સાપ્તાહિક રાશિફળઃ 11 થી 17 માર્ચ 2019 નું અઠવાડિયું 4 રાશિને ફળવાનું છે

મેષ

સપ્તાહની શુરૂઆતમાં સ્‍વભાવમાં ઉગ્રતા અને જિદ્દી૫ણા ૫ર સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે. પહેલા બે દિવસમાં તમે ઉગ્રતા સાથે વધુ લાગણીશીલ રહેશો જેથી બીજા સાથે તમારું વર્તમાન આત્યાંતિક હોઈ શકે છે. આપના આખાબોલા સ્વભાવ કે કટાક્ષ વૃત્તિના કારણે કોઈના દિલને ઠેસ પહોંચી શકે છે. શારીરિક, માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. દેશાવર કાર્યો અથવા જન્મભૂમિથી દૂરના અંતરના પ્રોફેશનલ કાર્યોમાં વધુ ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળી શકે છે અથવા વિલંબ થઈ શકે છે. પાચન લગતી બીમારીઓ, ડાયાબિટિસ, લીવરને લગતી સમસ્યાથી ૫રેશાન થવાય. લાંબી મુસાફરીમાં અવરોધ ઉભા થવાની શક્યતા છે. બની શકે તો પ્રવાસ યાત્રા ટાળવો. સપ્તાહના અંતિમ ચરણમાં કાર્યબોજના કારણે આ૫ તન અને મનથી થાક મહેસૂસ કરો. નવું રોકાણ અથવા પ્રોફેશનલ મોરચે વિસ્તરણનું આયોજન છેલ્લા ચરણમાં ટાળવું અન્યથા તમે ભ્રામક વાતોમાં આવીને ખોટો નિર્ણય લો તેવું બની શકે છે. કોઇ ધાર્મિક કે પુણ્યનું કાર્ય કે પરમાર્થની કામગીરીમાં તરફ આપને રસ વધશે. કામકાજના સ્થળે વિજાતીય આકર્ષણ અનુભવશો તેમજ કોઈના પ્રેમમાં પડો તેવી પણ શક્યતા છે. જીવનસાથી સાથે નિકટતા માણી શકશો પરંતુ પોતાના ગુસ્સાને અંકુશમાં રાખવો પડશે. સામાજિક અને જાહેરક્ષેત્રે આ૫ની ખ્યાતિ વધશે.

વૃષભ

શારીરિક અને માનસિક બેચેની સાથે સપ્તાહનો પ્રારંભ થશે. આર્થિક ચિંતાઓનું ભારણ આપની માનસિક સ્‍વચ્‍છતા છીનવી લેશે. ઘરનું વાતાવરણ પણ ડહોળાયેલું રહેશે અને કુટુંબના સભ્‍યો સાથે મનદુ:ખ થવાના પ્રસંગ બને. ખર્ચની બાબતમાં પણ ચિંતિત રહેશો. મહેનત પ્રમાણે સફળતા ઓછી મળે તો નિરાશા થવાના બદલે તેની પાછળનું કારણ શોધવું. વાહનો, વીજ ઉપકરણો, સ્થાવર મિલકતોમાં કોઈને કોઈ ખર્ચ આવી શકે છે. સપ્તાહના મધ્યમાં આ૫ની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓ ખીલી ઉઠશે. વૈચારિક સ્થિરતા રહેવાથી આપ ચીવટપૂર્વક કામ કરી શકો. આપ જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી શકશો. આ૫ આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ કરશો. જોકે બિનજરૂરી ખર્ચા ટાળવા. પરિવારના સભ્‍યો સાથે આનંદથી સમય ૫સાર કરો. આ૫નો આત્‍મવિશ્વાસ વધશે. વિવાહિતોને જીવનસાથીનો ઉત્તમ સંગાથ મળે પરંતુ છેલ્લા ચરણમાં ખાસ કરીને આર્થિક વ્યવહારોમાં તમે થોડી મુશ્કેલીમાં આવી શકો છો. શક્ય હોય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ સાથે કરેલા આર્થિક વ્યવહારોમાની લેખિત નોંધ રાખવાની સલાહ છે. જુના રોગો માથુ ઉંચકે અને યોગ્ય નિદાનના અભાવે તેની સારવારમાં વિલંબ થાય તેવી શક્યતા છે. વાદવિવાદ કે ચર્ચા દરમ્‍યાન આપનું વલણ જક્કી રહેવાથી ઘર્ષણ થવાનો સંભવ છે.

