સુંદર સ્કિન અને વાળ મેળવવા માટે સવારના ખાલી પેટે પીવું આ ઓઇલ, એના થશે જોડાદાર ફાયદો !!! 😮

આજે આપણે જે ઓઈલની વાત કરવાના છે એ છે ઓલિવ ઓઇલ અને આ એક એવું જાદુઈ તેલ છે કે જે કોઈ દવા કરતા ઓછું નથી. આ ઓઇલમાં પુષ્કળ માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ્સ રહેલા હોય છે અને આ તેલ હૃદયરોગના દર્દીઓ માટે કોઈ દવાથી ઓછું નથી કામ કરતુ. આ તેલ ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થતુ અટકાવવાનું કાર્ય કરે છે અને હાર્ટ એટેકની શક્યતામાં પણ ઘણો જ ઘટાડો કરે છે. આ તેલમાં વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે ત્વચાને ઘણી જ સુંદર બનાવે છે અને જેને સાંધાનો દુઃખાવો હોય એને પણ રાહત આપે છે. તેનાથી શરીરની નબળાઈ પણ દૂર થાય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા શરીરમાં આટલા બધા ફાયદાઓ થાય તો એના માટે નિયમિત સવારે ખાલી પેટે ઓલિવ ઓઈલ પીવાનું ચાલુ કરી દો.

જાણો કઈ રીતે કરશો પ્રયોગ ?


સવારમાં રોજ ખાલી પેટે એક ચમચી ઓલિવ ઓઈલ પીવું. જો તમે તમે ઈચ્છો આ તેલને લીંબુ પાણી કે ચામાં નાંખીને પણ લઇ શકો છો. આ પીવાથી તમારા શરીરમાં ગજબના ફાયદા થશે.

કબજિયાત અને કેન્સર


જો ઓલિવ ઓઈલનું આવી રીતે સેવન કરવામાં આવે તો શરીરમાં કેન્સરથી બચાવતા કોષોમાં વધારો થાય છે. આ સિવાય જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો ગમે તેટલી કબજિયાતની સમસ્યા હોય તો તેનાથી પણ છુટકારો મળે છે.

સ્કિન અને વાળ


આ તેલ સુંદર સ્કિન, નખ અને વાળ માટે વરદાન સમાન ગણવામાં આવે છે. જો સવારમાં ઓલિવ ઓઈલ પીવામાં આવે તો સ્કિનની ડ્રાયનેસ દૂર થઇ જાય છે, સ્કિન ચમકદાર બને છે. જો તમને સ્પ્લિટ એન્ડ વાળા વાળ, વાળનો ગ્રોથ ઘટવો, નખ તૂટવા વગેરે જેવી સમસ્યાઓ છે તો તેમાંથી પણ છૂટકારો મળી જાય છે. જો ઓલિવ ઓઈલને પીવા સિવાય પણ સ્કિન, વાળ કે નખ પર આ તેલથી માલિશ કરવામાં આવે તો તેનો ગ્રોથ વધુ થાય છે અને તેને પીવાથી પણ પરિણામ જલ્દી મળે છે.

રોગપ્રતિકારક શક્તિમાં થાય વધારો


ઓલિવ ઓઈલમાં જે ફેટી એસિડ્સ હોય છે એના લીધે વારંવાર ભૂખ લાગતી નથી. એના લીધે વજન ઓછું કરવામાં પણ ઘણો જ ફાયદો થાય છે. આ સિવાય તેના ફેટી એસિડ્સ આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. જો ઈમ્યુન સિસ્ટમ નબળી પડે તો આપણને ઘણી બીમારીઓ થતી હોય છે જેમ કે શરદી, ખાંસી, તાવ વગેરેથી પણ બચવામાં આ તેલ ઘણો જ ફાયદો આપે છે.

સોજા


કેટલાક લોકોને ઠંડીના લીધે શરીરમાં સોજા આવી જતા હોય છે એમના માટે આ તેલ આઈબ્રૂફેન ટેબલેટ જેવું જ કામ કરે છે. એક રિસર્ચ મુજબ વાત કરીયે તો એમાં એવી માહિતી મળેલી છે કે જેને સોજાની તકલીફ હોય એણે રોજની ત્રણથી ચાર ચમચી ઓલિવ ઓઈલ પીવી જોઈએ એનાથી શરીરમાં આઈબ્રુફેન  લીધી હોય એટલી ઈફેક્ટ થાય છે સાથે જ એનાથી કોઈ સાઈડ ઈફેક્ટ્સ થતી નથી. જો ઓલિવ ઓઈલનું નિયમિત સેવન કરવામાં આવે તો કોઈ જ નુકસાન પહોંચતું નથી.

