Monday, July 22, 2019
જાણવા જેવું

મહેસાણા નહીં પણ ગુજરાતમાં જ અહીં છે દેશનો સૌથી મોટો વોટર પાર્ક

24Views

ઉનાળાની શરૂઆત થાય એટલે વીકેન્ડની બે રજામાં સામાન્ય રીતે લોકો આસપાસના વોટર પાર્ક હોય ત્યાં જતા હોય છે. એમ તો ગુજરાતમાં ઘણી જગ્યાએ વોટરપાર્ક આવેલા છે પણ જો હવે તમે ઈચ્છો છો કે તમને ગુજરાતમાં જ સિંગાપોર કે ડિઝનિલેન્ડના વોટરપાર્કની જેમ એક્ટિવિટિઝ અને થીમ પાર્ક, સ્પોર્ટ એક્ટિવિટિઝનો આનંદ મળી જાય તો હવે તમારા માટે એવી જગ્યાએ છે અમદાવાદ વડોદરા વચ્ચે આણંદ જિલ્લાના બોરસદ નજીક. તમને અહીંયા માત્ર ગુજરાતનું જ નહીં પણ આખા દેશનું સૌથી મોટું વોટર પાર્ક જોવા મળશે.

આ ભવ્ય પાર્ક છે આણંદ પાસેની મહિસાગર નદી નજીક


આ વૉટરપાર્ક હજી ગયા વર્ષે જ એપ્રિલમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે અને આ વોટરપાર્કમાં હવે બધી જ રાઈડ્સની પણ શરુઆત થઈ ચુકી છે તો આ ઉનાળામાં તમે થ્રિલ સાથે ઠંડા ઠંડા કુલ કુલની ફિલિંગ પણ માણી શકશો. આ વોટર પાર્ક અમદાવાદથી ફક્ત 108 કિમી, વડોદરાથી 40 કિમી, આણંદથી 35 કિમી અને સુરતથી 172 કિમી દૂર આવેલું છે. આ સ્થળે વહેલી સવારે કારથી પણ પહોંચી શકાય છે અને રાત્રે તો પાછા પણ આવી જવાય છે.

તમને થાક લાગશે પણ રાઇડ્સ છે ઘણી બધી


આ વોટર પાર્ક ટાયર કરવામાં આવ્યું છે એમાં 150 પ્રકારની રાઇડ્સ તૈયાર કરાઈ છે. આ પાર્કમાં ઉતારા માટે 280 હોટલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વોટરપાર્ક 200 એકર જમીનમાં બનાવેલું છે અને આ વોટર પાર્કમાં જુદી જુદી રાઇડ્સ, એમ્યૂઝમેન્ટ પાર્ક, ક્લબ હાઉસ, થીમ પાર્ક, થીમ હોટલ રૂમ, રિવર ફ્રન્ટ, એડ્વેન્ચર પાર્ક, ક્લબ હાઉસ એમેનિટિઝ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, ટેમ્પલ એમિનિટિઝ, હોટલ એમેનિટિઝ, સ્પિરિચ્યૂઅલ એક્ઝિબિશન અને ફ્લાવર ગાર્ડન જેવી એક્ટિવિટી પણ છે અને એમાં પણ ભાગ લઇ શકાય છે.

આ પાર્ક આપે છે સિંગાપોર અને ડિઝનિલેન્ડના વોટરપાર્કને ટક્કર


આ પાર્કમાં એક્વા ફાબુલા, 3 બોડી સ્લાઇડર, ઓપન ફ્લોટ સ્લાઇડર, ટનલ ફ્લોટ સ્લાઇડર, વિઝર્ડ સ્લાઇડ 6 લેન, ઝોમ્બી સ્લાઇડ, ઝૂમર સ્લાઇડર, એક્વા સ્લાઇડર, એક્વા વેવ પૂલ, કિડ્સ વોટર પાર્ક, શેલ રાઇડ, પર્લ રાઇડ, ક્રેબ રાઇડ, સ્નેક રાઇડ, રેઇન ડાન્સ, લેઝી રિવર, રોલર કોસ્ટર, સી ઓક્ટોપસ, વોટર શૂટ, સ્કાઇ સ્વિંગર, સ્કાઇ કોપ્ટર, સ્કાઇ વ્હીલ, ડ્રોપ, કાંગારુ હોપ, ફ્લાઇંગ સ્વિંગર, સ્વિંગિંગ એનિમલ, એરો ફાઇટર, મિનિ શિપ, જાકુઝી, સ્પા, સ્ટીમ બાથ, સાઉના, રોપ કોર્સ, એટીવી રાઇડ ટ્રેક, બુંગી જમ્પિંગ, કિડ્સ બોટિંગ, બોડી ઝોર્બ, હ્યુમન સ્લિંગશોટ, જાયન્ટ સ્વિંગ, ટ્રમ્પોલિન, ઝિંપલાઇન, રોકવેલ ક્લાઈમ્બિંગ, નેટ ક્લાઇમ્બિંગ જેવી ઘણી એક્ટિવિટીઝનો સમાવેશ કરાયો છે.

આ પાર્ક છે જબરજસ્ત મોટું

આ પાર્કમાં વોટર પાર્ક તો છે જ સાથે છે એમ્યુઝમેન્ટ પાર્ક

અહીંયા છે થીમ પાર્ક અને સ્પાની સુવિધા

ભલે સિંગાપોર ન જઈ શકાય અહીંયા તો જરૂરથી જઈ શકશો

આ વોટરપાર્ક છે ખુબજ અદભૂત

આ પાર્ક છે મહિસાગર નદીના કિનારે

આ પાર્ક છે અમદાવાદ-વડોદરાથી ઘણું જ નજીક