અજયને ખુબજ પસંદ કરતી હતી કે તેઓ તો લગ્નના જ વિચારો કરતી હતી. જયારે આ બંને હીરોઈનો વચ્ચે અજય ફસાઈ ગયો એટલે અજય પાછળ પાની કરવા લાગ્યો અને પોતાના જીવનમાં આગળ વધવાનું વિચાર્યું. એ પછી એની લાઈફમાં વધુ એક એક્ટ્રેસ એટલે કાજોલની એન્ટ્રી થઈ ગઈ.

અજયે કર્યા 1999માં કાજોલ જોડે લગ્ન

અજય અને કાજોલે હલચલ અને ગુંડારાજ જેવી ફિલ્મોમાં જોડે એકટિંગ કરી હતી અને એ ફિલ્મોના સેટ દરમિયાન જ બેય વચ્ચે પ્રેમ પાંગરે છે , એ પછી એવા સમાચાર મીડિયાવાળા છાપવા માંડ્યા કે એ બંને લગ્ન કરવાના છે. પરંતુ કાજોલના વિચારો સ્વતંત્ર વિચારસરણીવાળા હતા ને અજયના પરિવારના લોકો પારંપરિકતામાં વધુ માને છે, તો આ બંનેના લગ્ન વધારે લાંબો સમય ચાલશે નહીં એવી ચર્ચાને હવા મળી હતી. આ બધી ચર્ચાઓની વચ્ચે 1999માં આ કપલે લગ્ન કર્યા અને અત્યારે એમનું લગ્નજીવન ઘણું જ સુખી છે અને બે બાળકોના માતા-પિતા છે અને ખુશી ખુશી પોતાનું જીવન જીવે છે.