Sunday, August 25, 2019
મનોરંજન

આ વ્યક્તિએ કરેલી ભવિષ્યવાણી પછી જ બન્યા હતા ધીરુભાઈ અંબાણી કરોડપતિ

29Views

આજે અંબાણી પરિવારનો ડંકો માત્ર ભારતમાં જ નહિ, પણ આખી દુનિયામાં વાગે છે. આ વાતનો શ્રેય જાય છે ધીરુભાઈ અંબાણીને. ધીરુભાઈ અંબાણીએ એકલા હાથે અબજો રૂપિયાની સંપત્તિ ઉભી કરી. 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતમાં જન્મેલા ધીરુભાઈ અંબાણી કાંઈ મોઢામાં ચાંદીની ચમચી લઈને જ નહતા જન્મ્યા. એમણે પણ ગરીબીનો સામનો કર્યો છે. એવા સમયે એક જ વ્યક્તિ એવી હતી કે જેણે તેમના વિષે એવી ભવિષ્યવાણી કરી હતી કે તેઓ એક દિવસ આખી દુનિયા પર રાજ કરશે. હકીકતમાં અંતે એક દિવસ એવો આવ્યો પણ ખરી કે જ્યારે તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો ખોદ્યો.

ધીરુભાઈ વિષે આ જે ભવિષ્યવાણી કરી એ જ્યોતિષી હતા કાકુલાલ શ્રોફ. એ એક્ટર જેકી શ્રોફના પિતા છે. જેકી શ્રોફે પોતે રાજ્યસભા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત વિષે ખુલાસો કર્યો હતો. એમના પિતા જ્યોતિષીનું કામ કરતા હતા અને એના દ્વારા જ તેમના ઘરનું ગુજરાન પણ ચાલતુ હતુ.તેમની ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નહતી.

એ સમયે ધીરુભાઈ અંબાણી સતત એક કામથી બીજા કામમાં પોતાનો હાથ અજમાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ધીરુભાઈ અને તેમના પત્ની કોકિલાબેન અવારનવાર કાકુલાલ શ્રોફ પાસે જતા હતા. જયારે કાકુલાલે ધીરુભાઈને તેમના સોનેરી ભવિષ્ય વિષે જણાવ્યું તો ત્યારે તો તેઓ જોર જોરથી હસવા લાગ્યા હતા અને એમને એવો વિશ્વાસ જ થતો નહતો થતો કે આવું પણ શક્ય થઈ શકે છે.

જેકી શ્રોફે આના વિષે જણાવે છે કે, “આજે પણ મારા સંબંધ અંબાણી પરિવારથી ઘણા જ સારા છે. હું જયારે પણ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને દેખું એટલે મને મારા પિતાની યાદ આવી જાય છે.”