Monday, July 22, 2019
પ્રવાસ

ગુજરાતનો આ દરિયો જોઈને ભૂલી જશો ગોવાનો દરિયાકિનારો !!

39Views

આ દરિયાકિનારામાં છે બ્લુ પારદર્શી પાણી અને ગોલ્ડન બ્રાઉન કલરનો રેતાળ કીનારો

આપણે જયારે પણ દરિયે કે બીચ જવાનો પ્લાનિંગ કરીયે એટલે સૌથી પહેલા તો મગજમાં ગોવા, દિવ અથવા કેરળનો જ કોઇ દરિયા કિનારો આપણી સામે આવી જાય. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસે સૌથી વધુ કોઈ જતું હોય તો એમાં આપણા ગુજરાતીઓ જ સૌથી ટોચ પર આવે છે. પણ શું તમને ખબર છે કે ગુજરાતમાં એક સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને આ દરિયા કિનારો એવો છે કે બીજા રાજ્યોને પણ ટક્કર આપે છે.

અહીંયા આવીને ભૂલો જશો ગોવાને

પ્રવાસીઓને આકર્ષવા હોય તો એના માટે પરફેક્ટ બીચ એટલે કે સમુદ્ર કિનારે સુંદર રેતી, શાંત ચોખ્ખો અને ખડક દરિયો હોય પ્રવાસીઓને બીજુ શું જોઈએ ? જો તમને કોઈ આવું કે તો તમને તો એવો જ વિચાર આવશે કે આવું તો ફક્ત વિદેશ અથવા તો ગોવામાં જ શક્ય હોઈ શકે છે. પણ ના આપણા ગુજરાતમાં પણ આ જ પ્રકારનો દરિયા કિનારો છે. કેમ, નવાઈ લાગી ને ?હા ખરેખર તમે જોશો તો તમને આ કોઈ વિદેશી બીચ જેટલો જ સુંદર અને મજાનો દરિયા કિનારો જોવા મળશે , આ દરિયાકિનારો આવેલો છે ગુજરાતના બે જાણીતા શહેરો સોમનાથ અને પોરબંદરની વચ્ચે માધવપુર પાસે.

દરિયે નહાવાની માણો મજા

તમે માધવપુર વિષે સાંભળ્યું જ હશે. અહીંયા દર વર્ષે ચૈત્રી નવરાત્રના રામનવમીથી માધવરાયજીના લગ્નના ઉત્સવનો આયોજન થાય છે. આ પ્રસંગે અહીંયા હજારો લાખોની સંખ્યામાં લોકો આ દિવ્ય લગ્નોત્સવમાં હાજરી આપવા દોડી આવે છે. પણ એ બધા સિવાય જો વાત કરીયે તો માધવપુરનો દરિયા કિનારો એવો છે કે બધાને આકર્ષે છે. અહીંયાનો જે દરિયો છે એ શાંત છે અને એનું પાણી ભૂરાશ પડતા રંગનું છે. અને પાણી છીછરું છે માટે અહીંયા દરિયામાં નહાવાની પણ જોરદાર મજા લઇ શકાય છે. તેથી જ અહીંયા હવે ધીમે ધીમે બીચ પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થઇ રહ્યો છે.

અફાટ દરિયો અને અમાપ લીલોતરી

આ પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરે છે ,એની લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરી જોઈને આંખોને ઠંડક મળે છે અને આપણા હદયને આનંદથી ભરી દે એવું માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે બાજુ આપણને જોવા મળે છે. જો તમે ક્યારે પણ સોમનાથ દ્વારકા કે પોરબંદર તરફ પ્રવાસે જાઓ તો ચોક્કસથી માધવપુર સ્ટોપ કરજો અને અહીંયાના દરિયા કિનારાને નિહાળજો ,અને જયારે હવે ગોવાનો પ્લાન કરો એ પહેલા માધવપુર વિશે વિચારી કરી લેજો. હવે આ રમણીય બીચ પોતાની સુંદરતા માટે જાણીતું બન્યું છે એટલે ગુજરાતી અને હિંદી પિક્ચર, સિરિયલ, જાહેરાત અને ફીલ્મોના શૂટિંગમાં એ ફેમસ થઇ રહ્યો છે.

માધવપુરનું ઘેડનું ઐતિહાસિક મહત્વ

માધવપુર ઘેડ એ મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. એની આસપાસનો જે પંથક છે એને ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ભુમિ ખાસ કરીને ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે ઘણું જ જાણીતું છે. માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું એક પૌરાણિક મંદીર પણ આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું છે એવી માન્યતા છે. મંદીર ઉતમ શિલ્પખચિત છે. આ મંદિરની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. આ મંદિર સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને છે અને એવું લાગે છે કે જાણે આ મંદિર હજી પણ ઇતિહાસ જાળવીને બેઠુ છે. જો તમે પણ પોરબંદર જયારે પણ જાઓ અને એની આજુબાજુમાં રહેતા હોવ તો આ માધવપુર બીચની મુલાકાત લેવા એક વાર ચોક્કસથી જજો …

સીઝનમાં અહીં તમે ડોલ્ફિન પણ જોઈ શકશો

પક્ષીઓ ભીંજાય છે અહીંયા દરિયાના પાણીમાં

આ દરિયા કિનારે આવેલો છે હાઈવે