Monday, July 22, 2019
મનોરંજન

ખબર છે દીપિકાએ રણવીર માટે શું નિકનેમ રાખ્યું છે ?

15Views

આ કપલ અવારનવાર સોશ્યિલ મીડિયા પર જતાવે છે છે એકબીજા માટેનો પ્રેમ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી એવી છે કે જે જોડીને બોલિવૂડના ફેન્સ ઘણી જ પસંદ કરે છે. આ કપલ એકબીજા માટે પોતાનો લવી-ડવી અંદાજ અવારનવાર બતાવતા હોય છે અને આ કપલ સોશ્યિલ મીડિયા પર એકબીજા માટેનો પ્રેમ જતાવવામાં ક્યારેય પાછળ પડતા નથી. હાલમાં પણ આ બંને એવા જ કારણો માટે ચર્ચામાં છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરી એક તસવીર

ટૂંક સમય પહેલા જ રણવીરે પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને એ તસ્વીરમાં તે એકદમ સૌમ્ય અને પુસ્તકિયા કિડા જેવો દેખાય છે. આ તસ્વીરમાં તે ચશ્મામાં દેખાયો છે અને એમાં તે એકદમ એલિગન્ટ દેખાઈ રહ્યો છે. રણવીરની આ તસવીર એના ફેન્સને પણ ઘણી ગમી રહી છે અને એ તસ્વીરને જોયા પછી એની પત્ની દીપિકા પણ કમેન્ટ કરવાથી પોતાના પર કંટ્રોલ ના કરી શકી. દીપિકાએ એ તસ્વીર પર જે કમેન્ટ કરી એનાથી બધાનું ધ્યાન એના તરફ ગયું હતું.

રણવીરને આપ્યું છે દીપિકાએ નિક નામ

રણવીરના આ ફોટા પર દીપિકાએ ‘કેન્ડી’ લખ્યું હતું. એની સાથે જ દીપિકાએ એક કેન્ડીની તસવીર પણ શેર કરી હતી. તો આ જોઈને આપણને એવું લાગે છે કે દીપિકાને પણ રણવીરનો આ લુક ઘણો જ ગમ્યો છે.

અત્યારે છે તેની ચર્ચા થઇ રહી છે એસિડ એટેક સર્વાઈવરના રોલ માટે

જો અત્યારે રણવીરના કામની વાત કરીયે તો રણવીર પાસે અત્યારે કપિલ દેવની બાયોપિક ફિલ્મ ’83’ અને ‘તખ્ત’ જેવી ફિલ્મ્સ છે અને દીપિકાની વાત કરીયે તો અત્યારે તો તે એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક ફિલ્મ ‘છપાક’ માટે ઘણી જ ચર્ચામાં છવાયેલી છે. મેઘના ગુલઝારની આ ફિલ્મ માટે દીપિકા પોતાના ફર્સ્ટ લુકથી ઘણી જ ચર્ચામાં છે.