કઠણ કાળજું રાખીને આ ઘટના વાંચજો, આ વાંચતા વાંચતા તમારી આંખો માંથી આવી જશે આંસુ

આજે અમે તમને એક એવી વાર્તા સંભળાવશું કે જે સાંભળીને તમારી આંખોંમાં પાણી આવી જશે. આ વાર્તા એક પિતાની છે કે જેણે પોતાના દીકરાને ઘણી મહેનત કરીને ઉછેરીને મોટો કરે છે, પછી એના લગ્ન પણ કરાવી દે છે અને પછી બાપનું ધડપણ આવતા એ જ દીકરાને પોતાના જ બાપને પોતાની જોડે રાખવામાં તકલીફ પડે છે.તો આ પત્ની વિહોણા બાપની જે વેદના છે એને અમે થોડા શબ્દોમાં તમારી સામે વર્ણન કરી રહ્યા છે. આ ઘટના વાંચીને શેર ચોક્કસથી કરજો.

ગઈકાલે રાતના હું અને મારી પત્ની બહાર જમવા માટે હોટેલમાં ગયા હતા. અમે એક હોટલમાં ઓડર આપ્યો અને રાહ જોતા હતા અને એકબીજા સાથે સામાન્ય વાતચીત કરી રહ્યા હતા. અને એકદમ જ મારી નજર બહાર રોડ પર પડે છે. રોડ ઉપર એક ઉંમર લાયક વડીલ હતા અને એના હાથમાં લાકડી હતી અને એનો ટેકો લઇને તે હોટલની સામે જોતા હતા. અને ત્યારે જ એક કારમાં એક કપલ આવીને ઉભુ રહે છે. તે વડીલ લાકડીનો ટેકો લઇને ધીમે ધીમે કારની બાજુ આગળ જઈ રહયા હતા. એ વડીલે કારમાં બેઠેલા કપલ પાસે એવું કીધું કે એમને જમવું છે પણ એ કપલે એ વડીલની વેદનાને ના સમજી.

પછી હું અને મારી પત્ની હોટલમાંથી બહાર નીકળ્યા અને એ વડીલ પાસે ગયા, અને એ વડીલને પુછયું કે શું અમે તમને કોઈ મદદ કરીએ? તો વડીલ બે હાથ જોડીને કાંઈ બોલી ના શક્યા અને એમની આંખોમાંથી ચોધાર આંસુ સરી આવી ગયા અને તે વડીલ ખુબ જ રડવા લાગ્યા. તેમણે રડતા રડતા કીધું , મને ઘણીજ ભુખ લાગી છે…તો બેટા કાંઇક ખાવાનું હોય તો મને આપો ને…

પછી હું અને મારી પત્ની એ વડીલનો હાથ પકડીને હોટલની બહાર રહેલા ટેબલ પર બેસાડ્યા, અને એમની જોડે હું અને મારી પત્ની પણ એ જ ટેબલ પર એમની સાથે બેસી ગયા. અમે એમને પૂછ્યું કે તમારે શું જમવું છે ?તો એ વડીલે કીધું કે મારાથી આ ઉંમરે બહુ ભારે ખોરાક તો નહી ખાઇ શકાય, માત્ર હું ખિચડી ખાઇશ. પછી મેં કીધું કે શું તમે પુલાવ ખાશો? તો એમણે કીધું ના એ મોંઘુ હશે એવું ના મંગાવો. તો મેં એમને કીધું કે એનો કોઇ વાંઘો મને નથી.

અમે વેઈટરને ઓર્ડર આપી દીધો અને એમની સાથે વાતચીત કરવા માંડી. મેં પુછયું કે દાદા તમારું નામ શું છે ? તેમણે કીધું રમેશભાઈ. પછી આગળ મેં એમને પૂછ્યું કે દાદા તમારા પરિવારમાં કોઈ છે ? અને આ સાંભળીને તો એ દાદાની આંખોમાં ફરી આંસુ આવી જાય છે, અને કીધું કે હા મારો દિકરો અને એની પત્ની છે અને મારા પત્ની તો ગુજરી ગયા છે….

મેં પૂછ્યું કે દાદા તો કેમ આવી રીતે તમે બહાર…

દાદાએ કીધું, દીકરા મારો દિકરો કંપનીમાં નોકરી કરે છે. મારા દીકરાના લગ્ન થયા એની પહેલાં એ મને એમ કહેતો કે……પાપા હું તમારા લીધે સુખી છું…

અમે બધા સાથે જ રહીએ છે પરંતુ મારો દિકરો કંપનીમાં નોકરી કરે છે તો એને વારંવાર બહાર જવું પડતું હોય છે અને હું ઘરે જયારે એકલો હોવ તો મારા દિકરાની પત્ની મને જમવાનું જ નથી આપતી. એ મને એવું કે છે કે અમારી કમાણીમાંથી કાંઈ બચતું જ નથી તો તમે તમારી જાતે કમાઓ અને ખાઓ. હવે તું જ કહે દીકરા, હવે આટલી ઉંમરે મારે કયાં કમાવવા જવું ? પણ દીકરા જો આજે મારી પત્ની જીવતી હોત. તો મારે દિવસો આવા હોત નહિ …..

હવે આજે મારો એ જ દિકરો છે અને મને એવું કહે છે, કે તમારા કારણે અમે ઘણા જ દુ:ખી છીએ….

તો દીકરા હું હવે બહુ સહન નથી કરી શકતો. હવે તો ભગવાન મને ઉપાડી લે તો ઘણું જ સારુ…એ દાદા ફરી અમારી સામે ઘણું જ રડવા માંડ્યાં અને જયારે મેં અને મારી પત્નીએ એમની આ વેદનાને સાંભળી તો અમે પણ અમારા આંસુને ના રોકી શકયા, અમે એમને શાંત કર્યા અને શાંતિથી જમાડયા….

આ ઘટના સાથે એ વડીલના અંતીમ શબ્દો મારા હદયમાં છપાઈ ચુક્યા છે, અને એ નીચે પ્રમાણે છે.

ભગવાન મને તમારા જેવા સંતાનો આવતા ભવમાં આપે, અને બેટા તમારા જેવા વહુ દિકરા ભગવાન સૌકોઈને આપે…

આ અંતરથી આપેલા આશીર્વાદ વ્યક્તિને ક્યાંય આગળ લઈ જતા હોય છે…ભગવાન મહેરબાની કરીને એ દિકરા અને એની પત્નીને સદ્દબુદ્ધિ આપે અને એની ભૂલને સ્વીકારે.

આ બધાજ શબ્દો દાદા દ્વારા કહેવાયા છે.

દોસ્તો ખબર છે ને કે જો આપણા માં બાપ છે તો જ આપણે છે તો એ સાક્ષાત ભગવાનને કોઈ દિવસ દુ:ખી કરતા નહિ.