મિથુન

સપ્તાહની શરૂઆતમાં સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો છે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. રમણીય સ્‍થળે ૫ર્યટનનું આયોજન થાય. અવિવાહિત જાતકોને જીવનસાથીની શોધ માટે ઘણો અનુકૂળ સમય છે. વિદેશમાં વેપાર કરતા કે વિદેશી કંપનીમાં નોકરી કરતા જાતકોને વધારાના ઓર્ડર કે ઈન્સેન્ટીવ રૂપે વધારાની આવક થશે. સપ્તાહના મધ્યમાં સમય થોડો કષ્‍ટદાયક હોવાથી વાણી અને વર્તનમાં સાવધાની રાખવી. આ૫ના બોલવાથી કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તેનો ખ્‍યાલ રાખવો. આપનું સ્‍વાસ્‍થ્‍ય બગડશે. આવક કરતાં જાવકનું ૫લ્‍લું ભારે રહે. માનસિક ચિંતા અને વ્‍યગ્રતા રહે. વધુ પડતા વિચારો કરવાથી માનસિક દર્દ,માનસિક થાક, વ્યગ્રતા, અનિદ્રા થવાની શક્યતા રહે. વાહન ચલાવવામાં સંભાળવું. સપ્તાહના અંતે આર્થિક દૃષ્ટિ સ્થિતિમાં તબક્કાવાર સુધારો આવશે. તમે પોતાની જાત માટે ખર્ચ કરો તેવી પણ શક્યતા છે. અત્યારે સંબંધોમાં તમારે એકબીજા પર વધુ વિશ્વાસ રાખવો પડશે અને સામેની વ્યક્તિનો વિશ્વાસ પણ જીતવો પડશે. સ્‍વાદિષ્‍ટ ભોજન મળી શકે છે. વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. શરૂઆતના સમયમાં તમે વધુ ધ્યાન આપો પરંતુ બાદમાં કોઈને કોઈ તકલીફ રહી શકે છે.

કર્ક

કર્ક રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહની શરૂઆત ઉત્સાહપૂર્વક વાતાવરણથી થાય. કાર્યોની શરૂઆતમાં સાહસ તમને યોગ્ય સફળતા ના અપાવે પણ પાછળથી તમારૂ સાહસ તમને મોટી સફળતા અપાવે. તમારી સાહસ લેવાની વૃત્તિમાં વધારો કરાવે. ભાગ્યનો સાથ-સહકાર મળે. વડિલોના આશીર્વાદ તેમજ માતા-પિતાનો પૂર્ણ સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. તમારી ઉપાસનામાં તમારો પથ પ્રગતિના પંથે જઈ રહ્યો છે. તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટો હોદ્દો મળવાની પૂરેપુરી સંભાવના જણાય છે. આ સપ્તાહ દરમ્યાન તમારા કુટુંબમાં કથા-વાર્તા કે કોઈ નાના હવન-યજ્ઞનું આયોજન કરી શકો. તમારા ગોચર પ્રમાણે તમારા પિતાને પણ કોઈ માન-મોભો કે હોદ્દો પ્રાપ્ત થવાના પૂરા યોગ બને છે. તમારી જોબમાં તમારા બોસનો પૂરો સહકાર પ્રાપ્ત થાય. નવી જોબ મેળવવા માટે સમય સારો ચાલી રહ્યો છે. જોબ બદલવાના કે પ્રમોશનના પણ સારા યોગ પ્રવર્તી રહ્યા છે. તમારા પિતાને ઢિંચણ સંબંધી સમસ્યા થાય તેવું લાગે છે. તમારા પુત્ર કે પુત્રીના સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા ઉભી થાય તેમજ હોસ્પિટલમાં ખસેડવાની સ્થિતિ ઉભી થાય. તમારા મિત્રો – મોટા ભાઈ-બહેનોને પૂરો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તમારા લગ્નેતર સંબંધોમાં થોડી ઉંચ-નીચ જોવા મળે. ગેરસમજ સર્જાતા અબોલા થાય પરંતુ પાછળથી બધુ સમુસુતરું પાર ઉતરે. વિદ્યાર્થી મિત્રોએ પોતાની ભણવામાં મહેનત વધારવી.

સિંહ

સંપત્તિમાં વધારો થશે. આપ ક્યાય બહારગામ જવાનો કાર્યક્રમ બનાવશો પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.ઊંઘની અનિયમિતતા તમારા સ્વાસ્થ્ય પર અસર પાડશે. કેરિયરમાં વધુ સમર્પણ અને નિષ્ઠા સાથે બહેતર પરફોર્મન્સ આપશો. સાવધાન અને સતર્ક રહેવું. પ્રણય સંબંધમાં ગેરસમજ થઇ શકે છે. પરિવારના સભ્યો સાથે કારણ વગરનો વિવાદ ટાળવો. વિદેશગમનના યોગ બની શકે છે. જોકે ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં ઊંડુ જ્ઞાન મેળવવા માટે ગ્રહોનો સાથ મળી રહ્યો છે.મિત્રો સાથેના સંબંધમાં તિરાડ પડી શકે છે. ભાગીદારીમાં મુશ્કેલી આવી શકે છે. આપના પક્ષમાં રહેશે. કામકાજમાં થોડી આળસ આવશે છતાં પણ આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થશે. આપના વ્યક્તિગત પ્રભાવમાં વધારો થશે. મિત્રો તેમજ ભાઈ ભાંડુથી લાભ થશે. આપના સાહસમાં પણ વધારો થશે. સંતાન અને જીવનસાથી તરફથી આનંદની પ્રાપ્તિ થશે. બીજા તમારી નિંદા કરશે છતાં તેની પરવા કર્યા વગર તમે આગળ વધશો. આવક તો થશે પણ ખર્ચ પણ એટલો જ રહેશે.પોતાની વ્યક્તિઓ વિશ્વાસઘાત કરી શકે છે. આપના કાર્યક્ષેત્રમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળવાની અપેક્ષા રાખી શકો છો.

