લોકલ ટ્રેન માં ધક્કા ખાવા વાળા કપિલ આજે છે કરોડો ના માલિક, લાંબા સંઘર્ષ પછી બન્યા કોમેડી કિંગ

ક્યારેક ટ્રેન માં ધક્કા ખાવા વાળા કોમેડી કિંગ કપિલ શર્મા એ કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી એના વિશે તમારે જરૂર જાણવું જોઈએ.

ફિલ્મ માં આવવાવાળા દરેક સ્ટાર્સ ની પોતાની અલગ વાર્તા હોય છે. ખાસ કરી ને જેમનો સંબંધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી નથી હોતો એમને અહિયાં જગ્યા બનાવવા માં ઘણી મહેનત કરવી પડે છે, કંઇક આવી ઈચ્છા ની સાથે અમૃતસર નો એક છોકરો આવ્યો તેણે ઘણી મહેનત કરી, ઘણા રિજેકશન સહન કર્યા, ઘણી જગ્યા એ ધક્કા ખાધા, ઘણા ઓડિશન આપ્યા અને આજે ત્યાં પહોંચી ગયા છે જ્યાં પહોંચવા ની દરેક ની ઈચ્છા હોય છે. હા તો અમે વાત કરી રહ્યા છે કોમેડી કિંગ કપિલ શર્મા ની, લોકલ ટ્રેન માં ધક્કા ખાવા વાળા કપિલ આજે કરોડો ના માલિક છે, એમના જીવન માં પણ મહેનત ઓછી ન હતી.

લોકલ ટ્રેન માં ધક્કા ખાવા વાળા કપિલ આજે છે કરોડો ના માલિક

2 એપ્રિલ, 1981 માં અમૃતસર માં જન્મેલા કપિલ શર્મા પોતાનું બાળપણ પંજાબ ની ગલીઓ માં વિતાવ્યો અને હંમેશા થી કંઈક કરવા ની ઇચ્છા રાખતા. એક મિડલ ક્લાસ ફેમિલી માંથી સંબંધ રાખવાવાળા કપિલ શર્મા ના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હતા અને એમની માતા હાઉસવાઈફ છે. કપિલ ના ઘર નું નામ ટોની છે અને નામ ના પ્રમાણે એ ઘણા મસ્તીખોર રહ્યા. કપિલ શર્મા મુંબઈ આવવા પર લોકલ ટ્રેન મા ધક્કા ખાધા પરંતુ આજે કરોડો ના માલિક બની ગયા છે. કપિલ શર્મા ની પાસે આ સમયે બી.એમ.ડબલ્યુ અને ઓડી જેવી કાર છે, મુંબઈ માં એક ફ્લૅટ અને ઓફિસ સ્પેસ છે અને અમૃતસર માં એક ફાર્મહાઉસ છે. વર્ષ 2014 માં એમની કમાણી માં ઘણો વધારો થયો. કપિલ શર્મા એ ગિન્ની ની સાથે વર્ષ 2018 લગ્ન કર્યા અને ચાર રિસેપ્શન આપી ને ઘણી હેડલાઇન્સ માં રહ્યા.

કપિલે અમૃતસર થી પોતાનું ભણવા નું પૂરું કર્યું અને એમના પિતા નું નિધન વર્ષ 2004 માં કેન્સર ના કારણે થઇ ગયું હતું. આ વાત થી કપિલ ને ઘણું દુઃખ થયું અને પછી કપિલ ના ભાઈ ને એમના પિતા ની નોકરી મળી ગઈ. જ્યારે કપિલ ની અંદર કંઈક અલગ કરવા ની ઈચ્છા એમને મુંબઈ નો રસ્તો બતાવ્યો અને અહીંયા એમણે થિયેટર જોઈન કર્યું. કપિલ જ્યારે મુંબઇ આવ્યા હતા ત્યારે અમને કોઈ નહતું જાણતું પરંતુ એમણે પોતાના હુન્નર ણે ઓળખી ને સંઘર્ષ કરતાં આગળ વધ્યા.

આવી રીતે બન્યા બોલિવુડ ના કોમેડી કિંગ

વર્ષ 2005 માં કપિલ એ એક ટીવી શો હસતે હસાતે રહો માં ભાગ લેવા પહોંચ્યા અને ત્યાં રિજેક્ટ થયા. ત્યારબાદ પણ કપિલ એ હાર ન માની અને વર્ષ 2007 મા કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ જીતી લીધું. આના પછી કપિલ ને કામ મળવા નું શરૂ થઈ ગયું અને સોની ટીવી ના કોમેડી શો કોમેડી સર્કસ માં કામ મળ્યો અને આના લગભગ 8 સીઝન માં કામ કર્યું. પછી વર્ષ 2014 માં કલર્સ ચેનલ પર એમણે પોતાના શો કોમેડી નાઇટ વિથ કપિલ શરૂ કર્યું જે ઘણો પોપ્યુલર થયો. આના પછી કપિલે ક્યારેય પાછળ વળી ને નથી જોયું અને પછી એમનો શો સોની પર આવ્યો પરંતુ એમના કેટલાક વિવાદો ના કારણે શો બંધ થઈ ગયો.

કપિલ શર્મા એ પર 2015 મા ફિલ્મ કિસ કિસકો પ્યાર કરું થી પોતાના બોલિવૂડ કરિયર ની શરૂઆત કરી ફિલ્મ સફળ રહી આના પછી એમણે બીજી ફિલ્મ ફિરંગી પોતાના હોમ પ્રોડકશન માં બનાવી પરંતુ ફિલ્મ ફ્લોપ રહી. લગભગ એક વર્ષ સુધી કપિલ શર્મા ડિપ્રેશન નો શિકાર રહ્યા પરંતુ હવે સીઝન ટુ ની સાથે એ ધ કપિલ શર્મા શો સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.