બાપા સિયારામ…

જાણો એક છોકરી વિષે જે પોતાની જ સુંદરતાને લીધે જ બની વૈશ્યા

ઈતિહાસ રોચક તો હોય છે જ પણ સાથે જ આપણને દુઃખી કરે એવો પણ હોય છે અને જયારે આપણે ઈતિહાસના પાનાં ખોલીને જોઈએ તો આપણને ખબર પડે કે એમાં ઘણી એવી વાર્તાઓ અને ઘટનાઓ વિષે માહિતી મળે છે કે, જે વાંચીને આપણને ઘણી નવાઈ લાગે છે. આજે પણ કેટલીક ઈતિહાસની વાર્તાઓ અને ઘટનાઓ ઘણી જ ફેમસ છે અને જયારે આપણે આ વાર્તાઓ સાંભળીયે તો વાંચવામાં ઘણી રસપ્રદ લાગે છે. અને આપણે ઇતિહાસના વાર્તાઓમાં ઓતપ્રોત થઇ જતા હોઈએ છીએ, કારણકે એ વાર્તાઓ એટલી વસ્તુનિષ્ઠ અને વાસ્તવિક હોય છે, કે એ વાર્તાઓ બધાને ગમી જ જાય.

તો આજે અમે ઈતિહાસની એક એવી અતિસુંદર મહિલા વિષે જણાવીશું કે જેના વિષે તમે કદાચ જ વાચ્યું કે સાંભળ્યું પણ હોય. અમે જેની વાત કરી રહ્યા છે એ ઈતિહાસની સૌથીસુંદર મહિલા આમ્રપાલીની , આ મહિલા સાચે જ ઘણી સુંદર હતી.

શું તમને ખબર છે કે આમ્રપાલી ઈતિહાસની સૌથી સુંદર મહિલા ગણવામાં આવે છે. આ મહિલા વિષે એવુ કહેવાય છે કે એના જેટલી સુંદર બીજી કોઈ મહિલા હતી જ નહીં,પરંતુ આમ્રપાલીના માતા પિતા બાળપણમાં જ તેને એક ઝાડ નીચે મુકીને ક્યાંક બીજે જતા રહ્યા હતા. તો જેણે આમ્રપાલીને ત્યાં જોઈ અને પોતાની સાથે લઇ જઈને ઉછેરી , પછી એનું નામ આમ્રપાલી રાખ્યું હતું. આમ્રપાલી યુવાન થઇ ત્યારે જ ઘણી જ સુંદર થઇ ગઈ હતી કે જે પણ એની સુંદરતા જોવે એ બધા લોકો ઘાયલ થઇ જતા હતા.

પણ એ જ સુંદરતા એના માટે અભિશાપરૂપ બની ગઈ. પછી તો એની જ સુંદરતા એના જીવનની સૌથી મોટી દુશ્મન બની ગઇ. જયારે આમ્રપાલી પૂર્ણ યુવા અવસ્થામાં આવી ત્યારે તો તે ખુબજ સુંદર લાગવા લાગી, અને ત્યારે એ જ્યાં રહેતી હતી એ વિસ્તારમાં રહેતો દરેક પુરુષ તેની સાથે લગ્ન કરી પોતાની બનાવી લેવા ઈચ્છતો હતો. પછી તો આમ્રપાલીની સુંદરતાની ચર્ચા બધે જ થવા લાગી અને પછી તો આમ્રપાલીના માતા પિતાની સમસ્યા પણ દિવસે ને દિવસે વધી રહી હતી કેમ કે દરેક તેમની દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિથી જોતા હતા.

તેના માતા પિતાને એ વાત વિષે અગાઉ જ અણસાર આવી ગયો હતો, કે ભલે તેઓ આમ્રપાલીના લગ્ન કોઈની પણ જોડે કરાવે, પરંતુ બધા લોકો એના જીવના દુશ્મન જ બની જશે. તો એવા સમયે આવી ગંભીર સમસ્યાનું સમાધાન શોધવા માટે એક દિવસ વૈશાલીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું.

અને એ સભામાં ઘણા પ્રયત્નો કર્યા તેમ છતાં પણ એ સમસ્યાનો કોઈ ઉકેલ જ મળ્યો નહિ અને પછી તો બધાની સહમતીથી આમ્રપાલીને વૈશાલીની વૈશ્યા તરીકે જાહેર કરી દેવામાં આવી. હવે ખાસ તો આમ્રપાલીને વૈશ્યા જાહેર કરવી એના સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહિ અને આ નિર્ણય વડે જ લોકોમાં આમ્રપાલી માટે ઉભી થયેલી દુશ્મનીને દુર કરી શકાય એવો જ વિકલ્પ હતો.

એવી જ ખરાબ ભાગ્યની સ્વામીની એવી અતિસુંદર છોકરી આમ્રપાલી, પોતાની ઈચ્છા ન હતી તો પણ વૈશ્યા બની ગઈ.  પછી તો પોતાની મજબુરીના લીધે તેણે ઘણા વર્ષો સુધી વૈશાલીના લોકોને મનોરંજન પણ પૂરું પાડયું અને પછી તેની ઉંમર વધી એટલે એ વૈશ્યાવૃત્તિથી કંટાળી ગઈ અને બધાનો ત્યાગ કરી લેવાનો નિર્ણય લીધો અને છેલ્લે તે એક બૌધ સાધ્વી બની ગઈ હતી.

આમ એક અતિસુંદર એવી છોકરીએ પોતાના જીવનમાં બધાનું મનોરંજન કર્યું અને છેલ્લે સાધ્વી બની ગઈ. તો આવી રીતે આમ્રપાલી પોતાની જ સુંદરતા માટે અભિશાપ બની ગઈ અને એ જ સુંદરતાના લીધે તેને વૈશ્યા બનવા માટે મજબુર પણ થઇ ગઈ.

એક સાવરણી તમને બનાવી શકે છે શ્રીમંત અથવા કંગાળ, જાણો સાવરણીની કેટલીક ખાસ વાતો

દોસ્તો જ્યોતિષશાસ્ત્ર એ એક એવું શાસ્ત્ર છે અને એમાં ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપણે એ વસ્તુને રોજિંદા જીવનમાં સાવ સામાન્ય વસ્તુ તરીકે જ વાપરતા હોઈએ છે. પણ વાસ્તવમાં એ વસ્તુ આપણા જીવનમાં ઘણું જ ખાસ મહત્વ ધરાવે છે અને એના પ્રભાવથી આપણા જીવનમાં ખાસ બદલાવ લાવી શકાય છે. એવી જ એક વસ્તુ છે સાવરણી આપણે એને ઝાડુ પણ કહીયે છીએ.