કન્યા

આપ પોતાના મનની લાગણીઓ આપ્તજનો સમક્ષ વ્યક્ત કરશો.આપનો જુનો વિવાદ કોઈના મધ્યસ્થી દ્વારા હલ થશે. આપને ગમતી વસ્તુ વાજબી કિંમતે મળી શકશે. આપનાં લગ્નજીવનમાં પ્રેમ અને આકર્ષણ વધશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું. માનસિક ચંચળતા ઉપરાંત દિશાહિનતા કારણે અભ્યાસમાં ઘણી વિપરિત અસર પડી શકે છે. પહેલા દિવસે જીવનની સલામતી પૈસાથી જ છે એવા વાસ્તવિકતાભર્યા અનુભવ દ્વારા જીવનમાં પરિસ્થિતિને તમે સમજી શકશો.આપ સારી રીતે સમય પસારક કરી શકશો. શરુઆતમાં આપને દિવ્ય શાંતિનો અનુભવ પ્રાપ્ત થશે. વ્યવહારિક કામો માટે બહાર જવાનું થશે.આપને નજીકના સંબંધોમાં આનંદ અને મીઠાશ વ્યાપી જશે. આપની કોઈ મહત્વની મિટિંગ કે પછી કાર્ય સફળતાની સંભાવના રહે. પ્રણયસંબંધોમાં સફળતા મળશે. તમે કલાત્મક અંદાજમાં પ્રેમની અભિવ્યક્તિ કરી શકશો. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય અને સાથોસાથ નવા વસ્ત્રોની ખરીદી થશે.નોકરીમાં પ્રગતિ થાય તેમજ આવકમાં વૃદ્ધિ થાય. મોસાળ પક્ષ સાથેના સંબંધો સુધરે. આ સમયમાં શરદી, કફ તેમજ પેટના રોગોની શક્યતા છે.ધનહાનિના યોગ હોવાથી ખાસ કરીને આર્થિક વ્યવહારોની લેખિત નોંધ લેવી અથવા શક્ય હોય તો વ્યવહારો ટાળવા.

તુલા

સપ્તાહની શરૂઆતમાં આ૫ દૃઢ આત્‍મવિશ્વાસ અને મનોબળથી દરેક કાર્યને સફળ બનાવશો. ઘર- કુટુંબમાં આનંદ અને શાંતિ જળવાઇ રહેશે. જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે સંબંધો ઉત્તમ રહે પરંતુ ક્યારેક તેઓ ગુસ્સે થાય તો તમે ધીરજપૂર્વક કામ લેજો. આપનું આરોગ્‍ય શરૂઆતમાં સારૂં રહેશે પરંતુ તા. 12 થી 14 દરમિયાન સ્‍વભાવમાં થોડીક ઉગ્રતા રહેશે, અજંપો, વ્યાકુળતા વધે જેથી બોલવામાં સાવધ રહેવું. તબક્કાવાર આ૫ની પ્રવૃત્તિ બદલાતી જશે અને આ૫ થોડાક મનોરંજનની દુનિયા તરફ વળશો. પોતાની આસપાસનો માહોલ સજાવવા માટે પણ ખર્ચ કરી શકો છો. મિત્રો, સ્‍નેહીઓ સાથે ફરવા જવાનું બને તેમની માટે ખર્ચ પણ થાય પરંતુ છતાંય તમારા સંબંધોમાં સતત અનિશ્ચિતતા હોય તેવું મનોમન લાગી શકે છે. આ સમયમાં ખાસ કરીને પ્રોફેશનલ મોરચે આપની કલ્પનાશક્તિ પણ રંગ લાવશે. તમને અત્યારે ભાગ્યનો સાથ ઓછો મળતો હોવાની ફરિયાદ વધી શકે છે. મોસાળપક્ષથી સારા સમાચારની અપેક્ષા રાખી શકો છો. હિતશત્રુઓ આપની પીઠપાછળ કાવાદાઓ કરશે પરંતુ પોતાની ચાલમાં ફાવે તેવું લાગતું નથી. જાહેરજીવનમાં અને જાહેર કાર્યોમાં સફળતા તેમજ માન-પ્રતિષ્ઠા મળશે. આપ નવા-નવા લોકોના સંપર્કમાં આવશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સ્થિતિ સારી રહે પરંતુ ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા હોય તેમણે મહેનત વધારવી પડશે. વિદેશમાં અભ્યાસનું સપનું સાકાર કરવા માટે હવે માર્ગ મોકળો થઈ શકે છે.