ફ્રિજમાં ખાવાનું રાખીને પાછું ગરમ કરીને ખાવું જોઈએ નહિ, થઇ શકે છે મૃત્યુ

સામાન્ય રીતે કેટલાક ઘરોમાં જયારે પણ વધુ ખાવાનું બની જાય તો તેને ફ્રીઝમાં રાખી દેતા હોય છે અને તે જ ખાવાની વસ્તુઓને બીજા દિવસે ગરમ કરીને પાછું  ખાતા હોય છે. પણ શું તમે જાણો છો કે ફ્રીઝમાં રાખેલું એ વાસી ખાવાનું કોઇના મોતનું કારણ પણ બની શકે છે. યુએસ જર્નલ ઓફ ક્લિનિકલ માઇક્રોબાયોલોજીમાં એક રિપોર્ટ છપાયો હતો તે પ્રમાણે 2008માં વોશિંગ્ટનમાં રહેતા એક 20 વર્ષના વિદ્યાર્થીનું મોત વાસી પાસ્તા ખાવાના કારણે નીપજ્યું હતું. ચાલો જોઈએ આ વાત વિષે વધુ

એજે નામના એક છોકરાએ એક દિવસ પાસ્તા બનાવ્યા હતા અને તે પાસ્તાને બે દિવસ સુધી કિચનમાં જ રાખી મુક્યા. બે દિવસ પછી એજેના એક રૂમમેટે તે પાસ્તાને થોડાક ખાધા અને પછી જે પાસ્તા વધ્યા હતા તે ફ્રીઝમાં રાખી દીધા હતા. પછી આ પાસ્તા ત્રણ દિવસ સુધી એમજ ફ્રીઝમાં પડ્યા રહ્યા હતા અને પાંચમાં દિવસે એજે એ એજ પાસ્તાને પાછા ગરમ કર્યા અને તે ખાધા.

એજે એ પાંચ દિવસ જુના પાસ્તા ખાધા અને પછી તેને તરત જ માથાનો દુખાવો, પેટનો દુખાવો, જીવ ગભરાવવા જેવી તકલીફો ચાલુ થઇ ગઈ હતી અને સાથે જ તેને ઉલટીઓ પણ ચાલુ થઇ ગઇ હતી. આવું થવાથી તેણે વધુ પ્રમાણમાં પાણી પી લીધું અને પછી તે સૂઇ ગયો. જયારે અડધી રાતે તેની ઊંઘ ઉડી એટલે તેને ઘણો જ પરસેવો થયો હતો અને અચાનક જ તે બેભાન થઇ જાય છે અને તે હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેનું મૃત્યુ થઇ ગયું હતું.

શું જણાવ્યું ડોક્ટર્સે ?

ડોક્ટર્સ મત પ્રમાણે એજેનું મૃત્યુ ફૂડ પોઇજનિંગના લીધે થયું હતું. ડોક્ટરે એવું જણાવ્યું કે પાસ્તા વાસી થઇ ગયા હતા માટે તેમા બેક્ટેરિયા પેદા થઇ ગયા હતા અને તે શરીરમાં જઇને સીધું ઝેર જેવું જ કાર્ય કરે છે. અને તેના કારણે તરત જ ઉલટીઓ થવા માંડે છે અને લિવર પણ ખરાબ થાય છે. અને એવું ઠાવથી તે વ્યક્તિનું મોત થઇ જતું હોય છે.

રણબીર કપૂર દ્વારા રિજેક્ટ કરવામાં આવેલી 5 ફિલ્મોથી એક કલાકારને થઇ ગયો હિટ

કોઈ કલાકાર બોલીવૂડમાં ફિલ્મો રિજેક્ટ કરે એ કોઈ નવી વાત ના કહેવાય. કેટલીક વાર કલાકાર ડેટને કારણે તો કેટલીક વાર તેમને કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ ના ગમે તો તેઓ ફિલ્મને રિજેક્ટ કરી દેતા હોય છે. જયારે કોઈ કલાકારો આવી રીતે ફિલ્મ રિજેક્ટ કરે તો બીજા કલાકારોને સીધો જ લાભ મળી જતો હોય છે. જેમ કે, મુન્નાભાઈ MBBS ફિલ્મમાં કામ કરવાની શાહરુખ ખાને ના કહી દીધી હતી. કરીના કપૂરે કલ હો ન હો, આમિર ખાન અને સલમાન ખાને ડીડીએલજે જેવી ફિલ્મ માટે ના કહી દીધી હતી પરંતુ આ બધી જ ફિલ્મો બોક્સઓફિસ પર સુપરહીટ ગઈ હતી અને તેનાથી સીધો જ ફાયદો તે ફિલ્મોના કલાકારોને મળી ગયો હતો.

કોણ છે આ ?


એમ જોવા જઇયે તો રણવીરસિંહે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અને એ ફિલ્મો બોક્સઓફિસ પર પણ સુપરહીટ ગઈ છે. પરંતુ તેણે ઘણી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી અને તેણે તે ફિલ્મોને રિજેક્ટ કરી દીધી હતી. પરંતુ આ ફિલ્મો પણ બ્લોકબ્લસ્ટર સાબિત થઇ હતી. અને આ ફિલ્મોની ખાસ વાત તો એ છે કે, આ ફિલ્મોમાં રણબીર કપૂરની જગ્યા રણવીરસિંહે લઈ લીધી છે. જે જે ફિલ્મો રણબીરે રિજેક્ટ કરી હતી એ ફિલ્મથી રણવીરસિંહને જોરદારનો ફાયદો થઇ ગયો છે. માટે તે અત્યારે એક સુપરસ્ટાર બની ચુક્યો છે. રણબીરે જે ફિલ્મો રિજેક્ટ કરી એ બધી જ ફિલ્મોમાં રણવીર સિંહે જોરદાર એક્ટિંગ કરી છે અને અત્યારે તો તે બોલીવૂડમાં છવાયેલો છે. તો ચાલો અમે તમને આ હિટ ફિલ્મો જણાવી દઈએ કે જે ફિલ્મોને રણબીરે રિજેક્ટ કરી દીધી હતી.

બેન્ડબાજા બારાત


રણવીરસિંહના કેરિયરની પ્રથમ ફિલ્મ બેન્ડ બાજા બારત છે પરંતુ આ ફિલ્મ સૌથી પહેલા તો રણબીરને ઓફર કરાઈ હતી. પરંતુ ત્યારે રણબીરને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખાસ પસંદ નહતી આવી માટે તેણે આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. જયારે રણબીર કપૂરે આ આ ફિલ્મ રિજેક્ટ કરી પછી આ ફિલ્મ માટે રણવીરસિંહનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો. અને આદિત્ય ચોપરાએ એક ફ્રેશ અને યંગ ચહેરાને ચાન્સ આપવો એવું વિચાર્યું અને આવી રીતે રણવીરસિંહે પોતાની પ્રથમ ફિલ્મ મેળવી.