રોજિંદા ઘરના કાર્યોમાં સાવરણીનો ઉપયોગ લેવાય છે પણ આપણા જીવનમાં એનું આર્થિક દ્રષ્ટિ પણ ખાસ મહત્વ રહેલું છે. સાવરણી દેખાય છે સામાન્ય પણ એમાં આપણને શ્રીમંત તથા કંગાળ બનાવવાની પણ ક્ષમતા રહેલી છે. તો એટલે જ ઝાડુ સાથે સંકળાયેલી કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. એવું કરવાથી તમારા ઘરમાં રહેલી સમસ્યાઓનો અંત આવી જશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો પણ વાસ થાય છે. ચાલો એના વિષે ખાસ માહિતી આપી દઈએ.

૧. સૌથી પહેલા તો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જયારે પણ આપણા ઘરનું કોઈ વ્યક્તિ મહત્વના કામે બહાર જઈ રહ્યું હોય તો એના માર્ગમાં સાવરણી ના રાખવી જોઇએ કેમ કે જો એ સમયે સાવરણી રસ્તામાં આવે તો કોઈ બનતુ કામ પણ બગડે છે.

૨. બીજીએક વાત કે કોઈ દિવસ સુર્યાસ્ત થઇ જાય પછી ઘરમાં ઝાડુ મારવુ નહિ કેમ કે સુર્યાસ્ત થયા પછી ઘરમાં ઝાડુ મારવાથી ધનના દેવી લક્ષ્મીજી એ ઘરથી નારાજ થઇ જાય છે અને તમારે મોટા પાયે ધનહાનિ થાય એવી શક્યતા વધે છે માટે શક્ય હોય ત્યાં સુધી સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ લગાવવુ નહિ.

૩. આ સિવાય જયારે પણ તમારું સાફ-સફાઈનું કામ પૂરું થઇ જાય પછી કાયમ સાવરણી પર લાગેલો કચરો દૂર કરી દેવો અને એને કોઈ વ્યવસ્થિત જગ્યાએ રાખી દેવી. એના સિવાય કોઈ દિવસ સાવરણીને ઉભી રાખવી નહિ એનાથી ઘરમાં વાદ – વિવાદ વધી શકે છે.

૪. આ સિવાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ દિવસ ભૂલમાં પણ સાવરણી પર પગ મુકવો નહિ કેમ કે આપણે ત્યાં એવુ માન્યતા છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. તો જો આપણે સાવરણી પર પગ મુકીયે તો લક્ષ્મીજીનું અપમાન થયું સમાન કહેવાય.

જાણો સાવરણીના ઉપાયથી સુખ – સમૃધ્ધિ મેળવવાના નુસ્ખાઓ

જો તમારે જીવનમાં સુખ – સમૃધ્ધિ મેળવવી છે અને ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કે તો કોઈપણ દેવસ્થાને બ્રહ્મ મહુર્તમાં ત્રણ વખત સાવરણીઓનું ગુપ્ત દાન કરવું. જયારે પણ કોઈપણ દેવસ્થાને સાવરણીનું દાન કરો એની પહેલા શુભ મહુર્ત ચોક્કસથી જાણી લેવુ અને જે તે શુભ મહુર્તમાં જ સાવરણીનું દાન કરવું. જો એ દિવસે કોઈ શુભ સંયોગ કે તહેવાર આવી જાય તો એ દાનનું મહત્વ પપણ વધે છે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ પણ થાય છે.

આ સિવાય જો તમારે સાવરણીનું દાન કરવું છે તો એના એક દિવસ પહેલા જ સાવરણીની ખરીદી કરી લેવી જોઈએ. જો તમે કોઈ નવું મકાન ખરીદી રહ્યા છો અને એ ઘરમાં પહેલી વાર પ્રવેશ કરી રહ્યાં છો તો હંમેશા નવી સાવરણી પોતાની સાથે લઇ ને જ ઘરમાં પ્રવેશ કરીયે એને ખુબ જ શુભ ગણવામાં આવે છે. એનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃધ્ધિ પણ જળવાઇ રહે છે. જો આપણે શનિવારના દિવસે નવી સાવરણીનો પ્રયોગ કરીયે એને ઘણું જ શુભ મનાય છે.

શું તમને ખબર છે, ચીકુ ખાવાથી કયા કયા ફાયદા મળે છે ?

ચીકુનો સ્વાદ એદકમ સરસ મીઠો અને તે સ્વાદિષ્ટ ફળ છે. જો આપણે ચીકુ ખાઈએ છે તો એમાંથી આપણને ઘણા બધા પ્રકારના વિટામીન મળે છે. ચીકુમાંથી આપણને વિટામીન એ, વિટામીન બી, વિટામીન  સી અને વિટામીન ઈ મળે છે. એના સિવાય એમાંથી પ્રોટીન, ફોસ્ફરસ, ફાયબર અને આયરન પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. ચીકુ એ એક કુદરતી એન્ટીઓક્સીડેંટ ફળ છે. ચીકુમાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને એનાથી આપણા શરીરની ઘણી બધી જરૂરિયાત પણ પૂરી થાય છે. તો એટલે જ ચીકુનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. તો ચાલો ચીકુથી થતા અન્ય ફાયદાઓ વિષે જાણી લઈએ.

ચીકુથી આપણા હાડકા મજબુત થાય છે માટે હાડકા મજબુત થાય એના માટે ચીકુ ખુબ જ ઉપયોગી છે. આપણા હાડકા મજબૂત બને એના માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં મળવું જોઇએ. ચીકુ આ તત્વોથી ભરપુર હોય છે. મહિલાની ગર્ભાવસ્થા હોય ત્યારે ડોક્ટર કેટલાક ફળ અને શાકભાજી ખાવાની મનાઈ કરતા હોય છે પરંતુ ચીકુ એ એક એવું ફળ છે કે જેને ખાવાની કોઈ દિવસ ડોક્ટર મનાંઈ કરતા નથી. જો મહિલાઓ ચીકુ ખાય તો મહિલાઓને નબળાઈ લાગતી નથી.

શું તમને ખબર છે કે ચીકુ પથરીના ઈલાજ માટે પણ ખુબ જ ઉપયોગી છે ? જો ચીકુના બીજને પીસીને ખાવામાં આવે તો પથરી નીકળી જાય છે. તે શરીરમાં રહેલી કીડની સ્ટોનને ખતમ કરી દે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તો એમણે આ ઉપાય ચોક્કસથી અજમાવવો. ચીકુ આંખોની રોશની માટે પણ ઘણું જ ફાયદાકારક છે. ચીકુ વિટામીન ઈથી ભરપુર હોય છે માટે એનાથી આંખોને ઘણો જ ફાયદો કરે છે. તો બધાએ આંખોની રોશની વધે એના માટે ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ.