હાર્ટના દર્દીઓ માટે


ઓલિવ ઓઈલ આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. જો નિયમિત ઓલિવ ઓઈલ પીવામાં આવે તો હૃદયરોગની શક્યતા ઘટે છે.

યાદશક્તિમાં કરે વધારો


ઓલિવ ઓઈલ આપણા શરીરમાં લોહીમાં ઓક્સિજનના પ્રવાહમાં વધારો કરે છે. તેનાથી ફ્રી રેડિકલ્સ પણ ઓછા થાય છે અને એનાથી આપણા દિમાગમાં સ્ટ્રેસ પણ ઓછો થાય છે. જો સ્ટ્રેસ અને ટેન્શન ઘટે તો વ્યક્તિની યાદશક્તિ પણ ચોક્કસથી વધે છે.

આ મંદિર આવેલું છે દીવથી ફક્ત 3 જ કિમી દૂર, અહીંયા સ્વયં શિવજી કરે છે અભિષેક !!!

જયારે પણ આપણે દીવ જઇયે એટલે ત્યાંનો દરિયો અને મોજ-મસ્તીની પહેલા જ યાદ આવે. દીવમાં ફરવા જેવી ઘણી જ જગ્યાઓ છે અને મોટેભાગે લોકો આ બધી જ જગ્યાએ તો જતા જ હોય છે જેમ કે દીવના બીચ, કિલ્લા અને ચર્ચ. તમે તમારા ફ્રેંડ્સ જોડે અને ફેમિલી જોડે દીવ ચોક્કસથી ગયા જ હશો પરંતુ કોઈ દિવસ તમને દીવમાં મંદિર જવાનો વિચાર આવ્યો છે ? કદાચ જ આવ્યો હશે! પણ શું તમને ખબર છે કે દીવમાં એક શંકર ભગવાનનું મંદિર આવેલું છે ? સમુદ્રના મોજાં આખો દિવસ આ મંદિરના શિવલિંગ પર જળાભિષેક કરે છે.

ગંગેશ્વર મંદિર


આ મંદિર દીવથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે અને ગંગેશ્વર મંદિર દીવના ફુદમ ગામમાં આવેલું છે. આ મંદિર શંકર ભગવાનને સમર્પિત છે અને આ મંદિર દરિયા કિનારે આવેલું છે. આ મંદિરમાં કુલ 5 શિવલિંગ છે. અને આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જ જળાભિષેક કરે છે. આ મંદિર નાનકડી ગુફામાં છે અને અહીંયા સાચે જ ભક્તિનો સાગર વહે છે. તમે જેવો આ મંદિરમાં પગ મુકો છો તો તમને એકદમ આહ્લાદક અનુભવ મળે છે. તમે જેવા આ મંદિરમાં પ્રવેશ કરો એટલે એવો જ અનુભવ થાય કે જાણે સમુદ્ર જાતે જ તમારા માટે શિવલિંગ પર જળાભિષેક કરીને તેને એકદમ સ્વચ્છ કરે છે. જેવા શિવલિંગ પર તમે પુષ્પો અને બિલિપત્રો અર્પણ કરો છો એટલે તરત જ બીજું મોજું આવે છે અને બધું જ પોતાની સાથે વહાવીને લઇ જાય છે.

આ શિવલિંગની સ્થાપના કરી હતી પાંચ પાંડવોએ


એક બાજુ આ મંદિરમાં તમે ભક્તિમાં લીન થઇ જાઓ છો અને બીજી બાજુ દરિયો તમને પલાળી પણ દે છે. પણ સાચે જ આ અનુભવ ઘણો જ સુખદ લાગે છે. પૌરાણિક માન્યતા એવી છે કે આ મંદિરમાં જે પાંચ શિવલિંગ છે એની પૂજા પાંડવો કરતા હતા. જો શિવલિંગના આકાર વિષે વાત કરીયે તો નાનાથી મોટો એમ પાંચેય પાંડવોની ઉંમર પ્રમાણે છે મતલબ કે પાંડવોમાં જે સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર છે તો એમનું શિવલિંગ સૌથી મોટું અને સૌથી નાના ભાઈ સહદેવ છે તેઓ એમનું શિવલિંગ સૌથી નાનું છે. એવું કહેવામાં આવે છે કે જયારે પાંડવો વનવાસે ગયા હતા તો એ સમયે એમણે આ જગ્યાએ શિવલિંગોની સ્થાપના કરી હતી.