રામલીલા


રામલીલા ફિલ્મ માટે પણ સંજયલીલી ભણશાલીએ સૌથી પહેલા તો રણબીર કપૂરને જ કોન્ટેક્ટ કર્યો હતો પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના કહી દીધી હતી. પછી સંજયલીલા ભણશાલીએ આ ફિલ્મ રણવીરસિંહ અને દીપિકા પદુકોણને આપવાનું નક્કી કર્યું. અને આ ફિલ્મ બોક્સઓફિસ પર એકદમ સુપરહીટ સાબિત થઇ હતી. અને આ જ ફિલ્મ દરમિયાન દીપિકા અને રણવીરસિંહ એકબીજાના દિલની પાસે આવી ગયા હતા.

દિલ ધડકને દો


સૌ પહેલા રણબીર કપૂરે ઝોયા અખ્તર જોડે આ ફિલ્મ કરવા માટે પોતાની ઈચ્છા જણાવી હતી પરંતુ ઝોયાએ તેમની જોડે કામ કરવાની ઈચ્છા જણાવી તો રણબીરે ના કહી દીધી. પછી આ ફિલ્મની ઓફર રણવીરસિંહને કરાઈ હતી. આ ફિલ્મ પણ ઘણી જ હીટ સાબિત થઇ હતી.

બેફિક્રે


આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ નહતી ગઈ અને તેણે ખાસ વધારે કમાણી પણ કરી નથી પરંતુ આ ફિલ્મની ઓફર પણ પહેલા રણબીર કપૂરને જ કરવામાં આવી હતી. આ પ્રથમ ફિલ્મ હતી કે જેને આદિત્ય ચોપરાએ ડાયરેક્ટ કરી હતી.

ગલી બોય


હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ” ગલી બોય ” માં રણવીરસિંહની એક્ટિંગ ખુબ જ વખણાઈ રહી છે, આ ફિલ્મે હમણાં જ 100 કરોડ કલ્બમાં એન્ટ્રી મેળવી લીધેલી છે. જો આ ફિલ્મને જોઈએ એટલે એવું જ ફીલ થાય કે , આ ફિલ્મ રણવીરસિંહ કરતા કોઈ પણ વધારે સારી રીતે કરી શકે જ નહિ. પરંતુ આ ફિલ્મને પણ સૌથી પહેલા રણબીરને ઓફર કરાઈ હતી. પરંતુ ફાઇનલ રણવીરસિંહને સિલેક્ટ કરવામાં આવ્યા. આ બધી જ ફીમોથી રણવીરસિંહે બોક્સ ઓફિસ પર પોતાનું જાદુ ચલાવી દીધું છે અને ઘણી સારી કમાણી પણ કરી છે. હવે અત્યારે એવી ચર્ચા થઇ રહી છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

જાણો ચૈત્રી નવરાત્રીમાં શું છે અને તેની પૂજા અર્ચનાનું મહત્વ ?

હવે થોડા જ દિવસોમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. એમ જોવા જઇયે તો આખા વર્ષમાં ચાર વખત નવરાત્રી આવે છે. અને એમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રીનો સમાવેશ થાય છે. એમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની પણ ઉજવણી કરવામાં આવે છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની એટલેકે ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને એનું ઘણું જ મહત્વ રહેલું છે.

|| या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः |
श्रद्धा सतां कुलजनः प्रभवस्य लज्जा तान्त्वान्नाताः स्म परिपालय देवी विश्वम ||

જાણો આ શ્લોકનો અર્થ


પુણ્ય આત્માનાં ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીનાં ઘરે દરિદ્ર રૂપે, શુદ્ધ અંતઃકરણ વાળી વ્યક્તિનાં ઘરે કે સાચા દિલના લોકોનાં ઘરે સદ્બુદ્ધિ રૂપે, સતપુરુષોને ત્યાં શ્રદ્ધા રૂપે, કુલિન વ્યક્તિઓને ત્યાં લજજા રૂપે નિવાસ કરે છે એવી માં દુર્ગાને નમસ્કાર કરીયે છે. હે દેવી તમે સંપૂર્ણ વિશ્વનું પાલન – પોષણ કરનાર છો.

આપણાં ત્યાં એક કહેવત બોલાય છે કે જે કરે ચૈત્રી તે જાય તરી અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી

જો ભારતીય હિંદુ ધર્મની વાત કરીયે તો એમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ઘણુંજ મહત્વ રહેલું છે અને એમાંય જો નવરાત્રી જેવો તહેવાર હોય તો શક્તિ ઉપાસકો ચોક્કસપણે માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરે છે. પ્રાચીન સમયમાં પણ ઋષિ મુનીઓ નવરાત્રીના સમયગાળામાં શક્તિ ઉપાસના કરતા હતા અને નવરાત્રીમાં વ્રત, જપ, તપ અને ઉપવાસ પણ કરતા હતા. હજી પણ નવરાત્રી હોય એટલે ઘણી બધી જગ્યાઓએ નવરાત્રીના નવ દિવસ દરમિયાન યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રી એટલે સાધના અને ઉપાસના માટેની નવરાત્રી. આ નવરાત્રી હોય ત્યારે ગરબા નથી ગવાતા પણ માં અંબાની ભક્તિમાં લોકો પોતાના મનને સ્થિર કરે છે. ચૈત્રી નવરાત્રી હોય ત્યારે આ 9 દિવસ દરમિયાન જે પણ ભક્ત પદ્ધતી પ્રમાણે શક્તિની ભક્તિ કરે છે એ ભક્તને ઘણું ફળ મળે છે.

ચૈત્રી નવરાત્રીની જોડે એક પૌરાણીક કથા પણ સંકળાયેલી છે. આ પૌરાણિક કથા એવી છે કે દુષીબેગો નામનો એક રાજા હતો એને સિંહે ફાડી ખાધા હતા. તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા. પણ કોસાલાની આ ગાદી પર ઉજ્જૈન અને અલીંગાના રાજાએ પણ તેજ નજર રાખી હતી. સુદર્શનને ગાદી મળી જાય એના માટે વિરોધમાં અંદર-અંદર લડાઈ થતી હતી. લડાઈ થઇ એટલે સુદર્શન જંગલમાં ભાગી જાય છે. અને એ જંગલમાં એક ઋષિ પાસે એક ‘ક્લીમ’ મંત્ર શીખે છે. આ મંત્રથી એક રાજાએ તેની કન્યા પરણાવી અને પછી એ સસરા જમાઈ ભેગા મળી જાય છે અને કોસાલાની પોતાની ગાદીને પાછી મેળવી લીધી હતી.