ચીકુ કેન્સરના ઈલાજ માટે પણ લાભકારી છે. ચીકુમાંથી આપણને વિટામીન ઈ અને બી પુષ્કળ પ્રમાણમાં મળે છે. અને એનાથી આપણા શરીરમાં કેન્સરની કોસીકાઓને વધતા અટકાવે છે એમાં એન્ટી ઓક્સીડેટ ફાયબર પણ મોજુદ હોય છે. જેનાથી આપણા શરીરમાં રહેલા બધા જ ઝેરી પદાર્થો પણ બહાર નીકળી જાય છે. તો માટે જ દરેકે ચીકુનું સેવન ભરપુર પ્રમાણમાં કરવું જ જોઈએ.

શું કારણ છે કે વ્રત અને ઉપવાસમાં સિંધાલૂણનો જ ઉપયોગ થાય છે ?

જો રસોઈમાં સૌથી વધુ કોઈ મહત્વની વસ્તુ હોય તો એ છે મીઠું. જો રસોઈમાં થોડું પણ મીઠું ઓછું કે વધુ પડી જાય તો એનો સ્વાદ સાવ બગડી જાય છે. આપણે મીઠાંનો કેટલો ઉપયોગ કરીયે છે એના પર જ આપણું સ્વાસ્થ્ય આધાર રાખે છે. આયુર્વેદ પ્રમાણે નમકથી પાચન ક્રિયા સારી રહે એમાં મદદ મળે છે.

એક ખાસ વાત જણાવીએ કે આયુર્વેદ પ્રમાણે નમકના 5 પ્રકાર હોય છે. પહેલું સમુદ્ર, રામોકા અથવા તો સાંભરા (આ ગુજરાત અને રાજસ્થાનની સાંભર ઝીલમાંથી નીકળે છે) ત્રીજુ વિદા (આ નમકમાં સાંભરા નમક અને આંબળા ચૂર્ણનું મિશ્રણ કરવામાં આવે ) ચોથુ સૌવર્ચલા લવણ અને પાંચમું સીંધા લુણ મીઠું.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે જો રોજ સીંધા લુણ ખાવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે કારણકે આ નમક એકદમ શુદ્ધ હોય છે અને આ મીઠામાં કોઈ જ કેમિકલ હોતા નથી અને એજ કારણ છે કે આપણે ત્યાં વ્રતમાં લોકો સીંધા લુણનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે વ્રત હોય ત્યારે થોડું હલ્કુ ફુલ્કુ હોય એવું ખાવાની સલાહ મળતી હોય છે કે જેનાથી આપણી પાચનક્રિયા સારી બને. એ જ કારણથી આપણે બીજા નમકના ઉપયોગની બદલે સીંધા લુણનો ઉપયોગ કરવો જોઈએ.

સીંધા લુણ આપણા શરીરને ઠંડક આપવાનું કાર્ય કરે છે આ મીઠામાં સોડિયમની માત્રા ઓછી અને પોટેશિયમની માત્રા વધુ હોય છે માટે એનાથી આપણું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

જાણો સીંધા નમકથી થતા અન્ય ફાયદાઓ

સીંધા નમક આંખો માટે ખુબજ સારૂ છે. તે આપણા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. આ મીઠામાં આયરન, ઝીંક, મેગ્નેશિયમ અને કોપરની માત્રા વધુ હોય છે, એનાથી મેટાબોલિઝમ વધારવામાં પણ મદદ મળે છે. સીંધા લુણનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ પણ મજબુત બને છે અને એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

આપણે જે ભોજન ગ્રહણ કરીયે એમાં જે પોષક તત્વો હોય જેમ કે ન્યૂટ્રિએંટ્સ અને મિનરલ આપણું શરીર ગ્રહણ કરી શકે એમાં શરીરને મદદ કરે છે. એનાથી આપણા શરીરમાં આખો દિવસ એનર્જી બની રહે છે. એમાં આટલા ગુણો હોય છે એટલે બધા ઉપવાસમાં પણ સીધા લુણનો ઉપયોગ કરતા હોય છે.

 

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

The post શું કારણ છે કે વ્રત અને ઉપવાસમાં સિંધાલૂણનો જ ઉપયોગ થાય છે ? appeared first on Gujju Panchat | ગુજ્જુ પંચાત.

હનુમાનજી ની પૂજા ના સમયે એમને જરૂર અર્પણ કરો આ 3 વસ્તુઓ

માત્ર આ વસ્તુઓ હનુમાનજી ના ચરણ માં રાખી પૂરી થઇ જાય છે દરેક ઈચ્છા

બજરંગ બલી ની પૂજા કરવા માટે સૌથી યોગ્ય દિવસ મંગળવાર નો માનવા માં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આખરે કેમ આ દિવસે હનુમાનજી ની પૂજા કરવા નો ઉત્તમ માનવા માં આવ્યું છે? વાસ્તવ માં આપણા પૌરાણિક માન્યતાઓ ના પ્રમાણે હનુમાનજી નો જન્મ મંગળવાર ના દિવસે થયો હતો અને મંગળ ગ્રહ પણ આના થી જોડાયેલો છે. એટલા માટે હનુમાનજી ની પૂજા માટે આ દિવસ યોગ્ય માનવા માં આવે છે.

પૂજા કરવા થી મળે છે ઘણો લાભ

હનુમાનજી માટે વ્રત રાખવા થી અને એમનો પાઠ કરવા થી માણસ ની અંદર આત્મવિશ્વાસ વધી જાય છે અને એની દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે. હનુમાનજી ની આરાધના દર મંગળવારે કરવા થી જીવન માં ક્યારેય પરાજય નો સામનો નથી કરવો પડતો. પૂજા કરતી વખતે જ્યારે બજરંગબલી ને નીચે બતાવવા માં આવેલી ત્રણ વસ્તુઓ ચઢાવવા માં આવે તો પૂજા એકદમ સફળ થઇ જાય છે.

આ ત્રણ વસ્તુઓ જરૂર કરો હનુમાનજી ને અર્પિત –

ધ્વજ ચઢાવો

ધ્વજ ચઢાવવા થી હનુમાનજી તમારી રક્ષા કરે છે અને તમારા ઉપર કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી નથી આવવા દેતા. એવું કહેવા માં આવે છે કે મહાભારત યુદ્ધ ના સમયે અર્જુન ની સેના ના બધા રથ પર કેસરી ધ્વજ લાગેલો હતો અને આ ધ્વજ હનુમાન થી જોડાયેલો હતો. રથ ના ધ્વજ એ પાંડવો ની રક્ષા યુદ્ધ ના સમયે કરી હતી. એટલા માટે જો તમે કોઈ પરીક્ષા આપવા અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા મંગળવાર ના દિવસે મંદિર જઈ ને કેસરિયા ત્રીકોણી ધ્વજ ભગવાન ને ચઢાવો.