મંદિરની આસપાસનું વાતાવરણ છે આહલાદક


જો ગંગેશ્વર મંદિરની સુંદરતા અને વાતાવરણનું શબ્દોમાં વર્ણન કરવું હોય તો એ થોડું અઘરું છે કારણકે ત્યાં જાતે જે અનુભવ લેવાની મજા છે તે કંઈક અનેરી જ છે. જયારે ગંગેશ્વર મંદિરમાં એન્ટર થાઓ છો તો તમને ત્યાંથી બહાર નીકળવાનું મન જ નહિ થાય એવું એનું વાતાવરણ છે. અહીંયાનો ઘૂઘવતો દરિયો પક્ષીઓનો કલરવ અને હવાની લહેરખીથી મન પ્રફુલ્લિત થઇ જશે. અહીંયા તમને ભક્તિ અને કુદરતી સૌંદર્ય બંનેનો સુગમ સમન્વય દેખાશે.તો જો તમે આ મંદિરે હજી સુધી ગયા નથી તો તમે દીવ જવાના હોવ તો તમારા લિસ્ટમાં ઉમેરી દેજો. અને જયારે પણ દીવ જાઓ તો આ મંદિરે દર્શન કર્યા વગર પાછા આવતા નહિ.

આ સુંદર જગ્યા છે ઉદયપુરથી થોડેજ દૂર , ઉદયપુર જાવ તો ચોક્કસ તેની મુલાકાત લેજો !!!

ઉદયપુર અમદાવાદથી ફક્ત 260 જ કિલોમીટર દૂર આવેલું છે અને અત્યારે ગુજરાતીઓ માટે આ ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન છે. આ જગ્યાએ ફક્ત 5 જ કલાકમાં પહોંચી જવાય છે માટે ગુજરાતીઓ આ જગ્યાએ અવારનવાર તળાવોના શહેર એટલે કે લેક સિટી ઉદયપુરની મુલાકાત લેવા જાય છે. ઉદયપુર ડુંગરની વચ્ચે તળાવોની આજુબાજુ આવેલું છે અને અહીંયા રાજસ્થાની સંસ્કૃતિની સાથે સાથે કુદરતી સૌંદર્યને માણી શકાય છે. એના લીધે જ આ જગ્યાની મુલાકાત માટે બારેમહિના પ્રવાસીઓ આવતા હોય છે. ખાસ તો અત્યારે પ્રિવેડિંગ ફોટો શૂટ અને ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ લોકોમાં ઉદયપુર ખુબજ ફેવરિટ બન્યું છે.

ઉદયપુરમાં ફરવાની જગ્યાઓ


મોટેભાગે જે પણ પ્રવાસીઓ ઉદયપુર જાય છે તો સિટી પેલેસ, સહેલીઓ કી બાડી, ગનગોર ઘાટ, પિચોલા તળાવ, ફતેહ સાગર તળાવ, જગદીશ મંદિર, સજ્જન ગઢ જેવા વધુ જાણીતા એવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર જતા હોય છે. પણ ઉદયપુરમાં એક જગ્યા એવી છે જે જેના વિષે ઘણા ઓછા પ્રવાસીઓને ખબર હોય છે. જો આ જગ્યાની વાત કરીયે તો આ જગ્યા ઘણી જ સુંદર છે અને જો તમે એકવાર ત્યાં જશો તો પછી કોઈ દિવસ આ જગ્યાએ જવાનું ભૂલશો નહિ. જો તમે અત્યાર સુધી આ જગ્યાએ ગયા નથી તો તમે ઉદયપુરની સાચી સુંદરતાનો અનુભવ જ નથી કર્યો એવું કહીયે તો ખોટું ના કહેવાય.

બડી લેક


બડી લેક ઉદયપુરમાં આવેલા સૌથી મોટા તળાવ ફતેહસાગરથી દસેક કિલોમીટર દૂર આવેલું છે. આ સુંદર તળાવ પર્વતોની વચ્ચે છે અને અહીંયા પ્રવાસીઓ માટે પાર્ક બનાવવામાં આવેલો છે. તમે અહીંયા ઝરૂખામાં બેસીને ઘણા કલાકો સુધી આ જગ્યાના સૌંદર્યની મજા માણી શકો છો. આ જગ્યા વિષે પ્રવાસીઓ વધુ જાણતા નથી માટે આ ભીડભાડથી દૂર આવેલી જગ્યાએ તમે પ્રકૃતિના સાંનિધ્યમાં તમારો ક્વોલિટી સમય પસાર કરી શકો છો. અહીંયા ખાસ તો વહેલી સવારે કે ઢળતી સાંજે તમે જાઓ તો ત્યા સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાની મજા ઘણી આહલાદક છે.