વૃશ્ચિક

આ૫ના ઘરમાં શાંતિ અને આનંદ જળવાતા સપ્તાહની શરૂઆત ઘણી સારી રહેશે. કામકાજમાં હરીફો અને શત્રુઓનો કોઈ ચાલ કારગત નહીં નીવડે. ઓફિસમાં સહકાર્યકરો અને ઉપરીઓનો સારો સાથ સહકાર મેળવી શકશો. મોસાળમાંથી સમાચાર મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય. સપ્તાહના મધ્યમાં આપ રોજિંદી ઘટમાળથી કંઇક જુદી રીતે સમય ૫સાર કરશો. આપ્તજનો માટે સમય ફાળવી શકશો. તેમાં પણ ખાસ કરીને જીવનસાથી અથવા પ્રિયપાત્રને વધુ સમય આપીને ઘનિષ્ઠતા વધારી શકશો. મિત્રો સાથે હરવુંફરવું, મોજમજા અને મનોરંજન, નાની મુસાફરી કે ૫ર્યટન, ઉત્તમ ભોજન અને વસ્‍ત્ર ૫રિઘાનથી આ૫ આનંદમાં રહેશો. જાહેર માનસન્‍માન મળે. વાહનસુખ પ્રાપ્‍ત થાય. લગ્‍નસુખનો ભરપૂર આનંદ માણી શકશો. જોકે સમય જતા સપ્તાહના અંતિમ ચરણમાં સાવધાની અને સાવચેતી રાખવી પડશે. કોઈપણ નવીન કાર્યનો પ્રારંભ કરવાનું ટાળજો. ક્રોધાવેશને કાબૂમાં રાખવો. અનૈતિક કામવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેજો નહીંતર મુશ્કેલી ઉભી થશે. નવા સંબંઘો બાંઘતા ૫હેલાં સો વાર વિચારવું. નાણાંભીડ પણ રહેશે. ઇશ્વરની આરાધના અને નામસ્‍મરણથી ફાયદો થશે. આ સપ્તાહના પહેલા બે દિવસ અને છેલ્લા બે દિવસમાં સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે.

ધન

ધન રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહ આનંદદાયક સુખરૂપ પસાર થાય. ઘરમાં રિનોવેશન કે સમારકામનું કામકાજ થાય. માતાના સંબંધી તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. (મોસાળ) મોસાળ માં જવાનું થાય. કોઈ સામાજિક પ્રસંગોપાત તમારા પ્રેમ સંબંધી કોઈ સમસ્યા ઉભી થઈ હોય કે તમારા પ્રિયતમ સાથે અણબનાવ કે મતભેદ થયા હોય તો તેમાં સુધારો થતો જોવા મળે. નવું વાહન કે મકાન ખરીદવાના યોગો જણાય છે. વાહનની લે-વેચ પણ થઈ શકે છે. નવું ટીવી કે ઈલેક્ટ્રોનીક આઈટમ ખરીદવાના યોગો જણાય છે. સ્કુલ – કોલેજના અભ્યાસમાં મહેનત વધારવી. મહેનતનું સારૂ ફળ મળશે જ. પત્ર વ્યવહાર દ્વારા પણ તમને કોઈ ડિગ્રીની પ્રાપ્તિ થાય. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે જ. તમારા વાહનની ચોરી થવાના યોગો પણ બની રહ્યા છે. જેથી પૂરેપુરી કાળજી રાખવી. તમારા પ્રથમ સંતાનો જન્મ સુખરૂપ રહે તેવા યોગો બની રહ્યા છે. તમારો પ્રેમ લગ્નમાં પરિણમે તેવા યોગો બને છે. તમારા પ્રેમ-વિવાહને તમારા કુટુંબના સભ્યોની મંજૂરી મળી જાય અને વિવાહ નક્કી થાય તેવા યોગો બની રહ્યા છે. જો કોઈ સંગીતની સ્પર્ધામાં ભાગ લેવાનો હોય તો તેમાં તમને અણધારી સફળતા મળવાના યોગો જણાય છે. વિદેશમાં ધાર્મિક પ્રવચન માટે વિદેશ જવાનું થાય. તેવા યોગો જણાય છે. આ સમય દરમ્યાન તમને સામાન્ય માંદગી આવી જાય. નોકરીમાંથી રજા લેવી પડે તેવા યોગો બની રહ્યા છે. નોકરીમાં ફેરબદલી થવાના પૂરા યોગો જણાય છે. નોકરીમાં માનસિક ત્રાસ-વિધ્ન-અડચણોને કારણે તમે સામેથી રાજીનામું આપી દો તેવા યોગો બની રહ્યા છે. જેથી માનસિક સંતુલન જાળવવું. ધીરજથી કાર્યો કરવા.