પૂજા ના સમયે જરૂર ચઢાવો તુલસી

ભગવાન વિષ્ણુ ના અવતાર શ્રી રામ ની પૂજા કરવા ના સમયે તુલસી નો ઉપયોગ કરવા માં આવે છે. રામ ભગવાન ની જેમ એમના ભક્ત હનુમાનજી ને પણ તુલસી ચઢાવવા માં આવે છે દરેક ઈચ્છા પૂરી કરી દે છે. એટલા માટે તમે જ્યારે પણ મંગળવાર ના દિવસે હનુમાન મંદિર માં જાઓ છો તો એમની પાસે તુલસી ની સાથે તુલસી ના કેટલાક પાન પણ મુકો. તુલસી નો ઉપયોગ પૂજા ના સમયે કરવા થી ભગવાન ખુશ થઈ જાય છે.

સિંદૂર ચઢાવો

રામાયણ પ્રમાણે એકવાર માતા સીતા પોતાની માંગ માં સિંદુર લગાવી રહી હતી અને માતા સીતા ને આવું કરતા જોઇ ને હનુમાનજી એમના થી સિંદૂર લગાવવા નું કારણ પૂછ્યું. હનુમાન ને ત્યારે માતા સીતા એ બતાવ્યું કે સિંદૂર લગાવવા થી શ્રીરામ હંમેશા એમની સાથે રહેશે. એટલા માટે દરરોજ પોતાની માંગ માં સિંદૂર લગાવે છે. માતા સીતા ની આ વાત સાંભળી હનુમાનજી તરત જઈને પોતાના શરીર માં સિંદુર લગાવી દીધું જેથી શ્રીરામ હંમેશા એમની સાથે રહે. આ કારણ કે જ્યારે પણ તમે મંદિર માં જાવ છો તો તમને હનુમાનજી ની મૂર્તિ માં સિંદૂર લાગેલું જોવા મળે છે. સિંદૂર હનુમાનજી ને ઘણો પ્રિય છે અને આ કારણ થી ભક્ત લોકો હનુમાનજી ને સિંદૂર ચઢાવે છે. તમે પણ હનુમાન મંદિર માં જાઓ તો એમને સિંદૂર જરૂર ચઢાવો. સિંદૂર ના સિવાય ચમેલી નું તેલ પણ હનુમાનજી ને ચઢાવવા માં આવે છે. એવું કહેવા માં આવે છે કે આ તેલ ચઢાવવા થી શરીર ના કોઈ પણ પ્રકાર ના રોગ નથી લાગતા અને તમારી રક્ષા હનુમાનજી ઘણી બધી બીમારી થી કરે છે.

તમે જ્યારે પણ હનુમાનજી ની પૂજા કરો તો શ્રીરામ ભગવાન નું નામ જરૂર લો. કારણકે માત્ર ભગવાન રામ નું નામ પૂજા ના સમય લેવા થી હનુમાનજી પ્રસન્ન થઇ જાય છે અને ભક્તો ની દરેક મનોકામના પૂરી કરી દે છે.

પશુપ્રેમી હશો તો આ લેખ વાંચીને તમારી આંખ માંથી આવી જશે આંસુ, બળદે જણાવી તેની કહાની આપવીતી

દોસ્તો આજે આપણે આ લેખમાં એક બળદની વાત કરવાના છે અને આ વાંચ્યા પછી ચોક્કસથી તમે એની લાગણીને સમજી શકશો.ચાલો જોઈએ કેમ છે આ લેખ એકદમ ખાસ.

એક રેઢિયાળ બળદને આજે રસ્તામાં તેનો જુનો ખેડુત માલિક મળી જાય છે. જેવો એ બળદ પોતાના માલિકને જોવે છે એટલે બળદની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. બળદ ધીમે ધીમે હિંમત કરીને ડગ મગ ડગલે તેના જુના ખેડૂત માલિક પાસે જાય છે, અને એકદમ દબાતા અવાજે તેને પૂછે છે કે કેમ છે ભાઈબંધ? ઘરે બધા કેમ છે? છોકરા શું કરે છે , જયારે આ વાત ખેડૂતે બળદની સાંભળી તો તે જરા મુંજાઈ જાય છે અને થોડું તોતડાયને તે કહે છે કે બ..બ..ધા મજામાં છે..તે માંડ આટલું જ બોલી શકે છે.

બળદ આ સાંભળી કહે છે કે હે મારા પ્રિય મિત્ર, તું જરા પણ મુંઝાતો નહિ, આવું તો બસ ચાલ્યા રાખે.. જેવા મારા નસીબ… પરંતુ હું તને એક વાત કહેવા ઇચ્છુ છું કે જે દિવસે તું મને દોરીને આ સાવ અજાણી અને અંતરીયાળ જગ્યાએ મૂકીને જતો રહ્યો હતો ત્યારે જ મારે તને કહેવાની ઈચ્છા હતી પરંતુ મને એ વિચાર આવ્યો કે તે સાંજે મેં તારો ચારો ખાધો હતો અને હજી એ ચારો મારા દાંતમાં અટવાયેલો હતો, અને બીજી ખાસ વાત એ કે ત્યારે તું મારો માલીક હતો માટે જ ત્યારે મેં તને કાંઈ કીધું નહિ. પરંતુ આજે તું મારો માલિક નથી રહ્યો , હવે તો તું માત્ર મારો મિત્ર જ છે, તેથી જ આજે મારી ઈચ્છા તારી સાથે કેટલીક વાતો કરવાની છે.

દોસ્ત તે દિવસે સાંજે જયારે તારા ઘરે એ વાત થતી હતી, કે હવે આ બળદને ક્યાંક મોકળો મૂકી આવવો છે. જયારે મેં આ વાત સાંભળી એટલે મને તો તે રાત્રે નીંદર જ આવી નહિ. જ્યારે મેં જાણ્યું તો મને ઘણું જ દુઃખ થયું કે હવે આ આંગણામાં મારી આ છેલ્લી રાત હશે. મારા અન્નજળ આ ઘરમાં હવે પુરા થઈ ગયા છે. હું તો ફક્ત હવે સવાર થવાની જ રાહ જોતો હતો , અને જેવી સવાર થઇ એટલે વહેલી સવારે તો તું મને દોરડે બાંધીને હાલવા લાગ્યો , અને તે સમયે મને એક એક ડગલું ભવના ફેરા સમાન લાગી રહયું હતું.

અરે…દોસ્ત આપણો નાતો તો 15 ધર(ખેડ) નો હતો, કેમ અચાનક તને એ વાત ભુલાઈ ગઈ ? આ સાંભળીને ખેડુત કહે છે કે ,એવું નથી પણ દુકાળ છે અને ચારાની તંગી થઇ રહી છે તેથી મિત્ર મારે આવું અઘરું પગલું લેવું પડ્યું. તો બળદે કહે છે કે, અરે મારા દોસ્ત ચારાની તંગી છે? કે પછી હું હવે હું તારા કામનો રહ્યો નથી ? ભલા ભેરૂડા તે જે તારે ઘરે ભગરી ભેંસો બાંધેલી છે, એની ઓગઠ(એંઠવાડ) ખાઈને અને પાણી પીને પણ હું મારા દિવસો પસાર કરી દેત.

