અક્ષયની ‘કેસરી’ બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ

અક્ષય કુમાર બોલિવુડમાં મિ. ખિલાડી તરીકે જાણીતો છે અને એની હોળી પર રિલીઝ થયેલી ફિલ્મ કેસરી માટે અત્યારે પણ તે ઘણો જ ચર્ચામાં છે. આ ફિલ્મ 1897માં થયેલા પ્રખ્યાત સારાગઢી પરથી બનાવવામાં આવેલી છે અને આ ફિલ્મે ફક્ત 7 જ દિવસમાં 100 કરોડનો વકરો કર્યો છે. આ ફિલ્મને રિલીઝ થયાને આટલા દિવસ થયા હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. પણ હમણાં એક ઘટના બની હતી માટે અક્ષય ઘણો જ ચર્ચામા છે.

જાણો સ્ટેજ પર પહોંચતા શું થયું ?

એક એવોર્ડ શો હતો અને એમાં ભાગ લેવા માટે તે પહોંચ્યો હતો. તે સમયે એણે સફેદ કલરની ટી-શર્ટ અને એના પર કોર્ટ પહેર્યો હતો. તેની જોડે આ શોમાં પત્ની ટ્વિન્કલ ખન્ના અને સાસુ ડિમ્પલ કાપડીયાએ પણ હાજરી આપી હતી પરંતુ જેવો અક્ષય કુમાર સ્ટેજ પર પહોંચે છે તો એકદમ જ એની છાતીમાંથી લોહી નીકળવા લાગે છે અને તે એવી રીતે રીએક્ટ કરતો હતો કે એને એકદમ અસહ્ય દુખાવો થાય છે.

તેણે સેલેબ્સને બનાવી દીધા એપ્રિલ ફૂલ

આવી પરિસ્થિતિમાં અક્ષયને જોયો તો ટ્વિન્કલ અને ડિમ્પલ સહિતના શોમાં જે પણ સેલેબ્સ હતા એ બધા ખુબજ ચિંતા કરવા લાગ્યા હતા. પણ તે બંનેને આટલી ચિંતામાં જોઈને અક્ષય ખુબજ જોરજોરથી હસવા માંડ્યો હતો. પછી અક્ષયે સાચી હકીકત જણાવી કે આજે એપ્રિલ ફૂલ ડે છે અને પોતે બધાને એવી રીતે એપ્રિલ ફૂલ બનાવ્યા છે અને પછી તો બધા જ ખુબજ હસી રહ્યા હતા અને ટ્વિન્કલને પણ એકદમ હાશકારો મળ્યો હતો.

જાણો અક્ષયની આવનારી ફિલ્મો વિષે

જો અક્ષયની વર્કફ્રંટ વિષે વાત કરીએ તો અક્ષય કુમાર તેની કેસરી ફિલ્મ પછી આપણને મિશન મંગલમાં દેખાશે. આ ફિલ્મની રિલીઝ ડેટ 15 ઓગસ્ટની છે. આ ફિલ્મમાં એની જોડે વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા અને શરમન જોશીનો સમાવેશ થયો છે. એના સિવાય અક્ષય ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મના કામમાં પણ વ્યસ્ત છે, અને આ ફિલ્મમાં એની ઓપોઝિટમાં આપણને કરીના કપૂર જોવા મળશે. આ સિવાય હાઉસફુલ સીરિઝની પણ એક વધુ ફિલ્મ રિલીઝ થશે અને એમાં પણ અક્ષયનો લીડ રોલ છે.