મકર

મકર રાશિ વાળા જાતકો માટે માર્ચ માસનું આ સપ્તાહ સારી રીતે પસાર થાય તેવું ગોચરનું ગ્રહમાન જણાય છે. તમારા ઘરનું સમારકામ કે રીનોવેશન થાય તેવા યોગ જણાય છે. જૂનુ કે નવું મકાનની લે-વેચ માટેના યોગો પ્રબળ બનતાં જણાય છે. નવા-જૂના વાહનની લે-વેચ ખરીદી માટેના યોગો બની રહ્યા છે. તમારા લગ્નેતર સંબંધોમાં પરિપક્વતા જોવા મળે. બગડેલા સંબંધોમાં સુધારો થતો જોવા મળે. નિકટતા સધાય તેમજ એકબીજાનું સાંનિધ્ય માણી શકો. તેમજ બગડેલા સંબંધોમાં પણ સુધારો થતો જોવા મળે. તમારી આવકમાં વધારો થતો જોવા મળે. નોકરી ક્ષેત્રે કે વ્યવસાયમાં ચઢાવ-ઉતાર જોવા મળે. લગ્નજીવનમાં થોડી ખારાશ ઉભી થાય. તમારા જીવનસાથીની સાથે મતભેદ ઉભા થાય. કંકાશમય વાતાવરણ બને. બેડરૂમ લાઈફ ડિસ્ટર્બ થાય તેવા યોગો બને છે. પરિવારમાં નાની-મોટી સમસ્યાઓ ઉભી થતી જોવા મળે તેમજ કંકાશ ઉભો થાય. વિદેશી ફર્મ સાથે જોડાયેલા હોવ તો તમારે ત્યાંથી સારો એવો પ્રતિસાદ જોવા મળે. તગડો ધનલાભ થાય તેવા યોગો ગ્રહ ગોચરમાં જણાય છે. તમારી આવકમાં વૃદ્ધિ થાય. જો બિઝનેસને લઈને કોઈ મોટા નિર્ણયો કરવાના હોય તો તેના માટે સારો સમય જણાતો નથી. યોગ્ય તક અને સમયની રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થાય. તમારા સંતાનને લઈને કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ સુખરૂપ આવે. તમારા ભણતરમાં બોઝ-બાધા કે વિક્ષેપ આવે નહીં. તમારા અભ્યાસમાં તમારી મનસા પૂર્ણ થાય તેવા પરિણામો જોવા મળે. ઉચ્ચત્તર અભ્યાસ માટેનું એડમિશન પ્રાપ્ત થાય. વિદેશ જવાની પરીક્ષા પાસ કરવા માટે થોડી વધુ મહેનત વધારવી. અચાનક મુશ્કેલી ઉભી થતી જાય. શેરબજાર કે સટ્ટા માટેનો સમય થોડો કપરો જણાય છે. સમજી વિચારી રોકાણ કરવું. મંત્ર જાપમાં સફળતા મળતી જાય તમારા પ્રેમ સંબંધી સમસ્યામાં વધઘટ થતી જોવા મળે. ડોક્ટરી સલાહ સૂચન પ્રમાણે ખોરાક ખાવો તમારા માટે હિતાવહ રહેશે.

કુંભ

સપ્તાહના આરંભે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આ૫ના મન ૫ર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આ૫નો ઉત્‍સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય ૫સાર થાય. મિત્રો- સ્‍વજનો સાથે ક્યાંક ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલિઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો. સપ્તાહના મધ્યમાં આપ વધારે ૫ડતા સંવેદનશીલ બનશો. ખાસ કરીને પરિવાર પ્રત્યે તમારો ઝુકાવ વધુ રહે. તમે પ્રોફેશનલ મોરચે પરિચિતોનું વર્તુળ વધારવા માટે કેટલાક વગદાર અથવા ઉચ્ચ હોદ્દેદાર લોકો સાથે મુલાકાત કરી શકો છો. અત્યારે સૌંદર્ય પ્રસાધનો, વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદી પાછળ મહિલાઓને ખર્ચ થાય. તમારી વૈભવી જીવનશૈલી પાછળ ઘણો ખર્ચ થશે માટે હાથ પર અંકુશ રાખવો. પ્રેમસંબંધોમાં તમારે વધુ ગંભીર થવું પડશે કારણ કે તમે સંબંધોને માત્ર મનોરંજનના માધ્યમ તરીકે જોશો. આ સ્થિતિમાં સામેની વ્યક્તિની લાગણીઓ સાથે રમવાનો તમને કોઈ અધિકાર નથી તે વાત ધ્યાનમાં રાખીને આગળ વધવું. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મુશ્કેલ સમયની શરૂઆત થઈ છે. તમારી રાશિથી પંચમ સ્થાનમાં આગામી દોઢ વર્ષ સુધી રાહુનું ભ્રમણ અભ્યાસમાં કપરાં ચઢાણ લાવશે માટે માનસિક તૈયારી રાખવી. સ્વાસ્થ્ય બાબતે શરૂઆત સારી છે પરંતુ સપ્તાહના મધ્યમાં ખાસ કરીને કફ, શરદી, ત્વચાને લગતી સમસ્યા, ચેતાતંત્રને લગતી સમસ્યા થઈ શકે છે.

મીન

આ સપ્તાહના આરંભે આર્થિક બાબતોમાં તમારી સક્રિયતા વધશે. આવકના સ્ત્રોતો વધારવા માટે પણ તમે પ્રયાસ કરશો. ક્યાંકથી નાણાં ઉછીના લેવા, લોન અથવા ઉઘરાણીના પ્રયાસો વધશે. જોકે, આવા પ્રયાસોમાં તમારી વાણીમાં સૌમ્યતા જાળવવી અન્યથા હાથમાં આવેલી બાજી બગડી શકે છે. તા. 12 થી 14 દરમિયાન આપ રોજિંદા કાર્યોમાંથી વિરામ લઈ પરિવાર કે મિત્રો સાથે શાંતિ અને મનોરંજન સાથે સમય વિતાવવાનું આયોજન કરશો. પિકનિક કે ટૂંકા પ્રવાસની શક્યતા નકારી શકાય નહીં. સિનેમા, નાટક કે બહાર જમવા- જવાનું આયોજન આપને આનંદિત કરશે. કલાકાર કસબીઓને પોતાનુ કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. છેલ્લા બે દિવસમાં પરિવાર સાથે સંબંધોમાં થોડુ સાચવવું પડશે. પિતા કે ઉપરીઓ સાથે મતભેદ હશે તો તા. 15મી પછી તેમાં ઉકેલ આવી શકે છે. પૈતૃક મિલકતના પ્રશ્નો, કાયદાકીય પ્રશ્નો, સરકારી મદદ, સબસિડી, ગ્રાન્ટ અથવા ટેક્સ રાહતના અટકેલા પ્રશ્નોમાં પણ છેલ્લા બે દિવસમાં સ્થિતિ સુધારા તરફી જોવાશે. શરૂઆતમાં તમે સારી ચુસ્તિ-સ્ફૂર્તિ માણી શકો પરંતુ સપ્તાહના છેલ્લા બે દિવસમાં સ્વાસ્થ્ય થોડુ કથળી શકે છે. ખાસ કરીને શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર ૫કડે. સપ્તાહના અંતમાં અત્યાર સુધીની દોડધામના કારણે આ૫ તન અને મનથી થાકનો અનુભવ કરશો. વિદ્યાર્થીવર્ગે અત્યારે ઇતરપ્રવૃત્તિઓના બદલે અભ્યાસ પર વધુ ફોકસ કરવું પડશે અન્યથા અપેક્ષિત પરિણામ ના મળવાથી તમે પાછા પડી જશો. ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકો માટે સપ્તાહના મધ્યનો તબક્કો થોડો આશસ્પદ છે પરંતુ અંતિમ બે દિવસમાં મહેનત વધારવી.

