Tuesday, June 18, 2019
Categoriesમનોરંજન

પ્રખ્યાત સિરિયલ “સાથ નિભાના ..” ની આ અભિનેત્રી હાલમાં થઇ ગઈ છે કાંઇક આવી , જોઈએ એના ફોટા

80Views

દોસ્તો અત્યારે એવી સ્થિતિ થઇ ગઈ છે કે ફિલ્મોથી પણ વધુ ટીવી સીરીયલ લોકપ્રિય બની રહી છે અને એ સિરિયલ આપણા જીવનનો એક એવો ભાગ બની રહી છે, કે પછી કેટલીક સિરીયલો તો પૂરી થઈ ગયા પછી પણ આપણા દિલમાં ઘણા વર્ષો સુધી રાજ કરતી હોય છે અને એવી જ એક ટીવી સીરીયલ છે સાથ નિભાના સાથીયા, પણ હવે તો આ સીરીયલ આવતી નથી,પરંતુ એના કલાકારો આજની તારીખે પણ આપણા દિલમાં રાજ કરે છે.

જેમને આ સીરીયલ જોવી ખુબ જ ગમતી હતી એ લોકોને આ સિરિયલ સાથે જોડાયેલી દરેક નાની મોટી જાણકારી મેળવવા માંગતા હોય છે, તો આજે અમે તમને આ સિરિયલ “સાથ નિભાના સાથીયા” ની ચુલબુલી ભૂમિકા ભજવતી એક પાત્ર સાથે જોડાયેલી કેટલીક ખાસ જાણકારીઓ આપવાના છે. ચાલો તો જણાવી દઈએ કે તમારા માટે અમારા આ લેખમાં શું ખાસ છે?

ફિલ્મોની જેમ જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી એવી અભિનેત્રીઓ છે, કે જેમણે બહુ ઓછા સમયમાં લોકોના દિલ ઉપર રાજ કર્યુ છે, પરંતુ એમાંથી કેટલોક સમય જતા આ ઇન્ડસ્ટ્રીથી તે દુર પણ થઇ ગઈ છે. એમણે બહુ જલ્દી લોકો સાથે સંબંધ તોડી નાંખ્યો અને માટે જ તે ફરી વખત પાછા ફરે તો લોકો એમને ઓળખી પણ નથી શકતા. સાથ નિભાના સાથીયા સીરીયલે તો ઘણો લાંબો સમય લોકોના દિલમાં રાજ કર્યુ છે અને આજે અમે આ સીરીયલની જ એક અભિનેત્રી વિષે તમને જણાવવાના છે.

તમને દરેકને સાથ નિભાના સાથીયામાં આવતું રાસીનું પાત્ર તો ચોક્કસથી યાદ જ હશે? એ રાસીનું પાત્ર જેણે નિભાવ્યું હતું એ રુચા હવે પડદાથી દુર થઇ ગઈ છે અને લોકોએ એમના અભિનયને ખુબ જ પસંદ પણ કર્યો હતો, જેના લીધે આજે પણ લોકો એને યાદ કરે છે. એ સીરીયલમાં રાસી ગોપીને ઘણી જ હેરાન કરતી હતી, જેનાથી તે નફરતનો પણ ભોગ બની હતી, પરંતુ જયારે એ સીરીયલ પૂરી થઇ રહી હતી તો એણે પોતાના સ્વભાવમાં ઘણો ફેરફાર કરી દીધો હતો એટલે જતા જતા રાસીએ પણ લોકોના દિલમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું.

તમને જણાવી દઈએ કે, રુચાએ વર્ષ ૨૦૧૫ માં પોતાના બાળપણના મિત્ર રાહુલ સાથે લગ્ન કર્યા છે અને પછી તો એ પોતાના લગ્ન જીવનમાં ખુબ જ વ્યસ્ત થઇ ગઈ છે. જે જાણકારી મળી છે તે પ્રમાણે રાહુલ અને રુચા પહેલા તો મિત્ર હતા અને પછી એમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ હતી અને પછી એમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આજે તો આ બંને જણા પોતાના લગ્ન જીવનને સુખેથી માણી રહ્યા છે.

પરંતુ આજે પણ રુચાના ચાહકો તેને પડદા ઉપર જોવા માટે ઘણા જ તડપી રહ્યા છે , પણ એમના ચાહકો માટે એ દુઃખની વાત છે કે તે ફરી કોઈ દિવસ પડદા પર પાછી આવશે નહિ. એમ તો કોઈ પણ વ્યક્તિના લગ્ન થાય પછી એમના જીવનમાં ઘણું બધું બદલાઈ જતું હોય છે. એવું જ કાંઈક રુચા સાથે પણ થયું હતું. રુચાના લગ્ન થયા એ પછી એણે અભિનય પણ છોડી દીધો, પરંતુ હવે એમણે પોતાની મરજીથી અભિનય છોડયો છે કે, કુટુંબનું દબાણ હતું એના વિષે આપણે કહી શકતા નથી.

પરંતુ રુચા આ વાતની સ્પષ્ટતા કરી છે કે, તે હવે અભિનયની દુનિયામાં પાછી આવવા નથી માંગતી, એટલે રુચાએ કરેલા આ ખુલાસાથી એના ચાહકો નિરાશ થઇ ગયા છે, એનું કારણ છે કે તેના ચાહકો તો એવું જ ઈચ્છતા હતા કે તે જલ્દી જ પાછી ફરશે. રુચાના લગ્નને હવે ત્રણ વર્ષથી વધારે સમય થઇ ગયો છે, એવામાં હવે રુચાનો પડદા ઉપર પાછા ફરવાનો કોઈ મુડ દેખાતો નથી. એમ તો રુચા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ જોવા મળે છે.