દરેક વ્યક્તિના જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે છે.કેટલાક લોકોના જીવનમાં વધારે સુખ હોય છે તો કેટલાક લોકો એવા હોય છે કે એમના જીવનમાં દુઃખ વધુ રહેતું હોય છે. સુખ અને દુઃખ એ બંને આપણી આજુબાજુની શક્તિઓ પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિની આજુબાજુ સકારત્મક ઉર્જા વધુ રહે તો એ જીવનમાં વધારે સુખી હોય છે , અને જે વ્યક્તિઓની આસપાસ નકારાત્મક ઉર્જા વધુ હોય તો એને એના જીવનમાં વધારે પડતું દુઃખ ભોગવવું પડે છે પણ મોટાભાગના લોકોને એ ખબર હોતી નથી કે આપણી આજુબાજુ કઈ ઉર્જા હોય છે.

તમને જણાવી દઈએ કે આપણી આજુબાજુ બે પ્રકારની ઉર્જા હોય છે 1) સકારાત્મક ઉર્જા અને 2) નકારાત્મક ઉર્જા. સકારાત્મક ઉર્જાથી કોઈ પણ વ્યક્તિને જીવનમાં પ્રસન્નતા અને સફળતા મળે છે અને નકારાત્મક ઉર્જા હોય તો એ વ્યક્તિના જીવનમાં તકલીફો વધે છે અને એ માનસિક તણાવમાં આવી જાય છે.કેટલાક લોકોને તો એનાથી મગજની બીમારી પણ થઇ જતી હોય છે. ગરુડ પુરાણમાં એવી ઘણી વાતો જણાવેલું છે કે એનાથી કોઈ પણ વ્યક્તિ પર નકારાત્મક ઉર્જા પોતાનો પ્રભાવ જમાવી લે.

જો કોઈના જીવનમાં એક વાર નકારાત્મક ઉર્જા પોતાનો પ્રભાવ જમાવી લે છે તો એનાથી મુક્તિ મેળવવી ઘણી જ અઘરી હોય છે,એનો પ્રભાવ પડે એટલે બધું જ અશુભ થાય છે. આજે અમે એવા કામ વિષે જણાવીશું કે જે ભૂલમાં પણ ના કરવા જોઈએ.

ભૂલમાં પણ ના કરો આ કામ

સ્મશાન એવી જગ્યા છે કે જ્યાં મૃત વ્યક્તિને લઇ અવાય છે ,એના કારણેજ અહીંયા નકારાત્મક ઉર્જા સૌથી વધુ હોય છે.એવું કહેવાય છે કે સ્મશાનમાં વારંવાર પાછળ જોવાથી અતૃપ્ત આત્માઓ એ વ્યક્તિ પર પોતાનો કબ્જો મેળવી લે છે તો જયારે પણ સ્મશાન જાઓ અથવા તો એનું આસપાસથી પસાર થાઓ તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું.

ખુબજ સ્ટ્રોંગ સુગંધવાળા અત્તરથી નકારાત્મક ઉર્જા ખુબ જ આકર્ષાય છે માટે જ એવું કહેવાય છે કે કોઈ સુમસામ જગ્યાએ જાઓ તો વધારે સુગંધવાળું અત્તર ના લગાવવું, એનાથી તમે ખુબજ જલ્દી ખરાબ શક્તિઓના શિકાર બનો છો, ફક્ત એટલું જ નહિ પણ એવા લોકોને ખરાબ નજર પણ વધુ જલ્દી લાગે છે. માટે જ રાતના સમયે તો આવા કામ ભૂલમાં પણ ના કરવા જોઈએ.

કેટલાક લોકો રોજ સ્નાન કરતા નથી અને ખુબ જ ગંદા રહેતા હોય છે, એવા લોકો બહુ જ જલ્દીથી નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં આવી જાય છે. એવા લોકો દિમાગની બીમારીના શિકાર બની શકે છે.માટે જ શાસ્ત્રોમાં એવું જણાવાયું છે કે દરેક વ્યક્તિએ રોજ સ્નાન કરવું જોઈએ અને હંમેશા ચોખ્ખા રહેવું જોઈએ.

જે લોકોમાં વિશ્વાસની કમી હોય અને જે પોતાના પર જ વિશ્વાસ ના કરતા હોય એ લોકો પણ ખુબજ જલ્દી નકારાત્મક ઉર્જાથી શક્તિની અસર નીચે આવી જાય છે, માટે જ એવું કહેવાય છે કે વ્યક્તિએ પોતાના પર વિશ્વાસ કરવો જ જોઈએ. તમે પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે ધ્યાનની પણ મદદ લઇ શકો છો.