ચાલો આજે શીખીએ કાઠિયાવાડના ફેમસ એવા વણેલા ગાંઠિયા બનાવવાની રીત

તમે જાણો છો કે કાઠિયાવાડના લોકો બે વસ્તુ માટે ઘણી જ ફેમસ છે. એક વસ્તુ છે હરવા-ફરવાની અને બીજી ખાણી‌-પીણી માટે ઘણા જ પ્રખ્યાત છે. જો આપણા કાઠિયાવાડી લોકોની સવારની વાત કરીયે તો એમની સવાર જ ચા અને ગાઠિયાના નાસ્તાથી ચાલુ થતી હોય છે. અત્યારે જો ખાલી અમે તમને રાજકોટ શહેરના જ એનાલીસીસ જણાવીએ તો તમે રવિવારના દિવસે જોઈ શકશો કે ફરસાણની દુકાનો પર તો ગરમા-ગરમ ગાંઠિયા લેવા માટે રીતસરની લોકોની લાંબી લાઈન હોય છે અને પડાપડી કરતા હોય છે.

આપણા બધા જ શહેર અથવા તો પ્રાંતની વાત કરીયે તો ગાંઠિયાની તો કંઈક અલગ જ વાત હોય છે. એમાય રાજકોટમાં તો સાવ અલગ જ પરંપરા જોવા મળતી હોય છે કે વહેલી પરોઢના ફાફડા ખાય ને રાતના સમયે ગરમ ગરમ વણેલા ગાંઠિયા મળતા હોય છે. જો તમે રાતના સમયે અને સવારે પણ જો લારીએ જાઓ અને ઉભા રહો અને તમે તે ભાઈને કહેશો કે ભાઈ , ૨૦૦ ગ્રામ ફાફડા આપી દે. આવું કહેતા પેલો લારી વાળો ભાઈ એના માથેથી પરસેવો સાફ કરશે અને કહેશે કે ભાઈ થોડી વાર લાગશે.વણેલા ગાંઠિયા તો તૈયાર છે જોઈએ તો કહો અને તે એક બાજુ મરચાં તડશે ને તેની પર મીઠુ ભભરાવશે અને સંભારો બનાવશે.

ચાલો તો અમે તમને સેમ આવા જ ગાંઠિયા ઘરે જ કઈ રીતે બનાવી શકાય એની સરસ રીતે રેસિપી જણાવીએ

ગાંઠિયા માટે જોઈતી વસ્તુઓ

 • ચણા નો લોટ – ૧ બાઉલ
 • અજમા – ૧ ચમચી
 • નમક – જરૂર મુજબ
 • મરી નો પાવડર – ૧ ચમચી
 • સોડા – અડધી ચમચી
 • હિંગ – અડધી ચમચી
 • તેલ– જરૂરીયાત મુજબ

બનાવવાની રીત

સૌથી પહેલા ગાંઠિયા બનાવવા માટે ચણાનો લોટ એક વાસણમાં લો અને એમાં આશરે એક ચમચી જેટલું તેલ નાખો.

ત્યારબાદ એમાં અજમો, નમક, ખાવાનો સોડા, હિંગ અને મરી નો ભુક્કો બધું એમાં ઉમેરો અને બધી જ વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી લો.

ત્યારબાદ આ મિશ્રણમાં થોડુ પાણી નાખો અને સરખી રીતે લોટ બાંધી લો. એક વાતનું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ લોટ વધારે ઢીલો પણ નહિ અને વધારે કડક પણ બાંધવાનો નથી.

પછી આ લોટ બાંધી દીધા બાદ પંદર મિનિટ માટે આ લોટને ઢાંકીને સાઈડમાં રાખી દયો.

પછી આ લોટમાંથી ગોયણા વાળી લો અને એક એકદમ સપાટ હોય એવો પાટલો લો અને ખુબજ હળવા હાથે આંકા પડે એમ બધા ગાંઠિયા વણી લો.

પછી આ ગાંઠિયાને તમારે ધીમા ગેસ પર તળી લો. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જયારે તમે ગાંઠિયા તળો છો તો ગાંઠિયા વધારે લાલ થઇ જાય નહિ.

