Tuesday, June 18, 2019
મનોરંજન

‘સૂર્યવંશમ’ ફિલ્મમાં ખૂંખાર વિલનનો રોલ અદા કરનાર આજે જીવી રહ્યો છે કંઈક આવું જીવન

17Views

તમે બોલીવુડમાં તો આજ સુધી એવા ઘણા કલાકારો વિષે સાંભળ્યું હશે, કે જેમણે પોતાના અભિનયના દમ પર ઘણી કમાણી કરી હોય. સાથે જ એ વાત પણ સાચી છે કે એમાંથી ઘણા એવા કલાકારો છે જે હાલમાં ક્યાં ગુમ થઇ ગયા છે એના વિષે કોઈને ખબર જ નથી હોતી. એ કલાકારો એકાએક સ્ટાર પણ બની ગયા હતા, પણ જો અત્યારની વાત કરીયે તો આજે એ કલાકારો કોઈ અજાણી જગ્યાએ જ ગુમ થઇ ગયા છે. આજે અમે તમને એવા જ એક પ્રસિદ્ધ અભિનેતા વિષે જણાવીશું કે જે એક સમયે તો બોલીવુડના ખતરનાક વિલન તરીકે જાણીતા હતા અને એમનું નામ છે મુકેશ.

જો આજે પણ લોકો એને જોવે તો પણ એને તરત જ ઓળખી લે છે. આ કલાકાર પોતાની નકારાત્મક ભૂમિકાઓથી દર્શકોને પ્રભાવિત કરવામાં ઘણા જ સફળ રહ્યા હતા, એ વાત પણ સાચી કે કે મુકેશને પડદા ઉપર નકારાત્મક ભૂમિકા નિભાવવામાં એનું ઊંચું કદ અને બાંધાથી પણ ઘણી મદદ થતી હતી, પણ જો વર્તમાન સમયની વાત કરીયે તો તેઓ છેલ્લા થોડા સમયથી બોલીવુડથી દુર જ છે.

જો મુકેશના કેરિયરની શરૂઆતના દિવસોની વાત કરીયે તો ત્યારે ન્યુઝીલેન્ડમાં રહીને એમણે મોડલિંગ પણ કર્યું હતું. બોલીવુડમાં અભિનય કરવાનું સપનું પોતાની સાથે લઈને ન્યુઝીલેન્ડથી તેઓ ભારત આવ્યા હતા. એમણે ઘણી બધી હિન્દી, તમિલ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સૌથી પહેલા તો વર્ષ ૧૯૯૯ માં રીલીઝ થયેલી સૂર્યવંશમ ફિલ્મ એક બોલીવુડ મ્યુઝીકલ મેલોડ્રામા ફિલ્મ છે.

આ ફિલ્મને ઈ.વી.વી. સત્યનરાયન એ ડાયરેક્ટ કરી છે અને જી. અદીશેષગીરી રાવે પ્રોડ્યુસ કરી છે. જો આ ફિલ્મના કલાકારોની વાત કરીયે તો એમાં અમિતાભ બચ્ચન, સૌન્દર્ય, જયસુધામ, અનુપમ ખેર, કાદર ખાન અને મુકેશ ઋષિ જેવા મોટા મોટા કલાકારોએ આ ફિલ્મમાં એક્ટિંગ કરી છે. આ ફિલ્મથી જ એમને વધારે પ્રખ્યાતિ મળી, કારણકે આ ફિલ્મમાં જે મુખ્ય વિલનનો રોલ દેખાડવામાં આવ્યો છે એ પાત્ર મુકેશ ઋષિએ અદા કર્યું છે.

મુકેશે વર્ષ ૨૦૧૨ માં ફિલ્મ ‘ખિલાડી ૭૮૬’ માં પણ ખાસ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આશિષ આર. મોહન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે અને આ ફિલ્મમાં મુકેશે અક્ષય કુમાર, અસીન અને હિમેશ રેશમિયા સાથે કામ કર્યું હતું. મુકેશ ઋષિનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૬ માં ચંડીગઢના કઠુઆમાં થયો હતો. પોતાના કેરિયરની શરૂઆત એમણે મોડલિંગથી કરી હતી.

પરંતુ તેમને પોતાના મોડલિંગના કામથી ખુશી નહતી મળતી એટલે તેઓ થોડા વર્ષો પછી મુંબઈ આવી ગયા અને તેઓ રોશન તનેજાની અભિનય સ્કુલમાં જોડાઈ ગયા.

મુકેશે પોતાના અભિનય કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૯૮ માં ટોલીવુડથી કરી. ત્યારે એમણે તમિલ-તેલુગુ ફિલ્મોમાં ખાસ કરીને મુખ્ય અભિનેતા સિલ્વર સ્ક્રીન ઉપર જોવા મળ્યા હતા. દર્શકોને પણ એ ઘણા જ પસંદ આવ્યા હતા. પોતાના અભિનય કરિયરમાં એમણે સૌથી વધુ ફિલ્મોમાં ખાસ તો વિલનનો રોલ વધારે કર્યો છે, પરંતુ કેટલીક એવી પણ ફિલ્મો કરી છે કે જેમાં એમણે પોઝેટીવ રોલ પણ કર્યા હતા.

હમણાં જ તેઓ તેલુગુ ફિલ્મ પન્થમમાં પણ જોવા મળ્યા હતા. મુકેશ ઋષિ દ્વારા ‘જુડવા’ અને ‘ઘટક’ માં નીભાવેલી ભૂમિકાઓ માટે લોકો આજે પણ એમને યાદ કરે છે. મુકેશ ઋષિએ બોલીવુડમાં ૧૨૦ કરતા પણ વધારે ફિલ્મોમાં કામ કરીને પોતાની એક મોટી ઓળખ બનાવી હતી.

સાથે જ તેઓએ બોલીવુડમાં અક્ષય કુમાર, ધર્મેન્દ્ર, મિથુન ચક્રવર્તી, ઋત્વિક રોશન અને સલમાન ખાન જેવા બોલીવુડના મોટા અભિનેતાઓ સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું હતું.