Tuesday, June 18, 2019
ધાર્મિક

ઓહ ! તો એટલા માટે હિંદુ મંદિરમા કરવામાં આવે છે પરિક્રમા

11Views

મંદિરે જઈને શાંત મને જયકારો કરતાં કરતા ઓછામાં ઓછી 8 વાર ભગવાનની પરિક્રમા ચોક્કસથી કરવી જોઇએ.

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં મંદિરની પરિક્રમા કરવી એને ઘણું જ શુભ ગણવામાં આવે છે. એમાં એવી માન્યતા રહેલી છે કે જો કોઈ વ્યક્તિ મંદિરની પરિક્રમા કરે છે તો એ વ્યક્તિનું મન શુદ્ધ થાય છે અને એનામાં સકારાત્મકતા આવે છે. સનાતન ધર્મની જે પૌરાણિક કથાઓ છે એ મુજબ એક વાર બધા જ દેવતાઓ અને ભગવાનમાં ખુદને સૌથી મહાન દેખાડવાની સ્પર્ધા થઇ હતી. અને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે જે પણ સૌથી પહેલા પૃથ્વીની પરિક્રમા કરીને પાછા આવશે એ જ જીતી જશે.

એ સમયે ભગવાન ગણેશે પોતાના માત પિતાની પરિક્રમા કરી, અને એટલે એ વિજયી ગણાય. બસ એ જ સમયે એવું માનવામાં આવ્યું હતું કે જો ભગવાનની પરિકર્મા કરવામાં આવે તો પુણ્ય ફળ મળે છે અને સુખ સમૃદ્ધિ પણ ઘરમાં આવે છે.

આપણે ભગવાનની પરિક્રમા કરીએ એની પહેલા એક વાતનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પરિક્રમા હંમેશા મૂર્તિની ડાબી બાજુએથી કરવી અને શાંત મનથી જયકારો કરતા કરતાં ઓછામાં ઓછી 8 વાર ભગવાનની પરિક્રમા કરવી જોઇએ.

એક ખાસ વાત જણાવી દઈએ કે મંદિરની પરિક્રમા કરવી એ ફક્ત એક ધાર્મિક રિવાજ જ નથી પણ એની એની પાછળ વિજ્ઞાન સાથે પણ એક કારણ સંકળાયેલું છે. એવી માન્યતા રહેલી છે કે દરેક મંદિરમાં રોજ ભગવાનની પૂજા અર્ચના થતી હોય છે એટલે એ જગ્યાનું વાતાવરણ ઘણું જ સકારાત્મક હોય છે અને જયારે એ વ્યક્તિ એ ઊર્જાના સંપર્કમાં આવે એટલે એને એકદમ સુકૂનનો અને મનની શાંતિનો અનુભવ થાય છે.