જયારે સુદર્શનને પિતાનુ રાજ્ય અને રાજગાદી મળી ગઈ એટલે તેઓ માં અંબાની ભક્તિમાં લીન થઇ ગયા હતા. રાજા ચૈત્રી નવરાત્રી કરતા હતા એ જયારે પ્રજાએ જોયું એટલે એમને માં અંબામાં શ્રદ્ધા જાગી ગઈ. રાજા સુદર્શને કહ્યું કે મને જંગલમાં જીવતો રાખનાર, રાજ-પાટ પાછા અપાવનાર અને સમૃદ્ધિભર્યું જીવન આપનાર બીજું કોઈ નહિ પણ માં દુર્ગા જ છે. મારા પર આ બધી જ માં દુર્ગાની કૃપા જ છે અને બસ ત્યારથી જ ચૈત્રી નવરાત્રીમાં માં અંબાના ઉપવાસની પરંપરાની શરૂઆત થઈ ગઈ હતી. આજે પણ ઘણી મોટી સંખ્યામાં ચૈત્રી નવરાત્રીમાં માતાજીના ભક્તો માતાજીની ઉપાસના-પૂજા-અર્ચના કરતા હોય છે.

એવું કહેવામાં આવે છે કે સુદર્શને માં અંબાજીની આરાધના કરી હતી માટે જ માતાજીએ સુદર્શનને દર્શન આપ્યા હતા અને એક ચમત્કારીક શસ્ત્ર પણ એને આપ્યું હતું. આ શસ્ત્રથી જ સુદર્શન નામના આ રાજાએ યુદ્ધ કર્યું હતું અને પોતાના રાજપાટ પણ પાછા મેળવ્યા હતા. આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા કે જે લોકો ઘણા જ શક્તિશાળી હતા અને એ લોકો પાસેથી પાછું મેળવવું અઘરું હતું.પણ જેની સાથે સાક્ષાત માં જગદંબા હોય એના માટે કોઈ પણ વાત અશક્ય ના હતી અને કોઈ જ મોટી તાકાત એને હરાવી શકે નહિ. સુદર્શન રાજાએ પ્રજાની સામે અંબાજીએ એમને જે શસ્ત્ર આપ્યું હતું એ ઉંચુ કર્યું એને બતાવ્યું અને એવું કીધું કે માતાજીએ આપેલા આ જ શસ્ત્રથી મને મારા બાપ-દાદાની ગાદી પાછી મળી છે.

બ્રહ્મદેવનું પ્રાગટ્ય

બીજી એક એવી દંત કથા છે એ પ્રમાણે ચૈત્રી નવરાત્રીના દિવસે જ ભગવાન નારાયણની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું હતું અને એ કમળમાંથી જ બ્રહ્મદેવ પણ પગટ થયા હતા.

ચૈત્રિ નવરાત્રી થી આ ત્રણ રાશિના લોકો પર વરસશે માતાજીની કૃપા

ધાર્મિક દ્રષ્ટિએ જેનુ ખૂબ જ મહત્વ છે તેવી ચૈત્રી નવરાત્રિ 6 એપ્રિલથી શરુ થઈ રહી છે. માના ભક્તો આ નવ દિવસો દરમિયાન ઉપવાસ રાખે છે, અને માતાની ઉપાસના કરે છે. એવું કહેવાય છે કે સાચા મનથી આ નવરાત્રિમાં માતાજીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પંચાગની દ્રષ્ટિએ જોઈએ તો, આ વખતની ચૈત્રી નવરાત્રિમાં વર્ષો બાદ ગ્રહોનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે, જે ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે.

કર્ક

આ રાશિના જાતકો માટે ચૈત્રી નવરાત્રિ ખુશીઓ લઈને આવી રહી છે. આ નવ દિવસોમાં કોઈ શુભ સમાચાર મળવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, નવરાત્રિમાં તમારું મન પણ પ્રસન્ન રહે, અને જીવનમાં ઉમંગ રહેશે. જોકે, ચૈત્રી નવરાત્રિમાં તમારે તમારા ક્રોધ પર પણ નિયંત્રણ રાખવું પડશે, અને ગુસ્સામાં આવી કોઈ મોટો નિર્ણય લેવાની ભૂલ ન કરશો.

મિથુન

નવરાત્રિના દિવસો દરમિયાન કામકાજમાં તમારી વ્યસ્તતા વધશે. જોકે, એપ્રિલ મહિનો પૂરો થતા સુધીમાં તેનો બોજ હળવો થઈ જશે, અને તમે ક્યાંક બહાર ફરવાનું પણ આયોજન થાય તેવી શક્યતા છે. તમે પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી કામ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. મહત્વના નિર્ણયો લેવામાં વડીલો પણ તમારી સહાયતા કરશે, અને આ ગાળા દરમિયાન નોકરી-ધંધામાં કોઈ શુભ સમાચાર મળવાની પણ શક્યતા છે. જો પૈસાની ખેંચ રહેતી હશે તો તે પણ ખતમ થઈ જશે.

સિંહ

કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા જીવનમાં ઉંડો પ્રભાવ છોડી શકે તેવી નવરાત્રિના દિવસોમાં શક્યતા છે. તમારી આર્થિક સ્થિતિમાં થોડો ચઢાવ-ઉતાર જોવા મળશે, જોકે તમારું સારું વર્તન માત્ર તમને જ નહીં પરંતુ તમારી આસપાસના લોકોને પણ ખુશ રાખશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, અને જો કોઈ બીમારીમાં સપડાયા હશો તો સાજા પણ થઈ જશો. આ દરમિયાન તમારે જરુર કરતા વધુ પડતું કામ કરવાથી બચવું, અને આરામનું પણ ખાસ ધ્યાન રાખવું.

ચૈત્રી નવરાત્રીના આ કરો ઉપાય અને સારા થઈ જશે બધા કામ

બે જ દિવસમાં ચૈત્રી નવરાત્રીની શરૂઆત થવાની છે, એટલે અત્યારે દેવીના ભક્તો નવરાત્રીની તૈયારીઓમાં વ્યસ્ત છે. નવરાત્રીના નવે નવ દિવસ નવદુર્ગાની ખાસ આરાધના ભક્તો કરે છે. આ વર્ષે નવરાત્રી 6 એપ્રિલથી ચાલુ થવાની છે અને નવરાત્રીના નવ દિવસ એટલે ખાસ હોય કેમ કે આ દિવસોમાં દેવી ધરતી પર વિચરણ કરતા હોય છે અને માટે જે પણ વ્યક્તિ માતાને ખુબ જ દિલથી યાદ કરે છે તો એની પાસે માતા ચોક્કસથી આવે છે.
navratri 2019

નવરાત્રીમાં દેવીપૂજા તો થાય જ છે અને સાથે જ કેટલાંક ખાસ ઉપાય કરવામાં આવતા હોય છે, અને એને ઘણું જ શુભ માનવામાં આવે છે અને જો આ ઉપાયો કરવામાં આવે તો જીવનની બધીજ સમસ્યાઓનો અંત આવી જાય છે. જો ચૈત્રી નવરાત્રીમાં આ ઉપાયો કરવામાં આવે તો તમારી કિસ્મત બદલાઇ જાય છે અને જો તમારા કોઈ બગડેલા કામ છે તો એ પણ સુધરી જશે.