એ બધું છોડ પણ શું તને એ યાદ છે કે, જયારે તારે નળીયા વાળા મકાન હતા અને તારી પરિસ્થિતિ બહુ સારી હતી નહિ, અને મને ત્યારે તારી એવી હાલત જોઈને એવું થાતું કે જો હું ખેતીમાં થોડી વધારે મહેનત કરૂ, અને મારા માલીકને સારી ઉપજ અને વધુ વળતર પ્રાપ્ત થાય. દોસ્ત મેં તને પગભર કરવા માટે ખુબ જ સખ્ત મહેનત કરી, તારા ખેતરડા ખેડયા, પૃથ્વીના પેટાળ પલટાવી દીધા. મેં તને સારું થાય એના માટે તો દિવસ રાત એક કરી નાખ્યા હતા, અને કાળીયા ઠાકરની કૃપાથી અને આપણી મહેનતથી તારે સારા એવા મોટા મકાન બની ગયા, મોટરસાઇકલ અને કાર પણ આંગણે આવી ગઈ અને બધું જ ખુબ જ સારુ થવા માંડ્યું. મને તારા પરિવાર અને બાળકોને સુખી જોઈને ખુબ જ આનંદ થતો હતો પણ જે દિવસે તારા ઘેર એક મીની ટ્રેકટર આવ્યું, બસ એ જ દિવસે મને મનમાં ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે.

આજે હું એકદમ સાચી વાત કહીશ કે હું ઘણો જ દુઃખી છું. પેટ ભરવા માટે ક્યાંક સિમ કે શેઢે જો મોં નાખું તો માણસો પરાણાં (લાકડી) લઈને મારી પાછળ ભાગે છે, અને સીધું જ મારી પીઠ ઉપર ફટકારવા લાગે છે.અને કેટલાક તો વળી છુટા પથ્થર પણ ફેંકે છે. હવે હું આવી રીતે ઠોકરો ખાઈ ખાઈને ખુબ જ થાકી ગયો છું. હવે મને આ જતું જીવન ઘણું જ અઘરું લાગી રહયું છે. તું જાણે છે કે હું ક્યાં હવે વધારે જીવવાનો હતો, આ મારી કાયા હવે ઘડપણે ઘેરાઈ ગઈ છે , અને હવે મારી ઈચ્છા પણ વધુ જીવવાની નથી.

જેવા મારા ભાગ્ય એવું મારુ જીવન હશે હવે. પરંતુ દોસ્ત હવે શું તું મારુ એક છેલ્લું કામ કરીશ? તારા ફળિયામાં જે મને બાંધવાનો ખીલ્લો તે રાખ્યો છે તે ખીલ્લાને તું કાઢી નાખજે કારણ કે જો ક્યારેક પણ જો તું મારા વાળા એ ખીલ્લે ભેંસોને બાંધીને લીલા ચારાના અને ખોળ કપાસીયાના બત્રીસ ભાતના ભોજન ખવડાવીશ તો ત્યારે મારા આત્માને સહેજ પણ શાંતિ મળશે નહિ.

બીજી મહત્વની વાત એ કે તારા છોકરાંઓને મારી જોડે મજાક મસ્તી કરવાની અને મને ટીંગાઈને વળગીને રમવાની ઘણી ટેવ હતી.માટે તું તારા છોકરાંવને ખાસ મારા તરફથી કહેજે કે ભેંસ જોડે આવા અખતરા કરે નહિ કારણ કે મારી “માં અને ભેંસની માં” ના સંસ્કારોમાં ઘણો જ ફેર હોય છે. ક્યાંક એ તારા છોકરાને વગાડી જ દે તું એ વાતનું ખાસ ધ્યાન રાખજે અને ઘેર જઈને બધા ને મારી ખુબ જ યાદી આપજે અને તારા છોકરાંવ અને ઘરડી માંનું પણ ખુબ જ ધ્યાન રાખજે, અને એવું કહેજે કે આપણો ઇ પેલો બળદ મને મળ્યો હતો, અને તે આજે ઘણો જ ખુશ અને એકદમ મજામાં દેખાતો હતો.

મને એ વાત કહેતા પણ ઘણું જ દુઃખ થાય છે કે આ “રેઢિયાળ” નું બિરુદ સાથે લઈને મરવું મારા માટે ખુબ જ અઘરું છે. દોસ્ત તે મને ફક્ત તારે આંગણે મરવા દીધો હોત ને તો પણ મને જરાય અફસોસ થાત નહિ. તેથી હવે મને અતરિયાળનું મારૂ મરણ, મારા વ્હાલા મને ખુબ જ વશમું લાગશે. આમ કહીને તો બળદની આંખમાંથી ચોધારા આંસુડા વહેવા માંડ્યા હતા. તું હવે શું મારુ છેલ્લુ કામ કરીશ ? કે મારા મોઢામાં તે આ મોરડો પહેરાવ્યો છે ને એ તું મને કાઢી આપ કારણકે દોસ્ત તે જે તારો આ મોરડો પહેરાવ્યો છે તે મને મારા મારવાના સમયે ખુબ જ મુંઝવશે.

હું આ ખેડુત અને બળદની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો.ત્યારે મેં બળદને એવું કહ્યું કે અહિયાંથી 5 કિમી દુર મારા ગામમાં એક ગૌશાળા આવેલી છે.હવે હું ત્યાં ધીમે ધીમે પહોંચી જાઉં તો ત્યાં મને ચારા-પાણીની સગવડ મળી જાય. તો બળદે ખેડૂત સામે ત્રાંસી આંખે જોયું અને પછી કહેવા લાગ્યો કે ખોટી ચિંતા કરી નહિ કેમ કે હવે મારો મલક ભર્યો છે, અને હવે માત્ર હું છું ને મારી જીંદગી છે. આટલું કહીને બળદ તેના ખેડુત માલીક સામે છેલ્લી નજરે જોવે છે અને જીવ્યા મુવાના જાજાથી જુહાર એવું કહીને પોતાના જુનાં સંભારણા યાદ કરે છે ને ધીમે ધીમે ડગ મગ ડગલે હાલી નીકળે છે.

ખાસ વાત

જયારે મેં આજે રોડ ઉપર આ બળદોને જોયા તો મને એવું બસ લખવાનું મન થઇ ગયું અને જેનું ખેડેલું આપણે ખાધું એના ગુણને જે ભૂલી જાય એની આત્માને પણ ભગવાન ઘણી જ શાંતિ આપે એવી મારી પ્રાર્થના.

