Monday, July 22, 2019
જાણવા જેવું

શું તમને ખબર છે રડતી મહિલાઓમાં હોય છે કેટલીક ખાસ વાતો

20Views

દોસ્તો તમે જોયું હશે કે કેટલીક છોકરીઓ કે મહિલાઓ એવી હોય છે કે સાવ નાની નાની વાતમાં રડવા માંડતી હોય છે. એવી છોકરીઓને ખુબ જ ઝડપથી આંસુ આવી જતા હોય છે અને લોકો એવી મહિલાઓને નબળી અથવા કમજોર સમજે છે. પણ દોસ્તો એક ખાસ વાત આજે અમને તમને જણાવી દઈએ કે આમ સાવ નાની વાત વાતમાં જે છોકરીઓ રડવા લાગે એને નબળી સમજવાની ભૂલ કોઈ દિવસ કોઈએ પણ ના કરવી જોઈએ કારણકે આવી છોકરીઓ અથવા તો મહિલાઓ પોતાના સ્વભાવથી ઘણી જ ખાસ હોય છે. અને એ તમારી બધી બાબતનું પણ ધ્યાન રાખતી હોય છે.

આ પ્રકારની છોકરીઓ ઘણી લાગણીશીલ હોય છે સાથે જ એમનામાં કેટલાક ખાસ ગુણો પણ રહેલા હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે વધુ રડતી હોય એવી છોકરી અથવા મહિલાઓમાં કેટલીક ખાસ ખૂબીઓ રહેલી હોય છે. સામાન્ય રીતે જે છોકરીઓ વાતે વાતે રડતી હોય એને લોકો નબળી સમજે છે અથવા તો એને સાવ કમજોર દિલવાળી છોકરી સમજી લે છે. પણ તેઓ રડશે તો લોકો શું કહેશે એના વિષે એમને કોઈ જ પરવાહ નથી હોતી, જેના લીધે તે અંદરથી ઘણી જ મજબુત હોય છે.

એવી છોકરીઓ ક્યારે રડવા લાગે છે તો એમનું મન જ્યારે ખોટી વાતોથી વ્યગ્ર કે દુઃખી થઇ જાય છે. જયારે એવી રીતે છોકરીઓ રડે છે તો એમના દિલમાં રહેલું દર્દ અને મગજમાં રહેલું ટેન્શન પણ એની સાથે દુર થઇ જાય છે. જેનાથી જે છોકરીઓ વધુ રડતી હોય એ ઘણી બીમારીઓથી પણ બચે છે અને માટે જ એવી છોકરીઓ માનસિક રીતે ઘણી જ મજબુત હોય છે. એ લોકોનું માનસિક સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહે છે કેમ કે તણાવથી બચવા માટે રડવું એને એક સારી બાબત માનવામાં આવે છે અને આયુર્વેદમાં પણ એને મન હળવું કરવા માટેનો એક ઘણો જ સરળ ઉપાય જણાવાયો છે.

જે છોકરીઓ દરેક વાત પર લાગણીશીલ થઈને રોવા લાગે એ પોતાના જીવનસાથીને ઘણો જ પ્રેમ કરતી હોય છે. એવી છોકરીઓને પોતાના જીવનસાથીથી દુર જવામાં પણ ડર લાગતો હોય છે. પણ એક વાત એ પણ સાચી છે કે આવી છોકરીઓ પોતાના જીવનસાથીનું તો ધ્યાન રાખે જ છે સાથે જ પોતાના પરિવારનું પણ વધુ ધ્યાન રાખે છે. એવી છોકરીઓનો સ્વભાવ બધા માટે સમભાવ હોય છે. તે કોઈ દિવસ બીજા લોકોમાં ઊંચનીચ નથી જોતી હોતી.

લાગણીશીલ છોકરીઓ એક સારું વ્યક્તિત્વ તો ધરાવે જ છે સાથે જ તે ઘણી જ સારી મિત્ર પણ સાબિત થાય છે. એવી છોકરીઓ ભલે ને કોઈ પણ મુશ્કેલીઓ હોય એમાં પોતાના મિત્રને સાથ આપે છે. એવી છોકરીઓ લાગણીશીલ હોય છે એટલે ખુબજ સરળતાથી બીજાની પણ ભાવનાને ખુબ જ સારી રીતે સમજી શકે છે. એ સિવાય વધારે રડતી છોકરીઓ બીજાની લાગણી અને દુઃખો પર હસતી નથી પણ તેમની લાગણીઓની કદર કરે છે. ફક્ત એ જ નહિ પણ તેમને હંમેશા મદદ પણ કરે છે. તેવી મહિલાઓ દરેક અસહાય વ્યક્તિને ખુશી ખુશી મદદ કરે છે.

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ દુઃખમાંથી પસાર થઈ રહ્યું છે તો એને સાથ આપવા માટે એને સમજવું જરૂરી હોય છે. જે છોકરીઓને રડવું વધુ પડતું આવતું હોય તો એવી છોકરીઓ ભાવનાત્મક રીતે પણ ઘણી ઈન્ટેલીજન્ટ હોય છે. તો એટલે કે આવી છોકરીઓ લોકોની ભાવનાઓને સમજવામાં ખુબ જ સક્ષમ રહે છે. તો માટેજ એ સારી જીવનસાથી પણ સાબિત થાય છે કેમ કે તે પોતાના પતિ અને પરિવારની ભાવનાઓને પણ સારી રીતે સમજે છે અને એમાં સંતુલન જાળવી શકે છે. જેનાથી એનો પરિવાર પણ એકદમ સુખી સંપન્ન રહે છે.

તો જોયું ને દોસ્તો કે કોઈ છોકરી કે મહિલા વધુ પડતી રોતી હોય એ નબળાઈની નિશાની નથી પણ રડવું આવે એ તો એના ઈમોશન હોય છે. એવી મહિલાઓમાં જે લાગણી હોય છે એ આંસુ રૂપે બહાર આવી જાય છે. તો એવો છોકરીઓ નબળી નથી હોતી પણ તે ભાવનાત્મક અને માનસિક બંને રીતે ઘણી જ મજબુત હોય છે. તો ક્યારેય પણ વધારે રડતી હોય એવી છોકરીઓનો મજાક ઉડાવવો જોઈએ નહિ કેમ કે એવી છોકરીઓ મનથી ઘણી જ સારી હોય છે અને તે બિન્દાસ રીતે પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે. જો કોઈ પુરુષના જીવનમાં આવી છોકરી કે મહિલા આવી જાય છે તો એની જીવન એકદમ સુખમય બની જાય છે.