નવરાત્રીમાં હનુમાનજીને પાનનું બીડુ અર્પણ કરવું.

આ નવ દિવસો દરમિયાન ઘરના મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવો અને સવાર-સાંજ મંદિરમાં ઘી અને તેલના દિવા ચોક્કસથી કરવા જોઈએ તથા એમાં 4 લવિંગ પણ ચોક્કસથી ઉમેરો.

નવરાત્રીમાં પાંચ મેવા લઈને લાલ ચુંદડીમાં મુકો અને માને અર્પણ કરો અને દેવી મંદિરમાં લાલ રંગની ધજા ચડાવવી.

નવરાત્રી હોય ત્યારે દેવીમાંની સામે તાજા પાન ઉપર સોપારી અને સિક્કો મુકીને અર્પણ કરવું.

દેવી દુર્ગામાંને 7 ઇલાયચી અને મિસરીનો ભોગ ચડાવવો જોઈએ. તમે મખાના સાથે સિક્કા ઉમેરીને દેવીને અર્પણ કરી શકો છો અને ગરીબોને દાન કરવું.

આ ચૈત્રી નવરાત્રી પર બન્યો છે મહાસંયોગ, કરો માતાની આરાધના અને મેળવો સફળતા

આપણે સૌ જાણીયે છે કે ઉનાળો શરુ થઇ ગયો છે અને બે જ દિવસમાં ચૈત્રી નવરાત્રીની પણ શરૂઆત થશે. આ ચૈત્ર નવરાત્રી આખા 9 દિવસ દરમિયાન ચાલે છે અને આ દિવસોમાં ઘણાજ શુભ યોગ પણ આવશે. 6 એપ્રિલથી આ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થશે અને એમાં ૫ સવાર્થ સિધ્ધિઓ, ૨ રવિ યોગ અને રવિ પુષ્પ યોગ પણ સર્જાશે. આ નવરાત્રી માતાના શ્રધ્ધાળુઓ માટે ખુબજ મહત્વ ધરાવે છે. આ નવરાત્રી 14મી એપ્રિલના રોજ પુરી થશે.

એક વાત તો બધાને ખબર જ હશે કે રામનવમી આ વર્ષે 2 દિવસ ઉજવવામાં આવશે. સૌથી પહેલા 13 એપ્રિલે ઉજવવામાં આવશે અને 13 એપ્રિલે સવાર ના 11.48 સુધી અષ્ટમીનો યોગ રહેવાનો છે અને પછી નવમીનો ભાગ બેસશે અને નવમી 14 એપ્રિલ પરોઢે 9.27 વાગ્યા સુધી રહેશે. એટલે કેટલાક લોકો 13 તો કેટલાક 14 એપ્રિલે રામનવમીની ઉજવણી કરશે. તો ચાલો જાણીયે કે આ નવરાત્રીમા કઈ-કઈ વસ્તુઓ ખરીદી શકશે કે જે તમારા માટે શુભ રહેશે.

પ્રસાદ ચઢાવો


આપણે ઘટે જયારે કોઈ મહેમાન આવે તો સૌથી પહેલા પાણી આપીએ છે તો એવી જ રીતે આ 9 દિવસ દરમિયાન જો માતાને પ્રસાદ ચઢાવીએ એને ઘણું જ શુભ ગણવામાં આવશે. પણ એ વાત યાદ રાખવી કે આ ભોગમાં લસણ કે ડુંગળી નો ઉપયોગ કરવો નહિ.

કાળા તલ અને જલ ચઢાવો


જો કોઈના ઘરમાં કોઈ વ્યક્તિ રોગી છે તો નવરાત્રીમાં શિવલીંગ પર કાળા તલ અને જલ અર્પણ કરવા જોઈએ આમ કરવાથી માતા પ્રસન્ન થશે અને તમને બધા જ રોગોથી મુક્તિ પણ મળે છે અને તમને તંદુરસ્ત સ્વાસ્થ્ય પણ મળે છે.

કરો દુર્ગાના 108 નામનું ઉચ્ચારણ


આ ચૈત્રી નવરાત્રી પર નિયમીતરીતે માતા દુર્ગાના 108 વાર નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. દુર્ગા સપ્તશતીમાં માં દુર્ગાના 108 નામો વિશેનું વર્ણન કરેલું છે. આ ઉચ્ચારણ કરવાથી માતા તમારી પર એની કૃપાદ્રષ્ટિ બનાવી રાખે છે.

સોનુ-ચાંદી


દોસ્તો ખાસ ચૈત્ર નવરાત્રીના દિવસોમાં કોઈ અગત્યનું કાર્ય કરવું છે તો એ શુભ ગણાય છે. તો જો તમે આ દિવસો દરમિયાન સોનુ કે ચાંદી ખરીદો છો તો એ ઘણું જ લાભદાયી સાબિત થાય છે અને એનાથી તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી વાસ કરે છે.

અત્તર ચઢાવો


તમને ખબર છે કે માતાને સુગંધી પદાર્થો ખુબજ પસંદ હોય છે. જો તમને નવરાત્રીના 9 દિવસોમાં માતાને કોઈ સુગંધી પદાર્થો અર્પણ કરો છો તો તમારી પર માતાની કૃપા હંમેશા માટે રહે છે.