બડી લેક બંધાયું હતું પ્રજા વત્સલ રાજાએ


ઉદયપુરથી આશરે 12 કિલોમીટર દૂર બડી ગામમાં મહારાણા રાજ સિંહ પહેલાએ (1652-1680) આ તળાવને બંધાવ્યું હતું. આ લેક બંધાવવાની પાછળ એક હેતુ એ હતો કે  તેની પ્રજાને દુકાળથી બચાવી શકાય. આ તળાવનું નામ રાજાની માતા જ્ઞાન દેવીના નામ પરથી જ્ઞાન સાગર પડાયું હતું. આ તળાવ 155 ચો. કિ.મીના વિસ્તારમાં વિસ્તરિત છે. આ લેકના કિનારે કળાકૃતિવાળી છત્રીઓ કે ઝરૂખાને બનાવાયા છે. અહીંયા 1973માં દુકાળ પડ્યો હતો ત્યારે આ તળાવથી ઉદયપુરના લોકોનો જીવ બચાવ્યો હતો. આ જગ્યાએ વધારે કોઈ બાંધકામ નથી થયું હોવાથી માટે કુદરતી સુંદરતાને ખુબજ મન ભરીને માણી શકાય છે.

અહીંયા પહાડ પર પણ ચડી શકાય છે


જો તમે બડી લેકના રસ્તે થોડા આગળ જાઓ છો તો પહાડો પર ટ્રેકિંગની મજા પણ લઇ શકાય છે. આ પહાડની બંને બાજુ તળાવ વિસ્તરેલું છે. અને પહાડના શિખર ઉપરથી જોવામાં આવે તો આ નજારો ખરેખર સ્વર્ગ સમાન લાગે છે. જો કોઈને એડવેન્ચર ગમે છે અને કોઈ વ્યક્તિ કુદરતપ્રેમી છે તો જયારે પણ ઉદયપુર જાવ તો આ જગ્યાએ જવાનું ભૂલતા નહિ. અને આ અનુભવને તમે તમારી આખી જિંદગી રાખશો.

ભારતમાં છે 1 GB ડેટા 18.5 રૂપિયામાં મળે છે અને અમેરિકામાં 899 મળે છે

મુકેશ અંબાણીની ગણતરી દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક થાય છે અને મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ જેવી માર્કેટમાં એન્ટ્રી કરી છે એના પછી ભારતમાં મોબાઈલ ડેટાની કિંમતોમાં ઘણો જ ઘટાડો થયો છે. હમણાં જ પ્રાપ્ત થયેલા એક રિપોર્ટ જો જોઈએ તો ભારતમાં 1 જીબી મોબાઈલ ડેટા માટેની એવરેજ કિંમત માત્ર 18.5 રૂપિયા છે અને જો વૈશ્વિક એવરેજની વાત કરીયે તો તે 600 રૂપિયા છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે able.co.uk નામની વેબસાઈટે.

1GB ડેટાની કિંમત છે છે 869 રૂપિયા


આ કંપનીએ 230 દેશોમાં મોબાઈલ ઈન્ટરનેટની કિંમતોની સરખામણી કરી છે અને એવો અહેવાલ તૈયાર કર્યો છે કે ભારત દેશમાં 1 જીબી ડેટાની કિંમત ફક્ત 0.26 ડોલર છે અને જો બ્રિટનમાં જોઈએ તો 1 જીબી ડેટા માટે ગ્રાહકને 6.66 ડોલર (486 રૂપિયા) અને અમેરિકામાં 12.37 ડોલર (869 રૂપિયા) આપવા પડે છે.

વૈશ્વિક ધોરણે એવરેજ કિંમત છે 600 rs


જો વૈશ્વિક ધોરણે વાત કરીયે તો 1 GB માટે એવરેજ કિંમત 8.53 ડોલર (અંદાજીત 600 રૂપિયા) નો ખર્ચ થાય છે. આના માટે સ્ટડી થયું છે એના રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે યુવા આઝાદીવાળા દેશોમાં ટેક્નોલોજી અવેરનેસ પણ ઘણી વધુ છે, અને ભારતમાં સ્માર્ટફોનનું સૌથી વધુ માર્કેટ છે.

