Tuesday, June 18, 2019
ધાર્મિક

મુંબઈવાસીઓને આ દેવી બનાવી દે છે ધનવાન, રોજ બદલાય છે આ માતાનું વાહન !

10Views

મુંબઈ એટલે શું તો દેશની આર્થિક રાજધાની અને સપનાનું શહેર. આ શહેરમાં પોતાનું સ્થાન બનાવી શકે એના માટેનું આકર્ષણ દેશના લોકોમાં અને વિદેશીઓમાં પણ જોવા મળે છે. એ વાતની સાબિતી આપે છે બોલિવુડમાં સતત વધી રહેલા વિદેશી કલાકારોની સંખ્યા છે. જયારે મુંબઈ શહેર વસ્યું હતું ત્યારે શરૂઆતમાં તો અહીંયા માછીમારોની વસ્તી જ હતી. આ શહેરે અત્યારે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે , એની પાછળ મુંબા દેવીની કૃપા રહેલી છે એવું માનવામાં આવે છે.

મુંબા દેવી સમુદ્રથી બચાવે છે મુંબઈને


આજનું જે ઝળહળતું મુંબઈ શહેર છે એ એક જમાનામાં તો એકદમ ઉજ્જડ હતું. ત્યારબાદ અહીંયા માછીમારો આવીને વસ્યા હતા. માછીમારોએ આ સમુદ્રમાં આવતા તોફાનથી બચાવા માટે એક દેવીના મંદિરની સ્થાપના કરી હતી અને એને મુંબા દેવીના નામે ઓળખવામાં આવે છે અને મુંબા દેવીના નામ ઉપરથી છે મુંબઈ શહેરનું નામકરણ થયું હતું.

લક્ષ્મી માતાનું સ્વરૂપ


મુંબા દેવીએ તો ધન અને ઐશ્વર્યની દેવી મા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવે છે. એવી આસ્થા રહેલી છે કે આ માતાની કૃપાથી જ મુંબઈ દેશની આર્થિક રાજધાની બની શક્યું છે. મા મુંબા દેવીને મુંબઈની ગ્રામદેવી તરીકે પૂજવામાં આવે છે. અહીંયા દરેક શુભ કામ કરવામાં આવે એ પહેલા માતાજીની પૂજા-અર્ચના કરી આશીર્વાદ ચોક્કસથી લેવામાં આવે છે.

માં મુંબાનું દરરોજ બદલાય છે વાહન


એવું કહેવાય છે મા મુંબાનું વાહન દરરોજ બદલાય છે અને એમ કહેવાય છે કે દિવસ મુજબ વાહનની પસંદગી થાય છે. સોમવારે મા નંદી પર સવાર થાય છે તો મંગળવારે હાથીની સવારી કરે છે. બુધવારે કૂકડો તો ગુરુવારે ગરુડ પર મા સવાર થાય છે. શુક્રવારે સફેદ હંસ પર તો શનિવારે ફરીથી હાથીની સવારી કરે છે અને રવિવારે માતાનું વાહન સિંહ હોય છે.

માતાના વાહન બનાવેલા છે ચાંદીના


મા મુંબા દરરોજ જે વાહનો પર સવારી કરે છે તો એનું નિર્માણ ચાંદીમાંથી કરાવવામાં આવ્યું છે. આ મંદિરમાં આખા દિવસમાં 6 વાર આરતી કરવામાં આવે છે. આરતીનો સમય પણ અલગ-અલગ હોય છે અને આરતી દરમિયાન મંદિરની ભવ્યતા સાચે જ જોવા જેવી હોય છે.

આ દિવસના કરવામાં આવે છે ખાસ પૂજન


મા મુંબા દેવીના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. અહીંયા શ્રદ્ધાળુઓ મા પાસે સાચા મનથી જે પણ માનતા માને છે એ મુંબા દેવી ચોક્કસથી પૂરી કરે છે. અહીંયા સિક્કા પર લાકડીથી ખીલી ઠોકીને પછી બાધા રાખવામાં આવે છે. અહીંયા દર મંગળવારે મુંબા દેવીના દર્શનને ઘણું જ ખાસ માનવામાં આવે છે અને એટલે જ આ દિવસે અહીંયા વધારે ભીડ પણ હોય છે.

કઈ રીતે થયા મુંબા માં પ્રગટ ?


એક લોકવાયકા એવી છે કે અષ્ટભુજા મા મુંબા દેવીને બ્રહ્માજીએ પોતાની શક્તિથી પ્રગટ કર્યા છે,પછી જ્યારે સ્થાનિક લોકોએ મુંબારક નામના એક રાક્ષસથી હેરાન પરેશાન થઈને બ્રહ્માજીને પ્રાર્થના કરી તો ત્યારે એમણે મુંબા દેવીને પ્રગટ કર્યા અને રાક્ષસનો સંહાર કરાવ્યો. એ પછી માં નું એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું અને મુંબારકનો સંહાર કરનારી માતાનું નામ મુંબા દેવી રખાયું.