જાણો શુભ દિવસો વિષે

૮ એપ્રિલ – તૃતીય સાથે રવી યોગ – કાર્ય સિધ્ધિ
૯ એપ્રિલ – ચતુર્થી સાથે સવાર્થ યોગ – નવા મકાન ની ખરીદી
૧૦ એપ્રિલ – પાંચમ સાથે સવાર્થ યોગ – લક્ષ્મી પાંચમ
૧૧ એપ્રિલ – છઠ્ઠ સાથે રવિ યોગ – સંતાન પ્રાપ્તિ
૧૨ એપ્રિલ – સપ્તમી સાથે સવાર્થ યોગ – નવા સંબંધો ના જોડાણ
૧૩ એપ્રિલ – અષ્ટમી પર કુળદેવી પૂજન ( ૧૧:૪૮ સુધી અષ્ટમી )
૧૪ એપ્રિલ – નવમી સાથે રવિ કૂષ્પ અને સવાર્થ યોગ ( ૦૯:૩૭ સુધી નવમી )

આ છે IPL માં અત્યાર સુધી ની 10 સૌથી હોટ એંકર્સ, એમણે પોતાની અદાઓ થી આ લીગ માં લગાવી દીધા ચાર ચાંદ

IPL માં ક્રિકેટર્સ, ચીયરલીડર ના સિવાય આ એન્કર્સ એ પણ લોકો નું દિલ જીત્યું અને ઘણા લોકો તો એમની એન્કરિંગ ના દિવાના છે.

IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ પોતાના 12 મા સીઝન ની સાથે ચાલુ થઈ ચૂકી છે. આ  ટી-20 લીગ ને દુનિયા નું સૌથી ગ્લેમરસ ક્રિકેટ ટુર્નામેન્ટ માંથી એક માનવા માં આવે છે, અને આમાં મેચ ની સાથે સાથે હોસ્ટ અને ચીયરલીડર્સ ના પણ ચર્ચા થાય છે. આ લીગ માં દુનિયા ના સૌથી સારા ખેલાડી અને હોટ હોસ્ટ થી દુનિયાભર ના લોકો એન્ટરટેઇન થાય છે અને આ ઘણું પોપ્યુલર પણ છે. એમાં માત્ર ઇન્ડિયન ફિમેલ હોસ્ટ પોતાના ગ્લેમર નો તડકો લગાવે છે પરંતુ એમને દુનિયાભર ના લોકો પસંદ કરે છે અને એમને ફોલો કરે છે. આજ ના લેખ માં અમે તમને IPL ની અત્યાર સુધી ની 10 સૌથી હોટ એન્કર્સ ના વિશે બતાવીશું, આ બધા એ અલગ-અલગ સિઝન માં અથવા તો કોઈ એ તો ઘણી સિઝન માં પોતાની અદાઓ નો જલવો દર્શકો પર પાથર્યો છે.

આ છે IPL માં અત્યાર સુધી ની 10 સૌથી હોટ એન્કર્સ

મંદિરા બેદી

આમનું નામ કોણે નહીં સાંભળ્યું હોય? ટીવી સિરિયલ થી લઈ ને બોલીવૂડ સુધી મંદિરા બેદી એ પોતાનો જલવો પાથર્યો છે અને હવે 45 વર્ષ ની ઉંમર માં પણ પોતાની ફિટનેસ માટે ઓળખાય છે. એમનું નામ ક્રિકેટ ની દુનિયા માં પણ ઘણું લોકપ્રિય રહ્યું કારણ કે મંદિરા એ વર્ષ  2003 માં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ, વર્ષ 2006 મા ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્ષ 2009 ઇન્ડિયન ટી-20 લીગ ના બીજા સીઝન ની સાથે ઘણા ક્રિકેટ ઇવેન્ટ માં હોસ્ટ બની ને લોકો નું દિલ જીત્યું છે.

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર વ્યવસાય થી અભિનેત્રી છે તેમણે ઘણી ફિલ્મો માં સાઇડ રોલ કર્યો છે. એમણે વર્ષ 2011 અને 2015 ની વચ્ચે થયેલા ટી-20 ના સીઝન માં હોસ્ટ ની ભૂમિકા કરી અને લોકો એ એમને ઘણું પસંદ પણ કર્યો.

અર્ચના વિજયા

વર્ષ 2011 થી લઈને 2015 સુધી અર્ચના વિજયા એ ટી- 20 લીગ ને હોસ્ટ કર્યું છે. અર્ચના એ ટીવી પર પણ ઘણા પોપ્યુલર શો કર્યા છે.

પલ્લવી શારદા

વર્ષ 2016 માં ઇન્ડિયન ટી-20 લીગ ના નવમા સિઝન માં હોસ્ટ કરી ચૂકેલી પલ્લવી શારદા પણ એક્ટ્રેસ છે. એમણે માય નેમ ઈસ ખાન, હિરોઈન, બેશરમ, હવાઈજાદા, લૉયન અને બેગમ જાન જેવી ઘણી બોલિવૂડ ફિલ્મો માં કામ કર્યું છે.

મયંતી લૈંગર

વર્ષ 2010 મા ફિફા વિશ્વ કપ, વર્ષ 2010 માં રાષ્ટ્રમંડળ રમત, વર્ષ 2011 મા ક્રિકેટ વર્લ્ડ કપ, વર્ષ 2015 માં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અને વર્ષ 2018 માં ઇન્ડિયન ટી-20 લીગ ના 11 માં સિઝન ને હોસ્ટ કરી ચૂકેલી મયંતી લૈંગર એક રમત પત્રકાર પણ છે. તમને બતાવી દઈએ કે મયંતી ભારતીય ક્રિકેટ ટીમ ના ક્રિકેટર સ્ટુર્ટ બન્ની ની પત્ની છે.

સોનાલી નાગરાની

બિગ બોસ 5 મા સોનાલી નાગરાની પણ ક્રિકેટ ની દુનિયા નું મોટું નામ રહી. વર્ષ 2006 મા ચેમ્પિયન ટ્રોફી, વર્ષ 2007 માં ક્રિકેટ વર્લ્ડકપ અને વર્ષ 2009 આઈસીસી વર્લ્ડકપ ટી-20 ને હોસ્ટ કરવા ના સિવાય સોનાલી એ વર્ષ 2008 માં ઇન્ડિયન ટી -20 ના પહેલા સીઝન ને હોસ્ટ કર્યું હતું.

લેખા વોશિંગ્ટન

ફિલ્મ મટરું કી બીજલી ક મંડોલા મા પોતાની અદાઓ નો જલવો પાથરી ચૂકેલી એક્ટ્રેસ લેખા વોશિંગ્ટન એ પણ ટી -20 ના પહેલા સિઝન ને હોસ્ટ કર્યું હતું.

કરિશ્મા કોટક

વર્ષ 2013 મા IPL ની મેજબાની કરી ચૂકેલી કરિશ્મા કોટક ઇન્ડિયન ટી-20 લીગ ની હોટેસ્ટ એન્કર રહી છે. એમણે બીગ બોસ સીઝન 6 માં ભાગ લીધો હતો.