જિયોના લીધે ભારતમાં ચાલ્યું પ્રાઈઝવોર


જો ભારતમાં સ્માર્ટફોનની વાત કરીયે તો આપણા દેશમાં 43 કરોડ કરતા પણ વધારે સ્માર્ટફોન યૂઝર્સ છે. જો ભારતની ચીન સાથે સરખામણી કરીયે તો ચીન પછી ભારત જ સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ ગણાય છે. જયારે 2016 માં મુકેશ અંબાણીએ ભારતના ટેલિકોમ માર્કેટમાં જિયોની એન્ટ્રી કરી ત્યારે તેણે પ્રાઈઝ વોર ચાલુ કર્યું હતું. જિયોએ ફ્રી વોઈસ કોલ્સ, નજીવી કિંમતે ડેટા અને પ્રભાવિ કિંમતે ફ્રી મોબાઈલ ફોનથી 28 કરોડ ગ્રાહકોને જોડ્યા છે.

ચાલો જાણીયે ગુજરાતની એક માત્ર શહેર જ્યાં પૌરાણિક કથા મુજબ થાય છે હોલિકા દહન

જામનગર શહેરમાં જે ભોઈ સમાજ વસે છે એમના દ્વારા આ હોળીના તહેવારની ઉજવણી છેલ્લા 62 વર્ષોથી ચાલતી આવે છે. જામનગરમાં ભોઈના ઢાળીયા વિસ્તારમાં ભોઈ સમાજના લોકો વસે છે અને એમના માટે આ હોળીનો તહેવાર સૌથી મોટો પર્વ ગણાય છે. આ જગ્યાએ હોળીના દિવસે ખાસ હોળીકા અને ભક્ત પ્રહલાદની જે કથા પ્રચલિત છે તે પ્રમાણે હોળીકા અને પ્રહલાદના પૂતળાનું નિર્માણ કાર્ય થાય છે. આ પૂતળાનું વજન 2.5 ટન અને 30 ફૂટ ઉંચા કદનું હોય અને પછી આ હોળીકાના પૂતળાને હોળીના દિવસે હોળીકા દહનની જગ્યાએ લઇ આવામાં આવે છે ને જયારે રાત્રે હોળી દહનનો સમય થાય ત્યારે હોળી પ્રગટાવવામાં આવે છે. અને આ આ આગ સામે પણ ભક્ત પ્રહલાદ જીવતા જ રહે છે.

જાણો હોળીના તહેવારની પૌરાણિક કથા વિષે,

Image result for holika dahan

આપણે જાણીયે છે એમ હોળીના તહેવારની પૌરાણિક કથા પ્રમાણે પ્રહલાદ ભગવાનના પરમ ભકત હતા અને એમને મારવા માટે આ કામ હોલીકાને સોપવામાં આવ્યું હતું. અને હોલીકા પાસે એક વરદાન હતું કે, તેને મળેલી ઓઢણી પહેરી હોય તો અગ્ની પણ તેને ના બાળી શકે. માટે તે ણે બાળ ભકત પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યા અને વરદાનમાં જે ઓઢણી મળી હતી એને ઓઢીને ખડકાયેલી ચિતા ઉપર ચડી ગઇ હતી. પણ ભગવાન કઈ રીતે પોતાના ભક્તને મરવા દે અને ભગવાન પોતાના ભકતને બચાવવા માટે પવન દેવન કામ સોંપે છે અને જે ચિતા પર હોલીકા પ્રહલાદને ખોળામાં રાખીને ઓઢણી ઓઢીને બેઠી હતી અને અચાનક જ અતિ ભારે પવન ફુંકાતા હોલિકાની ઓઢણી ઉડી ગઇ હતી અને પ્રહલાદને ત્યાંથી દૂર કરી દેતા હોલિકા પોતે તો ભસ્મ થઇ ગઇ હતી.બસ એ પછી દર વર્ષે ફાગણ સુદ-પૂનમના દિવસે હોળીના તહેવારની ઉજવણીની શરૂઆત થઇ હતી. આ તહેવાર એટલે અધર્મ ઉપર ધર્મનો વિજય.

જામનગરમાં છેલ્લા 62 વર્ષથી કરવામાં આવે છે હોલીકા ઉત્સવની અદભુત ઉજવણી

https://i0.wp.com/www.panchat.co.in/wp-content/uploads/2019/03/holifinal_holi-celebration-by-bhoi-community-at-jamnagar_0.jpg?w=696&ssl=1

આપણે જે પૌરાણિક કથા જાણી એ મુજબ જ ભોઇ જ્ઞાતિના લોકો જામનગરમાં હોલીકા ઉત્સવની ખુબજ અનોખી રીતે છેલ્લા 62 વર્ષથી ઉજવણી કરે છે અને ખાસ વાત એ છે કે ગુજરાતમાં બીજે કોઈ પણ જગ્યાએ આવી રીતે હોળીની ઉજવણી કરવામાં આવતી નથી. આ કાર્યક્રમનું આયોજન જામનગરમાં સુભાષ શાક માર્કેટ પાસેના ચોકમાં દર વર્ષે કરવામાં આવે છે. હોળીના દિવસે સવારે ભોઇ જ્ઞાતિના યુવાનો વાજતે-ગાજતે મહાકાય હોલીકાનું સરઘસ કાઢે છે અને પછી બપોર બાદ હોલીકા ચોકમાં હોલીકાની સ્થાપના કરવામાં આવે છે. પછી રત્ન સમયે જે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા એમના દ્વારા હોલીકા દહનનો કાર્યક્રમ યોજાય છે.

