Monday, July 22, 2019
જાણવા જેવું

ભૂલમાં પણ કોઈ દિવસ કિન્નરોને આ વસ્તુ દાન ના કરવી, નહિતો કરવો પડશે પસ્તાવો !!

16Views

એ વાતમાં કોઈ શક નથી કે આ આખી દુનિયા અને કુદરતની રચના ભગવાને કરી છે , ભગવાને ફક્ત માણસ જ નહિ પણ પશુપક્ષીથી માંડીને ફૂલ છોડની પણ રચના કરી છે, ભગવાને જયારે માણસની રચના કરી ત્યારે એમણે 3 પ્રકાર પાડ્યા , જેમાં એકને પુરુષ કહેવામાં આવ્યા, બીજાને સ્ત્રીને કહેવાય છે અને ત્રીજાને કિન્નરનું નામ આપવામાં આવ્યું છે. જોકે કિન્નર પણ આપણા સમાજનો એક ભાગ જ છે તેમ છતાં લોકો એને ધુતકારે છે. કિન્નર સંપૂર્ણ રીતે પુરુષ પણ નથી હોતા કે નથી સ્ત્રી હોતી.આ બંનેનું મિશ્રણ છે.  ઘણા કિન્નર તો એક સામાન્ય માણસના રૂપ માં જ હોય છે (સ્ત્રી કે પુરુષ ) . કિન્નરને આ દુનિયામાં કોઈ ઇજ્જતથી નથી જોતું, પણ આપણે માણસ થઈને ભૂલી જઇયે છે કે ભગવાન તો બધા જ માણસોમાં વસ્યા છે તેમ છતાં આપણે કિન્નરોને માણસાઈથી દૂર માનીયે છે.

જયારે પણ કોઈના ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય છે ત્યારે તે ખુબ જ ખુશી તેની ઉજવણી કરે છે. પણ જો ભૂલમાં પણ કોઈના ઘરે કિન્નરનો જન્મ થઇ જાય તો એના ઘરમાં ખુશીની જગ્યાએ માતમ છવાઈ જાય છે ને સમાજની નજરોથી બચવા માટે એને અનાથથી જેમ ફેંકી દેવાય છે, એ આપણા સમાજમાં રહીને આપણા સમાજનો હિસ્સો નથી બની શકતો, બધા એને ધુતકારે છે પછી એ પોતાનું જીવન નાચીગાઈને પસાર કરે છે. હિન્દૂ ધર્મમાં જો શાસ્ત્રોનું માનીયે તો એક કિન્નરની દુઆમાં ઘણી જ શક્તિ હોય છે , એવું કહેવાય છે કે કિન્નરનો અવાજ ભગવાન સુધી જલ્દી પહોંચી જાય છે. એવી જ રીતે કિન્નરે આપેલી બદદુઆ પણ કોઈ દિવસ ખાલી જતી નથી. એવા આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિષે જણાવીશું કે જે તમારે ભૂલમાં પણ કોઈ દિવસ કિન્નરોને દાનમાં ના આપવી જોઈએ કારણકે એવું કરવાથી તમે પાપના ભાગીદાર બનો છો અને એનાથી તમારે આખી જિંદગી ભોગવવું પડે છે.

ઘણા લોકો ગરીબોને દાન આપવું એ પોતાનું કર્તવ્ય સમજતા હોય છે, એવામાં એમની પાસે રહેલી જે પણ જૂની વસ્તુઓ કે કપડાં હોય એ દાન રૂપે આપી દે છે. પણ શાસ્ત્રોનું માનીએ તો આપણે કોઈ પણ કિન્નરને જુના કપડાં દાનમાં ના આપવા જોઈએ, એને ઘણુંજ અશુભ માનવામાં આવે છે.એનાથી કિન્નરના આત્મસન્માનને ઠેસ લાગે છે અને એની બદદુઆ આપણને છોડતી નથી , એવામાં જો તમારે કિન્નરને કપડાં આપવા હોય તો નવા કપડાં લઈને આપવા જોઈએ ,એનાથી તમારી કુંડળીમાં રહેલો રાહુકેતુ દોષ દૂર થાય છે.

સાવરણીને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે , પણ કિન્નરને સાવરણી આપવી અશુભ માનવામાં આવે છે , એવું કરવાથી આપણા ઘરની આર્થિક સ્થિતિ બગડે છે , અને એનાથી આપણા ઘરમાં પૈસાની તંગી રહે છે , માટે કોઈ દિવસ કિન્નરોને ભુલમાં પણ સાવરણી દાન ના કરવી જો તમારે સાવરણી દાન જ કરવી છે તો તમે લક્ષ્મી માં ના મંદિરે દાન કરી શકો છો.

તેલનું દાન કરીને શનિનો દોષ દૂર થાય છે , માટે કિન્નરોને તેલનું દાન ના કરવું જોઈએ , એવું કરવાથી ઘરમાં ગરીબી આવી શકે છે , જો તમે શનિ દોષથી બચવા ઈચ્છો છો તો હોઈ ગરીબને તેલનું દાન કરી શકો છો અથવા તો કોઈ શનિદેવના મંદિરે પણ ચડાવી શકો છો.