Wednesday, January 29, 2020
ધાર્મિક

ઊંધું સ્વસ્તિક બનાવવા થી મનોકામનાઓ થશે પૂરી, સૌભાગ્ય ની સાથે લક્ષ્મી ની થશે પ્રાપ્તિ

128Views

દરેક માણસ ને કોઈ ને કોઈ ઇચ્છા જરૂર હોય છે જેને પૂરી કરવા માટે પોતાની તરફ થી કોઈ કસર બાકી નથી છોડતા. સનાતન ધર્મ માં એવા ઘણા ઉપાય બતાવવા માં આવ્યા છે જ્યારે તમે પોતાની બધી મનોકામનાઓ ઘણી જલ્દી પૂરી કરી શકો છો. આજ ઉપાયો માંથી એક સ્વસ્તિક નો ઉપાય બતાવવા માં આવ્યો છે. સ્વસ્તિક શબ્દ સંસ્કૃત ના બે શબ્દ સુ તેમજ અસ્તિ ને ભેગું કરીને બન્યું છે. જેનો અર્થ એ થાય છે શુભ થાય, કલ્યાણ થાય, હિન્દુ ધર્મ ની અંદર સ્વસ્તિક નું ઘણું મહત્વ હોય છે. જો કોઈ પૂજાપાઠ અથવા કોઈ શુભ કાર્ય કરવા માં આવે તો સૌપ્રથમ સ્વસ્તિક ને મહત્વ આપવા માં આવે છે. પુરાણો માં પણ સ્વસ્તિક ના વિશે ઘણી વાતો બતાવવા માં આવી છે. સ્વસ્તિક ને ધન ની દેવી માતા લક્ષ્મી અને બુદ્ધિ ના દેવતા ગણેશ નું પ્રતિક માનવા માં આવે છે. જ્યોતિષશાસ્ત્ર માં પણ કેટલાક અલગ અલગ ઉપયો બતાવવા માં આવ્યા છે. જેને કરી ને વ્યક્તિ પોતાની બધી મુશ્કેલીઓ થી છુટકારો પ્રાપ્ત કરી શકે છે અને એને ધન અને સૌભાગ્ય ની સાથે લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે.

સ્વસ્તિક નો લાભ સીધો નહીં પરંતુ ઊંધું સ્વસ્તિક બનાવવા થી થાય છે જો તમે ઊંધું સ્વસ્તિક બનાવો છો તો એનાથી તમારી ઈચ્છા જલ્દી ઘણી જલ્દી પૂરી થાય છે. આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી સ્વસ્તિક ના કેટલાક ઉપાયો વિશે જાણકારી આપવા ના છીએ.

આવો જાણીએ સ્વસ્તિક ના ઉપાયો વિશે

જો તમને પોતાના વેપાર માં સફળતા નથી મળી રહી અને વેપાર માં વધારો કરવા માટે ગુરુવાર ના દિવસે ઘર ના ઉત્તર પૂર્વ ભાગ માં ગંગાજલ થી સાફ કરો અને ત્યાં હળદર નો સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક ની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરી ને ગોળ નો ભોગ અર્પણ કરો. આ ઉપાય તમારે સતત 7 ગુરૂવાર સુધી કરવા નું છે. આનાથી તમને પોતાના વેપાર માં ફાયદો મળશે.
જો તમે ઇચ્છો છો કે તમારા ઘર-પરિવાર માં સુખ-સમૃદ્ધિ નું આગમન થાય તો એના માટે ઘર ની બહાર રંગોળી ની સાથે કુમકુમ સિંદૂર થી સ્વસ્તિક બનાવો જો તમે આવું કરો છો તો એનાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને તમારા ઘર માં વાસ કરે છે. ઘર પરિવાર ના લોકો ને દેવી-દેવતાઓ નો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જો તમે પોતાની કોઈ ઇચ્છા પૂરી કરવા માંગો છો તેના માટે ઘર ના પૂજાસ્થળ અથવા મંદિર માં સ્વસ્તિક બનાવી ને એની ઉપર પાંચ અનાજ મૂકી ને દીવો પ્રગટાવો આમ તમારી બધી મનોકામના પૂરી થશે. આના સિવાય ઘર ના પૂજાસ્થળ અથવા મંદિર માં સ્વસ્તિક બનાવી ને એના ઉપર ઈસ્ટ દેવતા ની પ્રતિમા રાખીને પૂજા કરો. આના થી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને તમને મનગમતું વરદાન આપે છે.
જો તમારા ઘર માં રોજ બ રોજ કોઈ ને કોઈ પ્રકાર નો વાદવિવાદ અથવા કલેશ થતો રહે છે તો છુટકારો મેળવવા માટે ઘર ના ઉત્તર-પૂર્વ દિશા માં દિવાલ ઉપર હળદર નો સ્વસ્તિક બનાવી દો જો તમે આવું કરો છો તો તમારા ઘર પરિવાર માં સુખ શાંતિ આવે છે અને ઘર માં ચાલી રહેલો કલેશ પણ દૂર થાય છે.

ઉપર ના સ્વસ્તિક થી જોડાયેલા કેટલાક નાના-નાના ઉપાય છે જેને કરવા થી મનુષ્ય પોતાના જીવન માં બધી મુશ્કેલીઓ થી તરત જ છુટકારો પ્રાપ્ત કરી શકે છે અને મનુષ્ય ને લક્ષ્મી ની પ્રાપ્તિ ની સાથે સાથે એની બધી મનોકામનાઓ પણ ઘણી જલ્દી પૂરી થાય છે. જો તમે આ ઉપાયો ને અપનાવશો તો એનો લાભ તમને જરૂર પ્રાપ્ત થશે.