ઉનાળામાં તમારી સ્કિનને ફાયદો કરશે દહીંનું ફેસ માસ્ક 

હવે ઉનાળાની ઋતુ ચાલુ થઇ ગઈ છે તો ત્યારે આપણે આપણી સ્કીનનું ધ્યાન ઘણું જ રાખવું પડે છે અને બધા એની જ ચિંતા કરતા હોય છે. ગરમીમાં ગરમ હવા લાગતી હોય છે એટલે સ્કિન ડ્રાય થઈ જાય છે અને ફાટી પણ જાય છે. તો ત્યારે સ્કીનની ઘણી જ ધ્યાન રાખવી પડે છે. તમે આ સિઝનમાં ગમે તેટલું સનસ્ક્રીન પણ લગાવશો કે ચહેરાને ઢાંકીને રાખશો તો પણ ડ્રાય સ્કીનની સમસ્યા તો થશે જ. તમે એના માટે બજારમાંથી મોંઘી પ્રોડક્ટ્સ પણ લઇ આવશો પણ આ સમસ્યાથી છૂટકારો તમારા ધાર્યા મુજબ મળશે નહિ. પણ જો એની જગ્યાએ તમે ડ્રાય સ્કીન માટે કેટલાક ઘરેલુ ઉપચાર કરો છો તો તમારી સ્કીનને કોઈ નુકસાન પણ થશે નહીં અને તમારા રૂપિયા પણ બચે છે. તમે ફેસ માસ્ક માટે પપૈયા, કેળા કે મધ નો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમારી સ્કિન ડ્રાય છે એના પર દહીંનું ફેસ માસ્ક લગાવવાથી એકદમ અદ્ભૂત પરિણામ પ્રાપ્ત થશે.

તમારી સ્કીન રહેશે યુવાન 

દહીંથી આપણી સ્કીનમાં મોઈશ્ચર જળવાઈ રહે છે. સાથે જ એનાથી આપણી રૂક્ષ અને મૃત થઇ ગયેલી સ્કીનને પણ ફરીથી જવાન બનાવે છે. દહીં એ એક નેચરલ બ્લીચિંગ એજન્ટનું કામ કરે છે અને દહીં સ્કીનના ડાઘ-ધબ્બાને દૂર કરે છે. દહીં આપણી સ્કિન પર રહેલી કરચલીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. સાથે જ દહીમાં લેક્ટિક એસિડ હોય છે અને એ ડેડ સ્કીન (મૃત કોશિકાઓ)ને હટાવે છે અને પોર્સ ટાઈટ કરે છે કે જેથી કરીને એમાં ગંદકી ભરાય નહિ અને મોઈશ્ચર પણ બહાર આવે નહિ. એનાથી બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ પણ થતા નથી.

જાણો કઈ રીતે બનાવવાનું છે દહીંનું માસ્ક ?

આ ફેસ માસ્ક તૈયાર કરવા માટે દહીં અને મધની જરૂર પડશે. એક કપ દહી લો એમાં 3 ચમચી મધ ઉમેરો અને પછી આ માસ્કને આખા ચહેરા પર સરખી રીતે લગાવી લો. પછી ફેસને ઠંડા પાણી વડે ધોઈ લો.

દહીં અને ઓલિવ ઓઈલનું ફેસ પેક 

આ ફેસ પેક તૈયાર કરવા માટે 3-4 ચમચી દહીં લો અને એમાં ઓલિવ ઓઈલના થોડા ટીંપા ઉમેરો અને એને ચહેરા પર લગાવી લો, આ ફેસ માસ્કને લગાવીને અડધો કલાક રાખવાનું છે અને પછી ચહેરાને સાફ પાણી વડે ધોઈ લો.