રોશલ રાવ

વર્ષ 2013 માં ઇન્ડિયન ટી-20 લીગ ના 6 સિઝન ને હોસ્ટ કરી ચૂકેલી રોશલ રાવ એ બિગ બોસ સીઝન-9 મા પ્રતિયોગી બની ને ભાગ લીધો હતો. રોશલ એ વર્ષ 2012 મા ફેમિના મિસ ઇન્ડિયા નો ખિતાબ પણ જીત્યો હતો.

ઈસા તારા

વર્ષ 2002 માં ભારત ના જ વિરુદ્ધ પોતાનો ટેસ્ટ ડેબ્યું કરવાવાળી ઈસા તારા એ વર્ષ 2012 મા ઇન્ડિયન ટી-20 લીગ ને આઈટીવી કવરેજ માં કો-હોસ્ટ કર્યું હતું. તમને બતાવી દઈએ કે એ ઇંગ્લેન્ડ ની પૂર્વ મહિલા ક્રિકેટર રહી ચૂકી છે.

અંડરટેકર થી ફાઇટ કરવાવાળા અક્ષય કુમાર ની સામે આવી સચ્ચાઈ, ફિલ્મ માં આ ઓળખાણ છુપાવવા માં આવી હતી

ફિલ્મ ખેલાડીઓ કા ખિલાડી માં અક્ષય કુમાર એ જે અંડરટેકર થી લડાઈ કરી હતી એના વિશે ઘણા લોકો મા અટકળો હતી એ અસલી છે કે નકલી.

બોલિવૂડ માં અક્ષય કુમાર એ એક્ટર્સ માંથી એક છે જે પોતાના સ્ટન્ટ અને ફાઇટ સીન પોતે કરે છે. એમણે ખિલાડી ટાઇટલ થી બનેલી લગભગ 8 ફિલ્મો માં કામ કર્યું છે અને એટલા માટે એમનું નામ ખિલાડી કુમાર છે. ઉંમર ના આ પડાવ પર એમની સ્ફૂર્તિ યુવાનો ને ટક્કર આપી શકે છે. એમની અંદર એટલી સ્ફૂર્તિ એટલા માટે પણ છે કારણ કે એ માર્શલ આર્ટ એક્સપર્ટ છે અને એમાં બ્લેક બેલ્ટ મેળવી ચૂક્યા છે. અક્ષય કુમાર નું સ્પોર્ટ્સ થી હંમેશા લગાવ રહ્યો છે અને ફ્રી ટાઇમ મા એ પોતાના બાળકો ની સાથે કોઈ ને કોઈ રમત રમતા દેખાય છે. એમની એક ફિલ્મ આવી હતી ‘ખિલાડીઓ કા ખિલાડી’ એમાં એમણે જબરજસ્ત એક્શન સીન આપ્યા હતા. એ ફિલ્મ માં અંડરટેકર થી ફાઇટ કરવા વાળા અક્ષય કુમાર ની સામે આવી સચ્ચાઈ, હવે સચ્ચાઈ શું છે ચાલો તમને બતાવીએ.

અંડરટેકર થી ફાઈટ કરવાવાળા અક્ષય કુમાર ની સામે આવી સચ્ચાઈ

વર્ષ 1996 મા આવેલી  ફિલ્મ ખિલાડીઓ કા ખિલાડી અક્ષય કુમાર રવિના ટંડન અને રેખા ની સાથે કામ કર્યું હતું. એમાં ઘણા ઈન્ટિમેટ સીન પણ આપ્યા હતા જે અક્ષય અને રેખા પર ફિલ્માવવા માં આવ્યા હતા. ફિલ્મ માં એક હજુ પાત્ર હતું જેણે દર્શકો નું ધ્યાન ખેંચ્યું હતું, ફિલ્મ ના એક સીન માં અક્ષય કુમાર WWWE ના ફેમસ રેસલર ‘ધ અંડરટેકર’ ની સાથે ફાઈટ કરતા દેખાયા હતા. આવા માં ફેંસ ના મગજ માં આ સવાલ હંમેશા રહ્યો કે અંડરટેકર અસલી હતો કે નકલી, તો અમે તમને બતાવી દઈએ કે એ અંડરટેકર 100 ટકા નકલી હતો. વાસ્તવ માં એ ફિલ્મ ની સ્ક્રીપ્ટ ની ડિમાન્ડ ના પ્રમાણે મેડમ માયા નો બોડીગાર્ડ અંડરટેકર હોય છે. અને એ પાત્ર નું વાસ્તવિક નામ બ્રાયન લી હતું જે અંડરટેકર ના પિતરાઈ ભાઈ છે. ફિલ્મ માં એમણે અંડરટેકર બનાવી ને પ્રેઝન્ટ કરવા માં આવ્યું હતું જેની અક્ષય કુમાર ની સાથે એક જબરજસ્ત ફાઈટ નો સીન પણ બતાવવા માં આવ્યો હતો.

26 નવેમ્બર, 1966 એ અમેરિકા માં જન્મેલા બ્રાયન લી એક પ્રોફેશનલ રેસલર છે. આ ફિલ્મ માં એક એવા રેસલર ની જરૂર હતી જેને અંડરટેકર જેવું બતાવવા નું હતું. બ્રાયન લી એ આ પાત્ર ને ઘણો સારી રીતે કર્યું અને એકદમ અંડરટેકર ની જેમ દેખાયા. કદાચ આ જ કારણ હતું કે ત્યાર ના દર્શક અને આજ ના દર્શક પણ એમને બરાબર ઓળખી ન શક્યા કે સચ્ચાઈ શું છે. બ્રાયન લી એક્સ્ટ્રીમ ચેમ્પિયનશિપ રેસલીંગ અને ફુલ નોન સ્ટોપ રેસલિંગ માં ભાગ લઈ ચૂક્યા છે અને એમનું રિંગ નેમ બ્રાયન લી છે આખું નામ બ્રાયન લી હેરિશ છે.

આ કારણ થી પણ ચર્ચા માં હતી ફિલ્મ

ફિલ્મ માં એમ તો અક્ષય કુમાર અને રવિના ટંડન ની જોડી હતી પરંતુ સ્ક્રીપ્ટ ના પ્રમાણે અક્ષય કુમાર અને રેખા ની વચ્ચે કેટલાક ઇંટીમેટ સીન બતાવવા માં આવ્યા. ત્યારે આ ખબર ઘણી હેડલાઈન્સ માં હતી કે રેખા એ પોતાની ઉંમર થી ઘણા નાના એક્ટર ને ડેટ કરી રહી છે. એ સમયે છપાવેલા ઘણા ન્યુઝપેપર અને મેગેઝિન એ દાવો પણ કર્યો હતો કે અક્ષય કુમાર રેખા ની સાથે સીરીયલ રિલેશનશિપ માં છે પરંતુ પછી અક્ષય કુમારે રીવિલ કર્યું કે રેખાજી ની ઈજ્જત કરે છે અને ફિલ્મ માં દેખાડવા માં આવ્યું છે એ સ્ક્રિપ્ટ ની ડિમાન્ડ હતી.