પછી ગાંઠિયા તળાઈને તૈયાર થઇ જાય એટલે તેની પર હિંગનો પાવડર છાંટી દો અને ગાંઠિયાને ગરમાગરમ જ પીરસવાના છે.

તૈયાર છે આપણા ખુબજ સ્વાદિષ્ટ એવા ગાંઠિયા, આવી ગયું ને મોઢામાં પાણી તો ચાલો ઝડપથી બનાવો અને મજા માણો ગરમાગરમ ગાંઠિયાની !!!

જયારે આકાશ અંબાણી શ્લોકા મેહતા ને ત્યાં જાન લઇ ને ગયા: શાહરુખ-રણબીર અને બીજા સેલેબ્સ એ મચાવી ડાન્સ કરીને ધૂમ

ધામધૂમથી સંપન્ન થયા લગ્ન

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન ધામધૂમથી સંપન્ન થયાં છે. આ ગ્રાન્ડ વેડિંગમાં અનેક બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતાં. શાહરુખ ખાન, રજનીકાંત, કરિના કપૂરથી લઈ જાહ્નવી કપૂર સુધી દરેક સ્ટાર્સે આ ગ્રાન્ડ મેરેજમાં હાજરી આપી હતી. આ સેલેબ્સે દરેક ઈવેન્ટમાં ધૂમ મચાવી દીધી હતી.

સેલેબ્સે કર્યો ડાન્સ

આકાશ અંબાણીની બહેન ઈશા અંબાણી અને માતા નીતા અંબાણી સાથે શાહરુખ, રણબીર, ગૌરી ખાન, કરણ જોહર અને ક્રિકેટ હાર્દિક પંડ્યા સહિત અનેક સેલેબ્સ ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં.

લગ્નમાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ પણ પહોંચ્યા હતાં. આ ઈવેન્ટમાં આલિયા અને કરણે પણ બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. આલિયા ભટ્ટે પીળો કલરનો લહેંગો પહેર્યો છે અને કરણ જોહરે પણ તેવો જ લહેંગો પહેર્યો છે. જાનમાં આકાશ સાથે તેના પાપા મુકેશ અંબાણી પણ થિરકતા જોવા મળ્યાં હતાં.

પપ્પા સાથે આકાશ અંબાણીનો ડાન્સ

શાહરુખ-રણબીરે કર્યો ડાન્સ

આવો હતો આલિયા ભટ્ટનો ગોર્જિયસ અંદાજ

ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ એટલે ખાસ્તા કચોરી, નોંધી બનાવવાની રીત

ખાસ્તા કચોરી નું નામ પડે અને મોમાં પાણી પાણી થઇ જાય ! હા, તો કચોરીઓ (ખાસ્તા કચોરી) ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ છે. સવાર સવારમાં ત્યાંની દુકાનોમાં નાસ્તામાં ગરમા ગરમ કચોરી તૈયાર કરવામાં આવતી હોય છે. ખાવામાં બહુજ સ્વાદિષ્ટ તે હોય છે. આ કચોરી અડદ ની પાલિશ વાળી દાળ ભરીને પણ બનાવવામાં આવે છે. દાળ ભરેલી કચોરી ૨-૩ દિવસ સુધી જ ઉપયોગમાં લઇ શકાય છે.

ખાસ્તા કચોરી બનાવવા માટે નોઇ લોટ તૈયાર કરવા ..

સામગ્રી

 • ૪૦૦ ગ્રામ મેંદો
 • ૧૦૦ ગ્રામ રીફાઈન્ડ તેલ
 • ૧/૨ નાની ચમચી મીઠું.

કચોરીમાં સ્ટફિંગ ( ભરવાં ) માટેનું પૂરણ બનાવવા માટે ….

 • ૭૦ ગ્રામ પાલિશ વાળી અળદની દાળ
 • ૧/૪ નાની ચમચી જીરૂ
 • ૧ નાની ચમચી ધાણા નો પાઉડર
 • ૧ નાની ચમચી વરિયાળી નો પાઉડર
 • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
 • ૨ નંગ લીલામાંર્ચા ( બારીક સમારી લેવા)
 • ૧ નંગ આદુ નો ટુકડો (૧ ઈંચ લંબાઈ નો)
 • લીલી કોથમીર થોડી બારીક સમારી લેવી અને એક કપમાં ભરી રાખવી
 • ૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
 • તેલ જરૂરીયાત પૂરતું તળવા માટે ..

રીત

અડદ ની દાળને કચોરી બનવાતી સમય કરતાં ૨ કલાક અગાઉ સાફ કરી ધોઈ અને પાણીમાં પલાળી રાખવી.

મેંદામાં તેલ અને મીઠું નાંખી તે મિક્સ કરવું અને ત્યારબાદ, પાણીની મદદ દ્વારા પરોઠા ના લોટ જેમ નરમ લોટને બાંધવો / ગુંથવો. લોટ ગુંથાઈ જાઈ એટલે તેણે કપડાથી ઢાંકી અને ૨૦ મિનિટ માટે અલગ રાખી દેવો, જેથી લોટ સેટ થઇ જાય.

