Monday, May 27, 2019
જાણવા જેવું

ચાલો આજે જાણીયે દુનિયાની આખરી સડક વિષે, આ જગ્યાએ એકલા ના જવું એ જ બેસ્ટ છે , નહીંતર થઇ શકે છે કંઈક આવું !!!!!!!!

6Views

શું તમે નોર્થ પોલ અથવા ઉતરી ધ્રુવ વિષે સાંભળ્યું છે ? આ આખી દુનિયામાં આવેલું સૌથી સુંદર ઉતરી બિંદુ છે. આ ધરી પર આપણી પૃથ્વી ગોળ ગોળ ફરે છે. આ જગ્યા આર્કટિક મહાસાગર પાસે આવેલી છે ને ત્યાં હંમેશા બરફની ચાદર જ ઢંકાયેલી હોય છે. આ નોર્વેનો આખરી ભાગ છે અને તે આખા વિશ્વની આખરી સડક છે એવી માન્યતા છે.

પૃથ્વીના આ છોર અને નોર્વેને જે સડક જોઈન્ટ કરે છે છે તેને ઇ-69 ના નામે ઓળખવામાં આવે છે.અને તેને દુનિયાની આખરી સડક તરીકે પણ ઓળખવામાં આવે સીજે કારણ કે એની આગળ બીજો કોઈ સડક માર્ગ જ નથી.

આ જે ઇ-69 નામનો હાઇવે છે તે આશરે 19 કિલોમીટર જેટલો લાંબો છે. આ સડક પર હંમેશાને માટે ઘણા બધા લોકોને એકસાથે ફરવા જવાની પરવાનગી આપવામાં આવે છે. કારણકે જો એકલું જાય તો તે વ્યક્તિ ક્યાંક ખોવાઈ જાય છે.

અહીંયા કડકડતી ઠંડીમાં લોકો મચાલીનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તે બાદ 1930 માં ધીરે ધીરે તેનો વિકાસ થવા મંડ્યો. પછી 1934 માં ત્યાં રહેતા લોકોએ એવો નિર્ણય લીધો કે બહારથી આવતા લોકોનું પણ અહીંયા સ્વાગત કરવું જોઈએ કે જેથી કરીને તેમનો વ્યવસાય પ્રગતિ કરી શકે.

એના માટે એવું કહેવાય છે આખી દુનિયામાંથી ખૂણે ખૂણેથી લોકો નોર્થ પોલ ફરવા આવતા હોય છે, અને જે કોઈ પણ અહીંયા આવે એટલે તેમને કંઈક અલગ જ દુનિયામાં હોય એવો અનુભવ થાય છે.

આ સ્થાને રહેલી મિડ નાઈટ સાન અને પોલાર લાઇટનું દ્રશ્ય જોઈને તો  દરેક વ્યક્તિને અચરજ ખુબ જ થાય છે. આ જગ્યા ઉતરી ધ્રુવ પર છે માટે અહીંયા શિયાળામાં રાત પૂરી નથી થતી અને ઉનાળામાં સૂર્ય અસ્ત થતો નથી.

ભૌગોલિક કારણોને લીધે અહીંયા કુદરતી પ્રકાશ પણ ખરેખર દેખવા જેવો છે. આ સ્થાને વર્ષને અંતે ફરવાની ખુબ જ મજા આવે છે. જો નોર્થપોલની એક ખાસિયત વિષે જાણીયે તો એ છે કે અહીંના લોકોને તેમની પોતાની રીતે જ રહેવાનુ ગમે છે. અને બહારની દુનિયામાંથી કોઈ આવે એમની સાથે વાતચીત કરવી ગમતી નથી.


નોર્વેનું આ શહેર એવું છે કે ત્યાં કોઈ  વ્યક્તિને મરવાની પરવાનગી જ નથી, અહીંયા છેલ્લા 70 વર્ષથી કોઈનું મૃત્યુ જ થયું નથી !!!!