સૌથી મોટા મસ્તીખોર છે બોલિવુડ ના આ સ્ટાર્સ, એક એ તો ગાજર નો હલવો કહી ને ખવડાવી દીધી હતી મરચા ની પેસ્ટ

એક થી ચઢિયાતા એક છે આ સ્ટાર્સ ના પ્રૈંક ના કિસ્સા, સૌથી મોટા મસ્તીખોર છે બોલિવૂડ ના સુપરસ્ટાર, સેટ પર કો-સ્ટાર ની સાથે પ્રૈંક કરવા માટે છે ફેમસ

1 એપ્રિલ પ્રૈંક કરવા નો દિવસ હોય છે અને આ દિવસે લોકો ઘણી બધી મસ્તી કરે છે, પરંતુ કેટલાક લોકો માટે મસ્તી કરવા નો કોઈ ખાસ દિવસ નથી હોતો અને એમને જ્યારે ચાન્સ મળે છે એ મસ્તી કરે છે. આ કામ માં ફિલ્મી સ્ટાર્સ પણ માહેર છે. બોલિવૂડ માં કેટલાક એવા કલાકાર છે જેમની દમદાર એક્ટિંગ ના લોકો દિવાના છે, પરંતુ સેટ પર આ સ્ટાર્સ પોતાની મસ્તી માટે પણ ફેમસ છે. વાસ્તવ માં ફિલ્મો ભલે ગંભીર વિષય પર બની રહી હોય અથવા તો પછી કોમેડી પર પરંતુ સેટ પર હંમેશા કામ નો પ્રેશર રહે છે. આવા માં કેટલાક સ્ટાર્સ એવા છે જે પોતાના કો-સ્ટાર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર ની સાથે મસ્તી કરવા થી ઊંચા નથી આવતા. આજે અમે તમને એવા જ મસ્તીખોર સ્ટાર્સ ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે સેટ પર પ્રૈંક કરવા માં ફેમસ છે.

અજય દેવગન

બોલિવૂડ ના સિંઘમ અજય દેવગન ઇન્ટરવ્યૂ વગેરે માં ઘણા ગંભીર દેખાય છે, પરંતુ વાસ્તવ માં એ ઘણા મસ્તીખોર છે. એકવાર ફિલ્મ સન ઓફ સરદાર ના સેટ પર એમણે પોતાના કો-સ્ટાર ને ગાજર નો હલવો કહી ને મરચા ની પેસ્ટ ખવડાવી દીધી હતી. આટલું જ નહીં કાલ ફિલ્મ ની શૂટિંગ ના સમયે એમણે બધા ને વાતો સંભળાવી સંભળાવી ને વિશ્વાસ અપાવી દીધો હતો કે સાચે માં ત્યાં ભૂત છે.

અભિષેક બચ્ચન

જુનિયર બચ્ચન પણ ઘણા મસ્તીખોર છે. સેટ પર એમની મસ્તી ના કિસ્સા પણ ફેમસ છે. એકવાર હેપ્પી ન્યુ યર ના સેટ પર અભિષેક બચ્ચન એ ફિલ્મ હેપ્પી ન્યુ યર ની શૂટિંગ ના સમયે નિર્દેશક ફરાહ ખાન નો ફોન ચોરી લીધો હતો. આટલું જ નહીં ફરાહ ના ફોન થી પોતાના વિશે સારી સારી વાતો ટ્વીટ કરી દીધી હતી. ફરાહ પોતાનો ફોન શોધી શોધી ને હેરાન થઈ ગઈ હતી.

આમિર ખાન

બોલિવૂડ ના મિસ્ટર પરફેક્ટનિસ્ટ પણ પોતાના દમદાર રોલ ના સિવાય સેટ પર પ્રૈંક કરવા માટે ફેમસ છે. હંમેશાં યંગ એક્ટર્સ અને કો સ્ટાર્સ ની સાથે મસ્તી કરવા નો ચાન્સ બિલકુલ નથી છોડતા. બતાવી દઈએ કે અંદાજ અપના અપના ફિલ્મ ની શૂટિંગ ના સમયે અમે રવિના ની સાથે કોફી નો મજાક કર્યો હતો. વાસ્તવ માં એમણે આ નાટક કર્યો હતો કે એમના મોઢા ઉપર ગરમ કોફી ફેંકવા ના છે અને આના થી રવિના ઘણી ડરી ગઈ હતી. આ જ પ્રૈંક એમણે વર્ષો પછી દંગલ ની શૂટિંગ ના સમયે ફાતિમા સના શેખ પર પણ કર્યો હતો.

અક્ષય કુમાર

અક્ષય ઘણા મોટા મજાકિયા માણસ છે અને આ વાત તો જનતા પણ જાણે છે. ઓન સ્ક્રીન જેટલી મસ્તી કરે છે બેક સ્ક્રીન પર પણ પોતાની મસ્તી ઓ માં કોઈ રોક નથી લગાવતા. હુમા કુરેશી બતાવે છે કે અક્ષય સેટ પર કોઈપણ કો-સ્ટાર નો ફોન લઈ લે છે અને એના ફોન થી કોઈને પણ મેરેજ પ્રપોઝલ મોકલી દે છે. અને પકડાઈ જવા ઉપર ઘણી ખેંચવા માં પણ આવે છે.

શાહરુખ ખાન

શાહરુખ માત્ર એક્ટિંગ ના બાદશાહ જ નથી પરંતુ મસ્તી ના પણ બાદશાહ છે. એમનો આ નેચર બોલિવૂડ માં ઘણો ફેમસ છે. અહીંયા સુધી કે ઇન્ટરવ્યૂ માં પણ એમની મસ્તી સાફ દેખાય છે. એક પ્રૈંક એમણે હ્રિતિક રોશન ની સાથે કર્યો હતો જ્યારે એમને કીધું હતું કે એમના સુંદર વાળ આ કારણ થી છે કારણકે એ શેમ્પૂ નથી લગાવતા અને હ્રિતિક એ આ વાત માની પણ લીધી હતી.

ju Panchat | ગુજ્જુ પંચાત.