દાળ નું મિશ્રણ તૈયાર કરવાં

પલાળેલી દાળને મિક્સર / મિક્સી મા નાંખી અને કરકરી (અધ કચરી) પીસી લેવી.

એક કડાઈમાં ૧-૧/૨ ટે.સ્પૂન તેલ નાખવું. જ્યારે તેલ ગરમ થઇ જાય, કે તૂરત જ તેમાં જીરૂ, ધાણાનો પાઉડર, વરિયાળી પાઉડર, લીલા બારીક સમારેલ મરચા, અને આદુ અંદર સમારેલું અહ્વા છીણેલું નાખવું અને મસાલા ને સાંતળવા.

મસાલો થોડો સાંતળી જાય, કે ત્યારબાદ, પીસેલી દાળ ને તે મસાલામાં નાંખી અને મસાલો મિક્સથાય તેમ મિક્સ કરી અને ચમચાની ની મદદ દ્વારા હલાવતા રહેવું અને શેકવી. તે આછી બ્રાઉન ક્લાર ની થઇ જાય,

ત્યારબાદ તેમાં લીલી સમારેલી કોથમીર નાંખવી અને ગરમ મસાલો નાખવો અને ૨ – મિનિટ સુધી તે ચમચાની મદદ થી હલાવતા રહેવું અને શેકવી. બસ .કચોરીમાં ભરવાં માટેનું મિશ્રણ /પૂરણ –માવો તૈયાર છે.

કચોરીને તળવા માટે એક કડાઈમાં જરૂરી તેલ લેવું અને તેલ ને ગરમ કરવા ગેસ પર મૂકવું. અગાઉ કચોરી માટે ગુંથેલ લોટના એક સરખા ૨૦ ભાગ કરી અને દરેક ના ગોળા /લુઆ બનાવવા.

ત્યારબાદ, પાટલી (ચકલો) વેલણ લેવા અને એક ગોળાને હાથમાં લઇ અને હથેળી ની મદદ વડે દબાવી ચપટો કરવો અને અને ખૂબજ હળવા હાથેથી વેલાનની મદદ દ્વારા ૩-૪ ઈંચની ગોળાઈ માં વણવી.

કચોરી આપણે મોટી રાખવાની હોઈ, તે ખ્યાલ રહે. ખાસ ધ્યાન રહે કે કચોરી વણતા તે ફાટી ના જવી જોઈએ અને મસાલો ભાર ના આવી જાય. વણેલી કચોરી ને તૈયાર થયા બાદ કડાઈમાં ગરમા ગરમ તેલમાં નાંખી અને તળવી.

ખાસ ધ્યાન રહે કે કચોરી મધ્ય / ધીરા તાપે ટાળવાની છે અને તેણે તેલમાં નાખ્યા બાદ, ચમચાની મદદ દ્વારા સતત પલટાવતાં જવું અને તળવી. કચોરીનો કલર આછો બ્રાઉન થઇ જાય ત્યારે તેણે ઝારા કે ચમચા ની મદદ દ્વારા બહાર કાઢી લેવી અને એક ડીશ ઉપર પેપર કિચન નેપકીન પાથરી અને તેની ઉપર રાખવી.

કડાઈ ની સાઈઝ –માપને ધ્યાનમાં લઇ એક સાથે ૩-૪ નંગ કચોરી તેલમાં તળી શકાઈ છે. કચોરી તૈયાર થતી જાય તેમ પ્લેટ ઉપર રાખી દેવી. આમ ધીરે ધીરે બધી જ કચોરી તળી લેવી અને પ્લેટ ઉપર ગોઠવી દેવી. ખસ્તા કચોરી તૈયાર છે.

ખાસ્તા કચોરી લીલી કોથમીરની ચટણી કે બટેટા નું મસાલા વાળા શાક સાથે ખાઈ શકાય છે. તો ચાલો ગરમા ગરમ કચોરી પીરસવી અને તમે પણ ખાઓ.

11 માર્ચ 2019નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ

તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. તમારૂં પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે, દરેક ક્ષણને માણો. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાન્યનાં આ બધાં પાસાં અનુભવવાનો દિવસ છે.

વૃષભ

ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે-તમે જાણે રઝળી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો- અન્યો પાસેથી મદદ લો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. તમારો સ્પધર્ધાત્મક સ્વભાવ તમને અન્યો કરતાં આગળ રહેવામાં મદદ કરશે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

મિથુન

વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદભુત ખુશીનું સ્રોત દેખાશે. તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા માટે તમારૂં કામ કરો. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.

કર્ક

આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમે ઊર્જાવાન મહેસૂસ કરશો, જે તમારે વ્યાવસાયિક પ્રયાસો તરફ લગાડવી જોઈએ. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે.

સિંહ

માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારી મહત્વાકાંક્ષા વિશે તમારા માતા-પિતા સામે રહસ્યોદ્ઘાટન માટે સારો સમય. તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે. તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. તમે તમારૂં કામ સારી રીતે કર્યું છે-અને હવે તમારી સામે આવતા લાભને એકઠા કરવાનો સમય આવી ગયો છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે.

કન્યા

ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

તુલા

તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

વૃશ્ચિક

આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. તમારામાંના કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો.

ધન

બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

મકર

હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

કુંભ

આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રૉમાન્સ ઘેરી વળશે. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

મીન

આજે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.