દુનિયામાં એવી પણ જગ્યા છે કે જ્યાં લગભગ 70 વર્ષથી કોઈનું મૃત્યુ થયું જ નથી. અને આના વિષે વધુ કઈ અમે નહિ કહી શકીયે. પણ નોર્વેમાં એક શહેર એવું શહેર આવેલું છે લોંગઈયરબેન. અહીંયા આશરે 2000 ની આબાદી છે પણ આ શહેરમાં આશરે 70 વર્ષથી કોઈનું મૃત્યુ જ થયું નથી
.
અને અહીંયા ના મરવાનું કારણ એ રહેલું છે કે અહીંયા લોકોના મૃત્યુ પર બેન્ડ લગાવી દીધેલું છે. એટલેક કે અહીંયા કોઈ મરી જ નથી શકતું. તો જોઈએ તેના વિશેં વધુ.

આ જગ્યાએ લાશ સડતી પણ નથી કે ઓગળતી પણ નથી :

લોંગઈયરબેન નૉર્વે અને ઉતરીધ્રુવ ની વચ્ચે આવેલું છે. અહીંયા આખા વર્ષમાં એટલી ઠંડી પડે છે કે અહીંયા લાશ સડતી પણ નથી કે ઓગળતી પણ નથી. જેમ આપણાં ફ્રીજમાં શાકભાજી ખરાબ ના થાય એમ ત્યાનું વાતાવરણ પણ ડીપ ફ્રીજ જેટલું જ ઠંડુ છે માટે આ જગ્યાએ લાશ સડતી જ નથી.

જાણો પાબંદીનું કારણ છે શું ?

આ શહેર પ્રસાસને અહીંયા મરવા ઉપર બેન્ડ લગાવેલો છે. આ પાબંદી છેલ્લા 70 વર્ષથી જારી કરેલું છે. અને એની ચોંકવા જેવી વાત એ છે કે ત્યારથી લઈને આજ સુધી 70 વર્ષમાં આ શહેરમાં બીજા પણ કોઈના મોતનું સાક્ષી બન્યું જ નથી. અને એની પાબંદી પાછળનું કારણ છે અહીંયાની ઠંડી. આ શહેરમાં મોટાભાગે ઈસાઈ લોકો રહે છે અને અહીંયા લોકો અગ્નિ સંસકાર નથી કરતા પણ લાશને દફન કરતા હોય છે, જેથી આટલી ઠંડીના લીધે વર્ષો સુધી લાશ સડતી પણ નથી અને ઓગળતી પણ નથી. જેથી અહીના પ્રશાસને મૃત્યુ પર પાબંદી લગાવેલી છે.

આખા જગમાં છે જાણીતી નોર્વેની ઠંડી :

નૉર્વે એ દુનિયાનો એક એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે ઠંડી પડે છે. અને તે ઉતરી ધ્રુવની નજીક હોવાથી ખુબ જ ઠંડી પડે છે. મીડિયાના મળેલા રિપોર્ટ મુજબ આ શહેર આખા નોર્વેમાં સૌથી ઠંડામાં ઠંડુ શહેર ગણાય છે.

વર્ષ 1917 માં એક વ્યક્તિના મૃત્યુ પછી પણ લાશમાં હજી જોઈ શકાય છે ઇન્ફલુએંજાનો વાયરસ :

એક વ્યક્તિનું મૃત્યુ વર્ષ 1917 માં થયું હતું પણ હજી સુધી તેમાં ઇન્ફલુએંજાનો વાયરસ જોઈ શકાય છે અને એક સંશોધનમાં એવી માહિતી મળી છે કે જે પણ વ્યક્તિનું મોત નજીક હોય છે તો તે વ્યક્તિને હેલિકોપ્ટરમાં બેસાડીને આ દેશના બીજા સ્થળે મોકલી દેવાય છે. ત્યારબાદ જે જગ્યાએ તેનું મૃત્યુ થાય એટલે તરત જ તેની લાશને એ જ જગ્યાએ તેનું અંતિમ સંસ્કાર કરાય છે.