ઠેર-ઠેરથી લોકો આવે છે અહીંયા

જામનગરમાં ભોઈના ઢાળીયા વિસ્તારમાં જે હોળીકા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે એમાં ભાગ લેવા માટે શહેરીજનો અને એ સિવાય પણ ઠેર-ઠેરથી ઘણી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે. અહીંયા હોળીકા ઉત્સવ માટે જામનગરના સંસદ પૂનમ માડમ પણ દર વર્ષે મદદ કરે છે. આ ઉત્સવ ગુજરાતમાં એકમાત્ર જામનગરમાં જ થાય છે અને આખી સમસ્ત ભોઇ જ્ઞાતિ દ્વારા આ હોળીકા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ હોલીકા ઉત્સવમાં ધાર્મિક ગ્રંથોમાં જેવી રીતે હોલીકા દહન અને પ્રહલાદનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો એવી રીતે જ આખો ઘટનાક્રમ આબેહુબ રીતે રજૂ કરાય છે. આ આખા પ્રસંગને જોવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો અહીંયા આવતા હોય છે. તે દિવસે ઢોલના ધબકાર અને ડી.જે. ના સંગીત સાથે લોકો નાચે છે ગાય છે અને આનંદ કરતા કરતા એકબીજા પર અબિલ-ગુલાલ ઉડાડે છે.

આ વર્ષે 63 મી વખત આ હોળીકા દહનનું આયોજન થઇ રહ્યું છે.અને આ ઉત્સવમાં હોલીકાના ખોળામાં બેઠેલા પ્રહલાદને ઉચકીને બચાવી લેવાશે અને હોલીકા તો તરત જ અગ્નિમાં બાળીને ખાખ થઇ જશે.જો આ આખા પ્રસંગને નરી આંખે જોઈએ તો કંઈક અલગ જ અનુભવ થાય છે. એક વાત ખાસ કે આ હોડીને તૈયાર કરવામાં લગભગ 1 મહિના જેટલો સમય લાગતો હોય છે. આ ઉજવણી માટે જામનગરના સાંસદ પૂનમબેન માડમ બધી જ મદદ પુરી પાડે છે હવે આ વર્ષે પણ ભોઈ સમાજના લોકો લગભગ એક મહિનાથી હોળીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

500 વર્ષ જુના આ મંદિર માં નોકરી ની ઈચ્છા થાય છે પૂરી, કોઈપણ ભક્ત પાછો નથી ફરતો ખાલી હાથ

બધા લોકો ના મન માં પણ ભણ્યા લખ્યા પછી એક સારી નોકરી મેળવવા ની ઇચ્છા રહે છે. લગભગ એવું કોઈ પણ વ્યક્તિ નથી જેના મન માં એ ન હોય કે એને સારી નોકરી ના મળે, લગભગ બધા જ ઈચ્છે છે કે એમને સારા માં સારી નોકરી મળે જેનાથી એ પોતાના જીવન માં ઘણી ઉન્નતિ કરી શકે. ઘણા લોકો એવા છે જે સારી નોકરી મેળવવા માટે વિદેશ જવા માંગે છે. પરંતુ બધા લોકો ની ઇચ્છાઓ પૂરી થઈ જાય શક્ય નથી. કેટલાક લોકો હોય છે જેમની ઈચ્છા પૂરી થઈ જાય છે પરંતુ વધારે પડતા લોકો ની ઇચ્છા અધૂરી રહી જાય છે. પરંતુ તમારા લોકો માંથી ઘણા એવા ઓછા લોકો હશે જેમને આ વાત ની જાણકારી હશે કે આપણા ભારત માં એક એવું મંદિર છે જ્યાં આ બધી ઈચ્છાઓ પૂરી થાય છે. હા તો, તમે બરાબર સાંભળી રહ્યા છો. વાસ્તવ માં અમે જે મંદિર ના વિશે વાત કરી રહ્યા છીએ એ મંદિર ની અંદર બેરોજગાર લોકો પોતાની નોકરી ની ઈચ્છા લઈ ને આવે છે અને તેમની ઇચ્છાઓ પૂરી પણ થાય છે.

