Wednesday, January 29, 2020
સ્વાસ્થ્ય

હંમેશને માટે યુવાન બની રહેવા દૂધમાં ઉમેરો આ એક જ વસ્તુ, જે પરિણામ આવશે એનાથી ચોંકી જશો

4.76KViews

જો અત્યારના વર્તમાન સમયની વાત કરીયે તો મોટાભાગના લોકો પોતાની સુંદરતા જાળવી રાખવા માટે ખાસી મહેનત કરતા હોય છે. દરેક વ્યક્તિ એવી જ ઈચ્છા રાખે છે કે, તે હંમેશને માટે યુવાન દેખાય. એમાં ફક્ત સ્ત્રીઓનો સમાવેશ થાય છે એવું નથી પણ એ હરોળમાં પુરુષો પણ કાયમી માટે યુવાન દેખાવા માટે ઘણા અલગ અલગ નુસખા અપનાવે છે. પણ આજના સમયમાં લોકોની પાસે પોતાના સ્વાસ્થ્ય ઉપર અને શરીર ઉપર ધ્યાન આપવા માટે પૂરતો સમય હોતો નથી. આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો ઘણી પરેશાનીઓ પણ અનુભવતા હોય છે અને એટલે જ તેઓ નાની ઉંમરમાં વૃદ્ધ જેવા દેખાવા માંડે છે.

આપણને ખબર છે કે આયુર્વેદ શાસ્ત્રોમાં તો એવા ઘણા ઉપાયો બતાવાયા છે કે જેનાથી લોકો હંમેશ માટે યુવાન જ રહે. જો કોઈપણ વ્યક્તિ હોય એ યોગ્ય રીતે પોતાના ખાવા-પીવાનું ધ્યાન રાખે તો એનાથી એ વ્યક્તિ હંમેશને માટે યુવાન દેખાય છે. એક વાત તો આપણે બધા જાણીએ છીએ કે જો દૂધનું સેવન નિયમિતરીતે કરવામાં આવે તો એનાથી આપણા શરીરને ઘણા પોષક તત્વો મળી રહે છે. પણ આયુર્વેદ શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો આ દૂધમાં કેટલીક ખાસ વસ્તુઓ ઉમેરીને પછી પીવામાં આવે તો એનાથી વ્યક્તિ હંમેશને માટે યુવાન દેખાય રહે છે. તો આજે અમે તમને એ જણાવીશું કે એવી વસ્તુઓ વિષે જે જે દૂધમાં ભેળવીને પીવામાં આવે તો તમે પણ રહી શકશો હંમેશ માટે યુવાન. આપણે દરેકને એ તો ખબર હોય છે કે કેટલાક લોકો દૂધમાં કાજુ બદામ જેવા સૂકા મેવા ઉમેરીને એનું સેવન કરતા હોય છે. પણ જો આ દૂધમાં ગુંદ ભેળવીને પછી તેનું સેવન કરવામાં આવે તો એનાથી દૂધના ગુણોમાં બમણો વધારો થાય છે. કુદરતી રીતે મળતો ગુંદ એ અનેક વનસ્પતિઓના ખાસ ગુણ ધરાવે છે, કારણકે આ ગુંદ વનસ્પતિમાંથી મળી આવે છે અને માટે જ જો ગુંદને દૂધમાં ભેળવીને પીવામાં આવે તો એનાથી એ ગુંદમાં રહેલા વનસ્પતિના બધા જ ઔષધિય ગુણો દૂધમાં ભળે છે.

સામાન્ય રીતે બજારમાં સફેદ અને પીડા એમ બે રંગના ગુંદ મળતા હોય છે. સામાન્ય રીતે આ ગુંદ કુદરતી રીતે વનસ્પતિમાંથી જે ગુંદ મળી આવે એમાંથી બનાવવામાં આવે છે. જો એ ગુંદને દરરોજ સવારમાં એક ગ્લાસ જેટલા હુંફાળા ગરમ દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો એનાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા મળે છે. સામાન્ય રીતે આવું દૂધ પીવાથી વ્યક્તિને અનિદ્રાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. જેનાથી એ વ્યક્તિને સારી રીતે ઉંઘ આવી જાય છે અને એ વ્યક્તિના શરીરને પણ આરામ મળે છે , એનાથી એ વ્યક્તિનું શરીર પણ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે અને લાંબો સમય સુધી એ વ્યક્તિ યુવાન રહી શકે છે.

સામાન્ય રીતે તો વધારે પડતા સ્ટ્રેસને લીધે લોકોના વાળ નાની ઉંમરમાં સફેદ થવા માંડે છે, પણ જો ગુંદવાળા આ દૂધનું સેવન કરવામાં આવે તો એનાથી એ વ્યક્તિ તણાવમુક્ત રહી શકે છે. એનાથી એના વાળ પણ લાંબા સમય સુધી કાળા રહી શકે છે અને એ વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન દેખાઇ શકે છે. એ સિવાય જો આવા દૂધનું સેવન કરવામાં આવે તો એનાથી પુરુષોની પ્રજનન શક્તિ પણ વધે છે અને સાથે જ પુરુષોમાં વીર્ય વૃદ્ધિ પણ થાય છે. ગુંદમાં ઘણા અલગ અલગ પોષક તત્વો રહેલા હોય છે ,જેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા વિવિધ પ્રકારના વિટામિન્સ રહેલા હોય છે અને એનું સેવન કરવાથી વ્યક્તિના હાડકા પણ મજબૂત થાય છે અને સાથે જ શરીરમાં રહેલી ઘણી બીમારીઓથી પણ છુટકારો મળે છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ હોય તો એવા વ્યક્તિઓને પણ આ પ્રકારના દૂધનું સેવન કરવાથી ઘણો ફાયદો મળે છે.

આવું દૂધ પીવાથી વ્યક્તિની પાચનશક્તિ પણ ઘણી મજબૂત થાય છે અને સાથે જ ખાધેલો ખોરાક પણ સરળતાથી પચી જાય છે. માટે એ વ્યક્તિને પેટને લગતી બધી જ સમસ્યાઓ દૂર થાય છે. જો નાના બાળકોના દૂધમાં અથવા તો મિલ્ક-શેકમાં આ પ્રકારનું ગુંદ થોડું ઉમેરીને બાળકોને આપવામાં આવે તો એનાથી બાળકોનો વિકાસ પણ ઘણોજ ઝડપી થાય છે.