આજે જ બેંકમાં જઈને ખોલાવી શકો છો અટલ પેન્શન યોજના માટેનું એકાઉન્ટ, અને એનાથી મળશે પેન્શનની આ બેસ્ટ યોજનાનો લાભ

આજે આપણે અટલ પેન્શન યોજના વિષે જાણીશું. જો કોઈની કંપનીમાં રિટાયરમેન્ટ પછી પેન્શન જેવી કોઈ પોલિસી છે નહિ, તો એ લોકો અટલ પેન્શન યોજના (APY)નો લાભ મેળવી શકે છે. આ યોજના આપણા ભવિષ્યને સુરક્ષિત કરવા માટેની ઉત્તમ યોજના છે. આ યોજનામાં મહિનાના 1 હજાર રૂપિયાથી માંડીને 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે. અને મહિને કેટલું પેન્શન મળે એ વાતનો આધાર આપણે દર મહિને પ્રીમિયમ કેટલું મળે છે એના પર આધાર રાખે છે. હવે આ યોજનાનું નામ ચેન્જ કરીને સ્વાલમ્બન યોજના કરી દેવાયું છે. આ પેન્શન ફંડનું સંચાલન પેન્શન ફંડ્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (PFRDA) કરે છે. અને એમાં 50 ટકા કન્ટ્રિબ્યૂશન સરકાર દ્વારા કરાય છે.ચાલો તો આ યોજના વિષે જાણી લઈએ.

કોણ આમાં કરી શકે છે એપ્લાય?

ભારતીય નાગરિક હોવા જોઈએ
ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
ઓછામાં ઓછુ 20 વર્ષ કન્ટ્રિબ્યૂશન કરવું જરૂરી છે
બેંક એકાઉન્ટ હોવો જરૂરી
વેલિડ મોબાઈલ નંબર હોવો જરૂરી

કેવી રીતે કરશો એપ્લાય ?

જો તમારી પાસે બેંક એકાઉન્ટ નથી તો સૌથી પહેલાં કોઈપણ બેંકમાં જઈને એકાઉન્ટ ખોલાવી લો.
પછી ઓનલાઈન અટલ પેન્શન યોજનાનો ફોર્મ ડાઉનલોડ કરી લેવું.
તમે બેંકમાંથી પણ અટલ પેન્શન યોજનાનો ફોર્મ મેળવી શકો છો.
હવે આ ફોર્મમાં બધી જ વિગતો ભરીને ફોર્મ બેંકમાં જમા કરાવી દો.
તેની સાથે જ વેલિડ મોબાઈલ નંબર અને આધાર કાર્ડની કોપી પણ જમા કરાવો.
અટલ પેન્શન યોજનાની એપ્લિકેશન અપ્રૂવ થયા બાદ તમારી પાસે એક કન્ફર્મેશન મેસેજ આવશે.

કેવી રીતે કરશો કન્ટ્રિબ્યૂશન?

-આ પોલિસીમાં ઈન્વેસ્ટર્સ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિકના સમયગાળામાં કન્ટ્રિબ્યૂશન કરી શકે છે.

-આ કન્ટ્રિબ્યૂશન તમારા બેંક એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ થઈ જાય છે કે એક નિશ્ચિત રકમ તમારા બેંક એકાઉન્ટમાંથી પોતાની જાતે જ કપાઈ જાય છે અને તમારા પેન્શન ખાતામાં જમા થાય જાય છે.

-કન્ટ્રિબ્યૂશન કેટલું કપાશે તે એ વાત પર નિર્ભર રાખે છે કે તમે મંથલી કેટલું પેન્શન રિટાયરમેન્ટ બાદ મેળવવા ઈચ્છો છો.

શું એમાં ઈન્કમ ટેક્સ બેનિફિટ મળશે?

-સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનું ટેક્સ બેનિફિટ પણ આ યોજનામાં મળી શકે છે અને એમાં સબ્સ્ક્રાઈબર પ્રીમિયમ રાશિ પણ વધારી શકે છે.

-જો લેટ પેમેન્ટ થાય તો 100 રૂપિયા પર 1 રૂપિયો પેનલ્ટી પણ ચૂકવવી પડે છે.

-જો સતત 6 મહિના સુધી વ્યક્તિ આ યોજનામાં કોઈ કન્ટ્રિબ્યૂશન કરતો નથી તો એકાઉન્ટ બંધ કરી દેવાય છે.

-આ યોજનામાં તમે વચ્ચેથી કોઈ રકમ કાઢી શકતા નથી. મોત અથવા કોઈ ગંભીર બીમારીની પરિસ્થિતિ હોય ત્યારે જ એમાંથી વચ્ચેથી રકમ કાઢી શકાય છે.

યોજનામાં જોડાવા માટેનું માસિક પ્રીમિયમ

– જો તમે 60 વર્ષના થાઓ અને એવું ઈચ્છો છો કે તમને 1000 રૂપિયાનું પેન્શન મળે તો તમારે 18 વર્ષની ઉંમરથી જ આ યોજનામાં દર મહિને રૂ.42 ભરવા પડે છે. જો તમારે.5000રૂનું પેન્શન મળે એવું ઈચ્છો છો તો 18 વર્ષની ઉંમરથી તમારે મહિને રૂ.210 ભરવા પડે છે.

પેન્શનની રકમ માસિક પ્રીમિયમ

પેન્શનની રકમ
માસિક પ્રીમિયમ

1000 રૂપિયા
42 રૂપિયા (18 વર્ષની ઉંમરે જોડાય તો)
291 રૂપિયા (40 વર્ષની ઉંમરે જોડાય તો)

2000 રૂપિયા
84 રૂપિયા (18 વર્ષ)
582 રૂપિયા (40 વર્ષ)

3000 રૂપિયા
126 રૂપિયા (18 વર્ષ)
873 રૂપિયા (40 વર્ષ)

4000 રૂપિયા
168 રૂપિયા (18 વર્ષ)
1164 રૂપિયા (40 વર્ષ)

5000 રૂપિયા
210 રૂપિયા (18 વર્ષ)
1454 રૂપિયા (40 વર્ષ)