Tuesday, June 18, 2019
Categoriesજ્યોતિષવિદ્યા

જો સવારમાં ઉઠીને જ કરશો હથેળીના દર્શન તો ધન અને યશમાં થશે વધારો

33Views

સવારમાં તરત જ ઉઠીને હાથની રેખાઓના જોઈએ એને ‘કર દર્શન’ કહેવામાં આવે છે. જો આપણે હથેળીના દર્શન કરીયે તો આપણને માતા લક્ષ્મી, સરસ્વતી અને બ્રહ્માના આશીર્વાદ મળે છે અને જો આપણે પણ રોજ સવારમાં ઉઠીને હથેળીના દર્શન કરવાની આદત પાડીયે તો એનાથી ફક્ત આપણને જ નહિ પણ આખા પરિવાર માટે સુખ-શાંતિ, વિદ્યા અને ધનના આશીર્વાદ આપણા ઈષ્ટદેવ પાસેથી મળતા હોય છે. કેટલીક વાર કોઈનો દિવસ સારો ના ગયો હોય તો આપણે એવું બોલીયે છે કે, આજે તો ખબર નહિ કોનું મોઢું જોયું હતું સવાર સવારમાં? પણ જો તમે હથેળીના દર્શન કરીને તમારા દિવસની શરૂઆત કરો છો તો તમને જે કંઈપણ પ્રાપ્ત થશે એ તમારા થકી જ તમને મળશે.

આ મંત્ર બોલવો જોઈએ


જો સવારમાં ઉઠીને હથેળીના દર્શન કરીયે તો સારા દિવસ માટે કામના કરવી જોઈએ. આપણા હાથના અગ્ર ભાગમાં લક્ષ્મી, મધ્યમાં સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માનો વાસ છે એવું કહેવામાં આવે છે અને જયારે આપણે હથેળીના દર્શન કરીયે તો ખાસ આ મંત્ર ખાસ બોલવો જોઈએ.

कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती।
कर मूले स्थितो ब्रह्मा प्रभाते कर दर्शनम्॥

कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती।
करमूले तू गोविन्दः प्रभाते करदर्शनम ॥

કઈ રીતે કરશો હથેળીના દર્શન ?


આવી રીતે જો તમે ઈશ્વરને પ્રાર્થના કરશો તો તમે જે પણ કર્મ કરો છો એનાથી તમને જીવનમાં સુખ-શાંતિ, ધન અને જ્ઞાનની પ્રાપ્તિ થશે , તમે જે પણ કર્મો કરશો એનાથી સંસારનું ભલું થશે અને તમારે ખરાબ કર્મોથી દૂર રહેવાની પ્રાર્થના કરવી જોઈએ અને આપણી ભારતીય સંસ્કૃતિમાં હંમેશા કર્મ કરવાની સલાહ આપવામાં આવેલી છે અને જીવનના ચાર આધાર- ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુરુષાર્થ ગણવામાં આવ્યો છે. કર્મથી જ દરેક વ્યક્તિ મહાન બનતી હોય છે અને આપણે આપણા હાથની રેખા જોઈએ તો ખબર પડે છે કે કર્મો સાચા છે કે ખોટા. અને હવે તમને એ પણ યાદ રહેશે કે તમે જે પણ કર્મ કરશો એના માટે ફક્ત તમે જ જવાબદાર છો.