આ છોડના પાંદડાથી દુર થશે વાંઝીયાપણું, મોંઘા ઈલાજ કર્યા વિના ઘરમાં સંભાળશે બાળકની કિલકારીઓ

દોસ્તો કોઈ પણ કપલના લગ્ન થાય પછી તેમની ઈચ્છા એવું હોય છે કે તેમના ત્યાં સંતાનનો જન્મ થાય પરંતુ દરેક વ્યક્તિના નસીબમાં આ સુખ કદાચ હોતું નથી કેમ કે એવા ઘણા બધા કારણો હોય છે કે જેના લીધે એક દંપતી માતા પિતા બની શકતા નથી. પણ હવે આપણને આન સમસ્યાનો એક ઉપાય મળી ગયો છે. એક એવો છોડ કે જે આ સમસ્યા નિવારવા માટે ખુબ જ મદદ આપે છે. તો આજે આપણે આ છોડ વિષે જાણશું. એ છોડનું નામ છે ‘સત્યાનાશી’. આ છોડ ખુબ જ ગુણકારી હોય છે કે કોઈને ભલે ગમે તેટલો જૂનો ઘા હોય કે ધાધર, ખસ, ખરજવું હોય તો તે તકલીફને ચપટીમાં મટાડી દે છે. અને તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વાંઝિયાપણું દૂર થાય છે.

જાણીયે ક્યાં મળશે આ છોડ?

સામાન્ય રીતે આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળતો હોય છે. આ છોડ ખાસ તો સૂકા વિસ્તારમાં જ વધુ જોવા મળે છે. આ છોડ તમે ખેતર, ખળું, નદી, નાળા જેવી દરેક જગ્યાએ મેળવી શકશો. આ છોડ બે પ્રકારના ફૂલોવાળા હોય છે. એક જાતમાં પીળા ફૂલ હોય છે અને બીજી જાતમાં સફેદ ફૂલ હોય છે. આ બંને પ્રકારના છોડ ઔષધીની જેમ કામ કરે છે. આના પાંદડા કાંટા વાળા હોય છે અને તેને તોડીએ એટલે તેમાંથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.

ચાલો તો જાણીએ સત્યાનાશીના ઔષધીય ગુણ વિષે અને કઈ રીતે કરી શકાય તેનો ઉપયોગ

આ છોડમાં પુષ્કળ માત્રામાં ઔષધીય ગુણો હોય છે, પરંતુ આજે અમે તમને આ છોડના મુખ્ય ઘરગથ્થુ ઉપચાર વિષે આ લેખ માહિતી આપશું.

નિસંતાનતા અને વાંઝિયાપણું

આપણે સૌ જાણીયે છે કે આ એક એવી સમસ્યા છે કે જેનાથી માણસ ભાંગી જતો હોય છે. ભલે માણસ પાસે દુનિયાની તમામ વસ્તુ હોય છતાં પણ જયારે તેને સંતાન ના થાય તો તે વ્યક્તિ ઘણી જ દુઃખી થઇ જતી હોય છે. જો નિસંતાનતાનું કોઈ મુખ્ય કારણ હોય તો તે બીજમાં શુક્રાણુઓની ઉણપ હોવી એ હોઈ શકે છે.

તો જો કોઈ વ્યક્તિ આ તકલીફથી હેરાન થાય તો તે આ ઉપાય કરી શકે છે. એના માટે સત્યાનાશીના છોડના મૂળની છાલને છાંયામાં સુકાવીને તેનો પાવડર બનાવી લેવાનો છે. પછી તેને સવારે ખાલી પેટે એક થી બે ગ્રામ દૂધ સાથે લેવાનું છે. પછી જો નિયમિતરીતે એનું સેવન કરવામાં આવે તો નિસંતાનતા અને ધાતુ રોગની સમસ્યા 14 દિવસમાં મૂળમાંથી દૂર થઈ જાય છે.

જો કોઈ વ્યક્તિની ઉંમર વધુ હોય તો તેણે આ પ્રયોગ વધુ દિવસ માટે કરવો પડે છે. જો તમે તેના મૂળિયાને ધોઈને તેનો પાવડર બનાવી લો અને પછી તેનો પ્રયોગ સવારે સાકર સાથે લઈને કરવામાં આવે તો પણ નિસંતાનતા દૂર થઇ જાય છે અને તેને સંતાનની પ્રાપ્તિ થાય છે. આ એકદમ રામબાણ ઔષધિ છે.

જો નપુંસકતા હોય તો એના માટે પણ સત્યાનાશીના મૂળિયાને વાટીને એક સત્યનાશીના મૂળનો પાવડર અને તેટલીજ માત્રામાં વડનું દૂધને મેળવી ચણાના આકારની ગોળીઓ બનાવી લેવાની છે અને પછી જો આ ગોળીઓને નિયમિત 14 દિવસ સુધી સવાર-સાંજ પાણીની સાથે લેવામાં આવે તો નપુંસકતા રોગ પણ દૂર થાય છે આ એકદમ રામબાણ ઉપાય તરીકે કાર્ય કરે છે.

અસ્થમા

જો કોઈને અસ્થમાની સમસ્યા છે તો તેના માટે તેણે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાનું હોય છે અને એમ કરવાથી અસ્થમા નાબૂદ થઇ જાય છે.

આ જગંલમાં છુપાયા છે ઘણા રહસ્ય, નથી જોવા મળતા જંગલમાં એક પણ પશુ-પક્ષી

જાપાનમાં એક જંગલ આવેલું છે જેનું નામ છે એકિગહારા જંગલ અને આ જંગલ છે ઘણું જ સુંદર છે પણ સાથે જ તે જીવલેણ પણ છે. આ જગ્યાએ ઘણા લોકો આવીને લોકો આત્મહત્યા કરે છે. તેથી આ જંગલને સુસાઇડ ફોરેસ્ટ એટલે કે આત્મહત્યાના જંગલના નામે પણ ઓળખવામાં આવે છે. આ જંગલ આવેલું છે જાપાનના ફૂજી પર્વતની તરાઇમાં અને તે 30 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં વિસ્તરેલું છે. તો ચાલો આજે જોઈએ આ જંગલ વિશેની કેટલીક એવી વાતો કે જે કદાચ તમે જાણતા હશો નહિ

અહીંયા ફૂજી પર્વતની તરાઇમાં આવેલા એરિગહરા જંગલમાં ઝાડની જાળ છે. આ જંગલ એકદમ ગાઢ છે અને તેની જમીન પથરાળી છે. અહીંયા માટીનું પ્રમાણ વધારે અને એકદમ કડક છે અને ત્યાં ખોદકામ પણ ના કરી શકાય. આ જંગલમાં એટલા બધા ઝાડ છે કે ત્યાં સૂરજના કિરણો પણ પહોંચી શકતા નથી. અહીંયાની માટીમાં લોખંડના અવસાદ છે તેથી જીપીએસ અને સેલ ફોન પણ કામ કરી શકતા નથી. તેથી ત્યાં જઈને ખોવાઈ જઇયે તો એમાં કોઈ નવાઈ નહિ.

