શું તમે આ જાણો છો ?

દરેકના જીવનમાં લગ્નનું બંધન એક ખાસ મહત્વનું હોય છે. જેમ લગ્ન એ એક મહત્વનો તબક્કો ગણાય છે એવી જ રીતે એમાં જે બધા રીતિ-રિવાજો હોય છે એનું પણ ઘણું જ મહત્વ હોય છે અને એમાં એક સગાઈનો પણ સમાવેશ થાય છે. આ સગાઈ થાય ત્યારે યુવક અને યુવતિ એકબીજાને ત્રીજી આંગળીમાં વીટી પહેરાવતા હોય છે પણ શું કોઈ દિવસ એ વિચાર કર્યો કે સગાઈની વીંટી કેમ ત્રીજી આંગળીમાં જ પહેરાવામાં આવે છે. તો શું હોય છે એનું કારણ ?ચાલો જાણી લઈએ.

પ્રેમનું પ્રતીક

સગાઈમાં જે વીંટી પહેરાવવામાં આવે એ વીંટી કપલનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાય છે. તેનો અર્થ પણ અગ્નીની જેમ તેમને જન્મથી મૃત્યુ સુધીના વાયદાનું પ્રતીક ગણાય છે.

વીટીનો આકાર

એવી માન્યતા રહેલી છે કે સગાઈની વીંટી હંમેશા ગોળ જ હોવી જોઈએ અને એની પાછળ એક કારણ એવું છે કે જેમ ગોળનો કોઈ આરંભ પણ ના હોય અને કોઈ અંત પણ ના હોય ,એવી જ રીતે લગ્નનો સંબંધ પણ અનંત બની રહે એના માટે સગાઈની વીટી સામાન્ય રીતે કોઈ બીજી ડિઝાઇનની નથી પસંદ કરવામાં આવતી પણ એ હંમેશા ગોળ જ પસંદ કરવામાં આવે છે.

જાણો એના વિષે શું કહે છે જ્યોતિષ ?

વૈદિક જ્યોતિષ પ્રમાણે ત્રીજી આંગળી મતલબ કે અનામિકાનો સંબંધ જીવનના અલગ અલગ ક્ષેત્રો જેમ કે પ્રસિદ્ધિ, ઉત્તેજના, દેખાડો, ચમક-દમક સાથે છે. આ આંગળી પ્રેમ માટેની નિષ્ઠા પણ દર્શાવે છે. એવું જ કંઈક ચીની જ્યોતિષ શાસ્ત્રમાં પણ જણાવેલું છે. દરેક આંગળી જીવનના ખાસ ભાગનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને એમાં ચોથી આંગળી જીવન સાથીનું પ્રતિનિધિત્વ કરે છે.

જાણો એલેક્ઝેન્ડ્રિયા સિદ્ધાંત

બીજી સદીમાં થયેલા એક ગ્રીક રોમન ઇતિહાસકાર એલેક્ઝેન્ડ્રિયા પ્રમાણે ઈજિપ્તવાસીઓની માન્યતા એવી રહેલી હતી કે આપણું શરીરમાં એક એવી નસ હોય કે જે આ ત્રીજી આંગળીથી સીધી જ હૃદય સુધી જાય છે અને એનાથી એકબીજાના દિલ સુધી પહોંચી શકીયે એના માટે પણ ત્રીજી આંગળીમાં વીટી પહેરાવવામાં આવતી હતી.

ભારતમાં વીંટી ક્યાં પહેરાવે છે?

ભારતમાં સગાઇ થાય ત્યારે પુરુષો જમણા હાથની ત્રીજી આંગળીમાં અને સ્ત્રીઓ ડાબા હાથની ત્રીજી આંગળીમાં આ વીટી પહેરતા હોય છે પરંતુ આ તો માત્ર એક પરંપરા જ છે અને હિંદુ ધર્મશાસ્ત્રોમાં તો આ વીટીને પહેરાવવા માટેના કોઈ ખાસ નિયમો બનાવેલા નથી.

ધરાવે છે દિલ સાથે સંબંધ

માન્યતા એવી રહેલી છે કે લગ્નની વીંટી હંમેશા આપણા દિલની નજીક જ હોવી જરૂરી છે અને ડાબા હાથની ત્રીજી આંગળી અને હૃદય વચ્ચે સીધ્ધો સંબંધ હોય છે એવું માનવામાં આવે છે. એ જ કારણ રહેલું છે કે ત્રીજી આંગળીમાં વીટી પહેરાવવામાં આવે છે.

અનામિકા ગ્રહ સાથે છે સંબંધ

જો જ્યોતિષ પ્રમાણે વાત કરીયે તો આ આંગળી સૂર્ય ગ્રહ સાથે જોડાયેલી હોય છે અને આપણે જાણીયે છે સૂર્ય એક રાજા સમાન પ્રખર શક્તિશાળી ગ્રહ છે. તો એવી અદભૂત અલૌકીક ઉર્જા મળે એના માટે અનામિકા આંગળી પર જ વીટી પહેરવાથી ફાયદો થાય છે.

ભાવનાત્મકરુપે જોડાણ

અનામિકા આંગળી ભાવનાત્મક આંગળી પણ કહેવાય છે , તો .આ આંગળીમાં વીટી પહેરીયે એનો મતલબ એ થાય કે તમારા જીવનસાથી પ્રત્યે વફાદારી અને ભાવનાત્મક જોડાણ જળવાઈ રહે.

રચનાત્મક્તા પણ થાય એનાથી મજબૂત

જો કોઈ વ્યક્તિને જોખમ લેવાની પોતાની ક્ષમતાને વધારવી છે તો એ વ્યક્તિએ પોતાના ડાબા હાથની અનામિકામાં આ વીંટી પહેરવી જોઈએ, આ આંગળીએ વીંટી પહેરવામાં આવે તો તેની રચનાત્મક્તા વધે છે.