Wednesday, January 29, 2020
ધાર્મિક

અહીંયા પૂજવા માં આવે છે ભગવાન ની ઊંઘી પ્રતિમા, ઘણું ખાસ છે કારણ

54Views

ભારત માં હનુમાનજી ના મંદિરો ની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ કેટલાક મંદિર પોતાની વિચિત્ર વિશેષતાઓ ના કારણે પ્રસિધ્ધ છે. મધ્યપ્રદેશ ના ઈંદોર માં સાંવેર માં હનુમાનજી નુ વિચિત્ર મંદિર આવેલું છે. સાંવેર ના આ મંદિર માં હનુમાનજી ની ઊંધી પ્રતિમા સ્થાપિત છે. એને પાતાલ વિજય હનુમાન મંદિર કહેવા માં આવે છે. તો જાણો આ મંદિર થી જોડાયેલી ખાસ વિશેષતાઓ

આ મંદિર ની ખાસ વાત આ મંદિર નો ઇતિહાસ રામાયણ કાળથી જોડાયેલો છે. મંદિર માં પીપળા, લીમડા વડ ની સાથે બે પારિજાત ના વૃક્ષ પણ છે. પારિજાત ના વૃક્ષ માં હનુમાનજી નો વાસ માનવા માં આવે છે. કહેવા માં આવે છે કે હનુમાનજી એકવાર પોપટ નું સ્વરૂપ ધારણ કર્યું હતું.

એવું કહેવા માં આવે છે કે તુલસીદાસ ને શ્રીરામ ના દર્શન કરવા હતા, ત્યારે હનુમાનજી પોપટ નું રૂપ ધારણ કરી ને એમને શ્રીરામ ના દર્શન કરાવ્યા હતા. આ કારણ થી અહીંયા પોપટ ને પણ પૂજવા માં આવે છે.

સાંવેર ના ઉંધા હનુમાન મંદિર માં શ્રીરામ, સીતા,લક્ષ્મણજી ની સાથે શિવ-પાર્વતી ની પ્રતિમા પણ છે. અહીંયા માન્યતા છે કે સતત ત્રણ અથવા પાંચ મંગળવાર દર્શન કરવા થી ભક્તો ની મનોકામના પૂર્ણ થઇ શકે છે.

એવી પણ માન્યતા છે કે અહી રાવણ એ શ્રી રામ અને લક્ષ્મણ નું અપહરણ કરી લીધું હતું. એ બંને ને બંદી બનાવી ને પાતાળ લોક લઈ ગયો હતો. હનુમાનજી પાતાળલોક માં પ્રવેશ કર્યો હતો એટલા માટે અહીંયા ઊંધી હનુમાનજી ની મૂર્તિ સ્થાપિત છે