જંગલ એકદમ ગાઢ છે અને તેથી અહીંયા જાનવરોને કઈ ખાવા પીવા માટે પણ મળતું નથી. તેથી કે આ જંગલમાં કોઈ જાનવર જંગલમાં જોવા મળતું નથી. આ જંગલ આટલું ગાઢ છે તેથી કોઈ પક્ષીઓ પણ અહીંયા દેખાતા નથી. આ જંગલ ઝાડ અને બરફની ગુફાઓ માટે પ્રસિદ્ધ છે અને એકિગહારા જંગલ આત્મહત્યા માટે ખુબ જ બદનામ છે. આ જગ્યા માટે એવું અનુમાન થાય છે કે દુનિયામાં આ જંગલને બીજુ સ્થાન મળેલું છે કે જ્યાં આત્મહત્યાના સૌથી વધારે કેસ સામે આવે છે. જો પહેલો નંબર હોય તો તે ગોલ્ડન ગેટ બ્રિજ. અને એવું માનવામાં આવે છે કે દર વર્ષે આશરે 100 લોકો આ જંગલમાં આત્મહત્યા કરે છે.

જાપાનની લોકકથાઓમાં એવું કહેવાયું છે કે આ જંગલમાં ભૂત-પ્રેતનો પડછાયો પણ છે. અને જાપાનમાં ભૂત-પ્રેતને યુરેના નામે ઓળખવામાં આવે છે. કથાઓ મુજબ જો જોઈએ તો, એ ભૂત પીળી મહિલાઓના રૂપે દેખાય છે. અને તે મહિલાએ સફેદ ગાઉન પહેરેલું હોય છે અને તેના વાળ એકદમ લાંબા અને કાળા હોય છે. તેથી એવું માનવામાં આવે છે કે આત્મહત્યા કરનારા લોકોની આત્મા તેમના પૂર્વજોની આત્માની સાથે રહી શકતી નથી. અને આ બધી જ આત્માઓ આ જંગલમાં ભેગી થઇ જાય છે.

જાપાનમાં આ વાત માટે એક દંતકથા ઘણી જ પ્રચલિત છે. અને તેના પ્રમાણે જ્યારે દુષ્કાળનો સમય હતો અને ભોજનની પણ તકલીફ હતી ત્યારે લોકોને તેમના પરિવાર દ્વારા આ જંગલમાં મૂકી દેવાતા હતા. અહીંયા ખાસ કરીને મરવા માટે મહિલાઓને છોડી દેવાતી. અને ઘણા દિવસો ખાવાનું ના મળતા તેનું મૃત્યુ થઇ જતું. અને એવી કહેવાય કે કે પછીથી તેમની આત્મા ઝાડ પર રહેતી હોય અને આવા ગાઢ જંગલમાં આમતેમ ભટકતી હોય.

પરંતુ એકિગહાર જંગલમાં લોકો દશકોથી આત્મહત્યા કરી રહ્યા છે. પણ તેના વિષે માહિતી વર્ષ 1950માં પ્રાપ્ત થઇ હતી. 1960માં સીચો માત્સુમોતો નામના લેખકે કુરોઇ કાઇઝુ (બ્લેક સી ઓફ ટ્રીજ) નામથી એક નવલકથા લખી હતી. અને આ નવલકથાના અંતમાં જંગલમાં બે પ્રેમીઓ આત્મહત્યા કરે છે. અને ત્યારબાદથી આ જંગલમા આત્મહત્યાને લઇને ઘણી ચર્ચાઓ થવા લાગી.

જો તમે પણ હોવ અથાણું ખાવાના શોખીન તો થઇ જજો સાવધાન, થઇ શકે છે ગંભીર નુકસાન

કેટલાક લોકો એવા હોય છે કે જેમને નિયમિત રીતે ભોજન કરતા સમયે અથાણું ખાવું ગમતું હોય છે. શુ તમને પણ ચટપટુ એવું અથાણું ખાવું ખુબ જ ગમે છે? અને શું તમે નિયમિત રીતે ખાવામાં અથાણું ખાઓ છો તો જરૂરથી ચેતી જજો કેમ કે નિયમિત રીતે અથાણું ખાવાથી આપણા શરીરને ઘણા બધા નુકસાન થઇ શકે છે.

– જો રોજ અથાણું ખાવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ નુકસાનકારક હોય શકે છે. અને જો વધુ માત્રામાં અથાણું ખાવામાં આવે તો ગેસ્ટ્રિક કેન્સર થવાનો ખતરો વધી જતો હોય છે.

– અથાણું બનાવવા માટે મીઠાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરાતો હોય છે અને માટે અથાણું બ્લડપ્રેશરના દર્દીઓ માટે યોગ્ય હોતું નથી.

– જે અથાણું બજારમાં મળતું હોય છે તે અથાણામાં પોષક તત્વ નાશ થઇ જતા હોય છે અને માટે જ તે ખાવાથી આપણને વધારે નુક્સાન થતું હોય છે.

– આ સિવાય પણ જો રોજ અથાણું ખાવામાં આવે તો ઘણા બીજા પણ નુકસાન થઇ શકે છે.

– જો નિયમિત વધુ માત્રામાં અથાણું ખાવામાં આવે તો આપણા શરીરમાં સોજા પણ આવી શકે છે.

– અથાણું બનાવવા માટે વધુ પ્રમાણમાં મીઠું નાખવામાં આવે છે. અને તેમાં સોડિયમ પણ રહેલું છે. માટે તેનાથી આપણા શરીરમાં સોજા આવી શકે છે.

– જો રોજ અથાણું ખાવામાં આવે તો આપણા પાચનતંત્ર પર તેની ખરાબ અસર પણ થઇ શકે છે.

– અથાણું બનાવવા માટે વધુ તેલનો વપરાશ થાય છે. અને તેના કારણે આપણા શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર વધે છે અને પેટ સાથે સંકળાયેલી પણ કેટલીક સમસ્યા થાય છે.

– આપણે અથાણાને લાંબો સમય સાચવી રાખવા માટે અથાણામાં પુષ્કળ પ્રમાણમાં તેલ ઉમેરતા હોય છે અને આ તેલથી કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે.

– જો આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધે તો હૃદય સાથે જોડાયેલી કેટલીક બીમારીઓનો ખતરો પણ વધતો હોય છે અને તે લીવર માટે ખુબ જ ખતરનાક હોઈ શકે છે.