વાસ્તવ માં, આ મંદિર હૈદરાબાદ થી લગભગ 40 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર ની અંદર જે લોકો ને નોકરી નથી મળી રહી, એ પોતાની પ્રાર્થના લઈ ને આવે છે આના સિવાય લોકો આ મંદિર ની અંદર વિઝા અપાવવા ની પ્રાર્થના લઈ ને પણ આવે છે. એવું માનવા માં આવે છે કે આ મંદિર માં જે ભક્ત પોતાની ઈચ્છા લઈ ને આવે છે એ ક્યારેય પણ ખાલી હાથ પાછું નથી જતું. આ અનોખો મંદિર હૈદરાબાદ ની સીમા થી લગભગ 40 કિલોમીટર દૂર  ચિલ્કુર બાલાજી મંદિર છે. આ મંદિર લોકો ની આસ્થા નું કેન્દ્ર છે. આ મંદિર માં લોકો ચઢાવવા ના સ્વરૂપ માં એરોપ્લેન અર્પણ કરે છે. ત્યાં ના લોકો નું એવું કહેવું છે કે જો આ મંદિર માં એરોપ્લેન ચઢાવવા માં આવે તો વિઝા મળવા માં સરળતા થાય છે. ભક્તો નું એવું કહેવું છે કે વિઝા માટે પાસપોર્ટ ઓફિસ માં ચક્કર લગાવવા થી સારું થશે ચિલ્કુર બાલાજી મંદિર માં જાઓ, વિઝા બનાવવા માટે જે પણ મુશ્કેલીઓ અને બાધાઓ ઉત્પન્ન થાય છે એ બધી દૂર થઈ જાય છે. તમારા લોકો માંથી કોઈ ને પણ ઘણા મહિના થી વિઝા નથી મળી રહ્યા તો તમે આંધ્ર પ્રદેશ માં આવેલા ચિલ્કુર બાલાજી મંદિર માં આવી શકો છો. અને એમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

આ અનોખો મંદિર વિઝા વાળા બાલાજી ના નામ થી પણ ફેમસ છે. લોકો આને વિઝા વાળા બાલાજી ના નામ થી પણ જાણે છે. આ મંદિર ના વિશે એવું કહેવા માં આવે છે કે આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. આ મંદિર ની અંદર લોકો નોકરી ની ઈચ્છા લઈ ને આવે છે અને એમની ઈચ્છા જલદી જલદી પૂરી પણ થઇ જાય છે. લોકકથાઓ ના પ્રમાણે જોવા માં આવે તો આ જાણકારી મળી છે કે વેંકટેશ બાલાજી ના એક ભક્ત દરરોજ ઘણા કિલોમીટર ચાલી ને તિરુપતિ બાલાજી ના દર્શન માટે આવતા હતા. એક દિવસ અચાનક એમની તબિયત બગડી ગઈ અને એ મંદિર ન જઈ શક્યા, ત્યારબાદ પોતે બાલાજી એ પોતાના ભક્ત ને દર્શન આપ્યા હતા અને એમને કીધું હતું કે આટલી દૂર જવા ની કોઈ જરૂર નથી હું અહીંયા તારી પાસે જંગલ માં રહું છું બીજા દિવસે જંગલ માં એ જ સ્થાન પર મૂર્તિ ની સ્થાપના કરવા માં આવી, જેને ચિલ્કુર બાલાજી ના નામ થી ઓળખવા માં આવે છે.

મોલ માં 10 રૂપિયા ની સાડી ને ખરીદવા માટે 400 સ્ત્રીઓ એ મચાવી બબાલ – જુઓ વિડિયો

10 રૂપિયા ની સાડી મેળવવા માટે થઈ ગયું આવું કાંડ, સાંભળશો તો વિશ્વાસ નહીં થાય

તમે લોકો એ ઘણી એવી ઓફર ના વિશે સાંભળ્યું હશે એક વસ્તુ ની સાથે કોઈ બીજી વસ્તુ ગ્રાહકો ને મફત માં આપવા માં આવે છે અથવા તો પછી કોઈ વસ્તુ ને અડધી કિંમત માં વેચવા માં આવે છે. આ પ્રકાર નો ઓફર હંમેશા દુકાનો માં ચાલતા રહે છે અને ઘણી સંખ્યા માં લોકો આ ઓફર નો ફાયદો પણ ઉઠાવે છે. આ જ ઓફર ની જેમ હમણાં જ એક મોલ માં પણ એક ઓફર ચાલ્યો હતો. પરંતુ CMR મોલ તરફ થી કાઢવા માં આવેલા આ ઓફર ના કારણે મોલ માં ભાગાદોડી મચી ગઇ અને એને રોકવા માટે અને લોકો ને બચાવવા માટે મોલ માં પોલીસ ને પણ આવવું પડ્યું.

