Sunday, August 25, 2019
મનોરંજન

આલિયા ભટ્ટ ની માતા એ ખોલ્યુ પોતાનું એક જુનું રહસ્ય, કીધું- પ્રેગ્નેન્ટ છું ખબર ન હતી, પીધી હતી ઘણી સિગરેટ

43Views

બોલિવૂડ માં ઘણા એવા ચહેરા છે જે ફિલ્મો માં કામ કરે છે અને એ ફિલ્મ ના ખાસ સંબંધ માં હોય છે પરંતુ ધીમે-ધીમે એ સંબંધ ઇન્ડસ્ટ્રી થી ગાયબ થતા જાય છે. બોલિવૂડ ની સારી એક્ટ્રેસ માં ફેમસ આલિયા ભટ્ટ ની માતા સોની રાજદાન પણ એક્ટ્રેસ રહી ચૂકી છે અને 90 ના દશક માં ઘણી ફિલ્મો માં નાના મોટા પાત્ર માં દેખાઇ જેમના ઉપર તમારી નજર કદાચ જ પડી હોય. આલિયા ભટ્ટ ની માતા એ ખોલ્યુ પોતાનું રહસ્ય.

આલિયા ભટ્ટ ની માતા એ ખોલ્યુ પોતાનું એક જૂનું રહસ્ય

આલિયા ભટ્ટ ની માતા સોની રાજદાન એ એક મોટું ટ્વિટ કર્યું જેમણે પોતાનું એક રહસ્ય ખોલ્યું. વર્ષ 1993 માં આવેલી ફિલ્મ ગુમરાહ ને યાદ કરતા સોની રાજદાન એ કેટલીક વાતો લખી. બતાવી દઈએ કે એ ફિલ્મ મહેશ ભટ્ટ ની હતી અને આ ફિલ્મ માં જ્યારે સોની રાજદાન એ કામ કર્યું ત્યારે એ પ્રેગ્નેન્ટ હતી. એમા શ્રીદેવી અને સંજય દત લીડ રોલ માં હતા. સોની રાજદાન એ ગુમરાહ ના ફોટા ને શેર કરતાં લખ્યું, “આ મારી મનગમતી ફિલ્મો માંથી એક છે અને આ રોલ માટે મારા ઘણા વખાણ પણ થયા હતા.

One of my favourite films and highly appreciated roles. Was such a pleasure to act with the incredible Sridevi. Highly cherished memories. Was also pregnant with Alia at the time and didn’t know it yet. And did that scene where I smoked soooo many cigarettes 🙈🙈🙈 https://t.co/cxZSZU6DD9

— Soni Razdan (@Soni_Razdan) July 10, 2019

શ્રીદેવી ની સાથે કામ કરીને મને ઘણું સારું લાગ્યું અને એમની સાથે ઘણી યાદો છે. એ સમયે હું આલિયા ની માતા બનવા ની હતી મને ખબર ન હતી કે હું પ્રેગ્નન્ટ છું. આ ફિલ્મ ના સમયે મેં ઘણી સિગરેટ પીધી.” ફિલ્મ ગુમરાહ બોક્સ ઓફિસ પર હિટ થઈ અને આજે પણ એ એમની મનગમતી ફિલ્મ છે. બતાવી દઇએ કે સોની રાજદાન એ મહેશ ભટ્ટ ની સાથે લાંબા અફેર પછી વર્ષ 1986 માં બીજા લગ્ન કર્યા હતા. એમને બે પુત્રીઓ આલિયા અને શાહિન છે.

આ ફિલ્મ માં સોની રાજદાન ના ઘણા વખાણ થયા હતા એના પછી એમણે કેટલીક ફિલ્મો માં કામ કર્યું. હવે જો આલિયા ની વાત કરીએ તો ઈન્ડસ્ટ્રી ની રાણી બની ગઈ છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના સિવાય પણ ઘણી ફિલ્મો માં કામ કરશે. આલિયા નો અફેર રણબીર કપૂર ની સાથે છે એવી ખબરો છે. આલિયા એ બોલિવૂડ માં ડીયર જીંદગી, સ્ટુડન્ટ ઓફ ધ યર, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા, રાઝી, ઊડતા પંજાબ, હાઈવે જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. બ્રહ્માસ્ત્ર ના સિવાય પણ આલિયા ની પાસે ઘણા પ્રોજેક્ટ છે એમાં સલમાન ખાન ની સાથે ફિલ્મ ઇન્શાલ્લાહ આવવા ની છે.