Monday, July 22, 2019
જાણવા જેવું

શું તમારે જાણવું છે કઈ રીતે જાણી શકાય કે માવો અસલી છે નકલી ?

12Views

જાણો કઈ રીતે ઘરે જ જાણી શકાય કે માવો અસલી છે કે નકલી ?

આપણે જયારે પણ ઘરે મીઠાઈ બનાવીયે ત્યારે એમાં માવાનો ઉપયોગ કરતા હોઈએ છે અને એના માટે સામાન્ય રીતે આપણે માવો બજારમાંથી જ લઇ આવીયે છે. પણ ઘણી વાર બજારમાં જે માવો મળે છે એમાં ઘણા જ નુકસાનકારક તત્વો હોય એવા સમાચાર આવતા હોય છે. તો એવું તો નથી બનતું ને કે કોઈ તમને મુરખ બનાવીને માવો અસલી છે એમ કહીને નકલી માવો અથવા તો ભેળસેળવાળો માવો પકડાવી દેતું હોય , તો આજે આપણે જાણી લઈએ માવો ચેક કરવાની આ 6 મેથડ વિશે !!

મેથડ-1

તમારા માવામાં સ્ટાર્ચની ભેળસેળ છે કે નહિ એ જાણવા માટે એક સરળ ઉપાય છે. એના માટે તાજા ખરીદેલા માવાને કેટલાક ગરમ પાણીમાં રાખી દો. પછી એને ઠંડુ થવા દેવાનું છે અને ત્યારબાદ એમાં થોડું આયોડિન ઉમેરવાનું છે. જો તમારા માવાનો કલર વાદળી થઈ જાય છે તો તેમાં સ્ટાર્ચની ભેળસેળ છે એવું કહી શકાય.

મેથડ- 2

જો માવો ફ્રેશ અને ભેળસેળ વગરનો હોય તો એ થોડો ચીકણો અને દાણાદાર બંધારણવાળો હોય છે. માવામાં મીઠાશ અને કણીદાર છે કે એ ચેક કરવા માટે થોડો માવો તમારા હાથમાં લેવાનો છે અને તમારી હથેળીમાં ઘસવાનો છે. જો તમે માવો ચાખો છો અને તમને એ માવો મીઠો લાગે અને તમારા હાથ એકદમ ચીકાશવાળા થઇ જાય છે તો સમજી લો કે આ માવો ભેળસેળવાળો છે.

મેથડ-3

માવામાં ભેળવેલા નુકસાનકારક તત્વો જેમ કે ફોરમેલિન વગેરેની હાજરી છે કે નહિ એ ચેક કરવા માટે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરાય છે. એના માટે એક બાઉલમાં માવો લેવાનો છે અને એમાં થોડું સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. જો એમાં એસિડ નાખીએ અને એનો કલર બદલાઈ જાય , એટલે કે બ્લુ જેવો કે પછી વાયોલેટ કલર જેવો માવો થઈ જાય છે તો સમજી લો કે એ માવામાં ભેળસેળ છે.

મેથડ-4

માવામાં ભેળસેળ છે કે એ ચકાસવાની બીજી એકદમ સરળ રીત , એના માટે માવો બાઉલમાં લો અને એમાં થોડી ખાંડ ઉમેરો અને આ મિશ્રણને ગેસ પર રાખો. જો એ મિશ્રણમાંથી પાણી છૂટવા લાગે છે તો સમજી લો કે નક્કી એ માવામાં ભેળસેળ છે.

મેથડ-5

જો તમે બજારમાંથી માવો ખરીદો ચોં એની પહેલા એના પર લખેલી ઉત્પાદન તારીખ ચેક કરી લો. પેકેજ્ડ માવાનું સેલ્ફલાઈફ 2 દિવસથી વધારે ના હોવી જોઈએ.

મેથડ-6

આ મેથડમાં તમે માવાને ચાખીને પણ શુદ્ધતા ચકાસી શકો છો. જો એ તમે ચાખો છો અને એનો સ્વાદ તમને કાચા દૂધ જેવો જ લાગે છે તો તે શુદ્ધ છે, અને જો એવો સ્વાદ ના લાગે તો ટ્વિ શુદ્ધ નહીં હોય.