Monday, May 27, 2019
ધાર્મિક

ચાલો જાણીયે ગુજરાતની એક માત્ર શહેર જ્યાં પૌરાણિક કથા મુજબ થાય છે હોલિકા દહન

3Views

જામનગર શહેરમાં જે ભોઈ સમાજ વસે છે એમના દ્વારા આ હોળીના તહેવારની ઉજવણી છેલ્લા 62 વર્ષોથી ચાલતી આવે છે. જામનગરમાં ભોઈના ઢાળીયા વિસ્તારમાં ભોઈ સમાજના લોકો વસે છે અને એમના માટે આ હોળીનો તહેવાર સૌથી મોટો પર્વ ગણાય છે. આ જગ્યાએ હોળીના દિવસે ખાસ હોળીકા અને ભક્ત પ્રહલાદની જે કથા પ્રચલિત છે તે પ્રમાણે હોળીકા અને પ્રહલાદના પૂતળાનું નિર્માણ કાર્ય થાય છે. આ પૂતળાનું વજન 2.5 ટન અને 30 ફૂટ ઉંચા કદનું હોય અને પછી આ હોળીકાના પૂતળાને હોળીના દિવસે હોળીકા દહનની જગ્યાએ લઇ આવામાં આવે છે ને જયારે રાત્રે હોળી દહનનો સમય થાય ત્યારે હોળી પ્રગટાવવામાં આવે છે. અને આ આ આગ સામે પણ ભક્ત પ્રહલાદ જીવતા જ રહે છે.

જાણો હોળીના તહેવારની પૌરાણિક કથા વિષે,

Image result for holika dahan

આપણે જાણીયે છે એમ હોળીના તહેવારની પૌરાણિક કથા પ્રમાણે પ્રહલાદ ભગવાનના પરમ ભકત હતા અને એમને મારવા માટે આ કામ હોલીકાને સોપવામાં આવ્યું હતું. અને હોલીકા પાસે એક વરદાન હતું કે, તેને મળેલી ઓઢણી પહેરી હોય તો અગ્ની પણ તેને ના બાળી શકે. માટે તે ણે બાળ ભકત પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યા અને વરદાનમાં જે ઓઢણી મળી હતી એને ઓઢીને ખડકાયેલી ચિતા ઉપર ચડી ગઇ હતી. પણ ભગવાન કઈ રીતે પોતાના ભક્તને મરવા દે અને ભગવાન પોતાના ભકતને બચાવવા માટે પવન દેવન કામ સોંપે છે અને જે ચિતા પર હોલીકા પ્રહલાદને ખોળામાં રાખીને ઓઢણી ઓઢીને બેઠી હતી અને અચાનક જ અતિ ભારે પવન ફુંકાતા હોલિકાની ઓઢણી ઉડી ગઇ હતી અને પ્રહલાદને ત્યાંથી દૂર કરી દેતા હોલિકા પોતે તો ભસ્મ થઇ ગઇ હતી.બસ એ પછી દર વર્ષે ફાગણ સુદ-પૂનમના દિવસે હોળીના તહેવારની ઉજવણીની શરૂઆત થઇ હતી. આ તહેવાર એટલે અધર્મ ઉપર ધર્મનો વિજય.

જામનગરમાં છેલ્લા 62 વર્ષથી કરવામાં આવે છે હોલીકા ઉત્સવની અદભુત ઉજવણી

https://i0.wp.com/www.panchat.co.in/wp-content/uploads/2019/03/holifinal_holi-celebration-by-bhoi-community-at-jamnagar_0.jpg?w=696&ssl=1

આપણે જે પૌરાણિક કથા જાણી એ મુજબ જ ભોઇ જ્ઞાતિના લોકો જામનગરમાં હોલીકા ઉત્સવની ખુબજ અનોખી રીતે છેલ્લા 62 વર્ષથી ઉજવણી કરે છે અને ખાસ વાત એ છે કે ગુજરાતમાં બીજે કોઈ પણ જગ્યાએ આવી રીતે હોળીની ઉજવણી કરવામાં આવતી નથી. આ કાર્યક્રમનું આયોજન જામનગરમાં સુભાષ શાક માર્કેટ પાસેના ચોકમાં દર વર્ષે કરવામાં આવે છે. હોળીના દિવસે સવારે ભોઇ જ્ઞાતિના યુવાનો વાજતે-ગાજતે મહાકાય હોલીકાનું સરઘસ કાઢે છે અને પછી બપોર બાદ હોલીકા ચોકમાં હોલીકાની સ્થાપના કરવામાં આવે છે. પછી રત્ન સમયે જે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા એમના દ્વારા હોલીકા દહનનો કાર્યક્રમ યોજાય છે.

ઠેર-ઠેરથી લોકો આવે છે અહીંયા

જામનગરમાં ભોઈના ઢાળીયા વિસ્તારમાં જે હોળીકા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે એમાં ભાગ લેવા માટે શહેરીજનો અને એ સિવાય પણ ઠેર-ઠેરથી ઘણી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે. અહીંયા હોળીકા ઉત્સવ માટે જામનગરના સંસદ પૂનમ માડમ પણ દર વર્ષે મદદ કરે છે. આ ઉત્સવ ગુજરાતમાં એકમાત્ર જામનગરમાં જ થાય છે અને આખી સમસ્ત ભોઇ જ્ઞાતિ દ્વારા આ હોળીકા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ હોલીકા ઉત્સવમાં ધાર્મિક ગ્રંથોમાં જેવી રીતે હોલીકા દહન અને પ્રહલાદનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો એવી રીતે જ આખો ઘટનાક્રમ આબેહુબ રીતે રજૂ કરાય છે. આ આખા પ્રસંગને જોવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો અહીંયા આવતા હોય છે. તે દિવસે ઢોલના ધબકાર અને ડી.જે. ના સંગીત સાથે લોકો નાચે છે ગાય છે અને આનંદ કરતા કરતા એકબીજા પર અબિલ-ગુલાલ ઉડાડે છે.

આ વર્ષે 63 મી વખત આ હોળીકા દહનનું આયોજન થઇ રહ્યું છે.અને આ ઉત્સવમાં હોલીકાના ખોળામાં બેઠેલા પ્રહલાદને ઉચકીને બચાવી લેવાશે અને હોલીકા તો તરત જ અગ્નિમાં બાળીને ખાખ થઇ જશે.જો આ આખા પ્રસંગને નરી આંખે જોઈએ તો કંઈક અલગ જ અનુભવ થાય છે. એક વાત ખાસ કે આ હોડીને તૈયાર કરવામાં લગભગ 1 મહિના જેટલો સમય લાગતો હોય છે. આ ઉજવણી માટે જામનગરના સાંસદ પૂનમબેન માડમ બધી જ મદદ પુરી પાડે છે હવે આ વર્ષે પણ ભોઈ સમાજના લોકો લગભગ એક મહિનાથી હોળીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.