આખરે શું હતું આ ઓફર

તમે વિચારી રહ્યા હશો કે આખરે આ મોલ માં એવું કયું ઓફર આપી દીધું કે જેના કારણે મોલ માં ભાગદોડ મચી ગઈ. વાસ્તવ માં હૈદરાબાદ માં આવેલું CMR મોલ  માં સ્ત્રીઓ ની સાડી ની જોડાયેલું એક ઓફર કાઢ્યું હતું અને આ ઓફર માં સ્ત્રીઓ ને માત્ર 10 રૂપિયા ની અંદર સાડીઓ આપવા માં આવી રહી હતી. હા તો 10 રૂપિયા ની અંદર આજકાલ એક રૂમાલ નથી આવતા, ત્યારે આ મોલ ને આ કિંમત માં સાડી આપી રહ્યું હતું. જ્યારે આ ઓફર ના વિશે જેમ જેમ લોકો ને ખબર પડવા લાગી અને મોલ માં ભીડ વધવા લાગી અને અચાનક આ મોલ માં 400 સ્ત્રીઓ પહોંચી ગઈ.

સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વીડિયો ઘણો વાયરલ

આ મોલ માં મચેલી ભાગદોડ થી જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો માં ઘણી બધી સ્ત્રીઓ દેખાઈ રહી છે. સાથે જ આ વીડિયો માં સાફ દેખાઈ રહ્યું છે કઈ રીતે મોલ ના શટર ને બંધ કરવા માં આવી રહ્યું છે અને સ્ત્રીઓ અને ઘણા પુરુષો આ શટલ ના બંધ થવાં ને લઈ ને હંગામો મચાવી રહ્યા છે.

થયો લોકો નો સામાન ચોરી

મોલ માં થયેલી ભાગાદોડી ના સમયે લોકો નો સામાન પણ ચોરી કરી લીધું અને પોલીસ ના પ્રમાણે ઘણા લોકો એ એમનો સામાન ચોરી થવા ની ફરિયાદ કરી. આ મોલ માં 10 રૂપિયા ની સાડી ને લઈ ને એક સ્ત્રી ના પ્રમાણે એની સોના ની ચેન ચોરી કરી લેવા માં આવી અને ચેન ની કિંમત 6 હજાર રૂપિયા હતી. તેમના સિવાય આ સ્ત્રી નું ડેબિટ કાર્ડ પર ચોરી થઇ ગયું. ત્યારે પોલીસે મોલ માં થયેલી આ ઘટના ઉપર તપાસ શરૂ કર્યું અને આ મોલ ના મેનેજર ની બેદરકારી ના કારણે એરેસ્ટ પણ કરી લીધું. ત્યાંજ મોલ ના મેનેજર નું કહેવું છે કે એમને આશા ન હતી કે આટલી બધી સ્ત્રીઓ એકદમ થી મોલ માં આવી જશે.

ઘણા લોકો ને થઈ ઇજા

પોલીસ ના પ્રમાણે મોલ માં ભાગાદોડી થવા ના કારણે મોલ માં હાજર ઘણા લોકો ને ઇજા થઇ. આ ભાગદોડ માં ચાર સ્ત્રીઓ ઘણી ગંભીર રીતે ઘાયલ થઈ. જોકે આ સ્ત્રીઓ નો ઈલાજ હોસ્પિટલ માં કરાવ્યા પછી એમને હોસ્પિટલ થી રજા મળી ગઈ છે.

ચાલો આજે જાણીયે દુનિયાની આખરી સડક વિષે, આ જગ્યાએ એકલા ના જવું એ જ બેસ્ટ છે , નહીંતર થઇ શકે છે કંઈક આવું !!!!!!!!

શું તમે નોર્થ પોલ અથવા ઉતરી ધ્રુવ વિષે સાંભળ્યું છે ? આ આખી દુનિયામાં આવેલું સૌથી સુંદર ઉતરી બિંદુ છે. આ ધરી પર આપણી પૃથ્વી ગોળ ગોળ ફરે છે. આ જગ્યા આર્કટિક મહાસાગર પાસે આવેલી છે ને ત્યાં હંમેશા બરફની ચાદર જ ઢંકાયેલી હોય છે. આ નોર્વેનો આખરી ભાગ છે અને તે આખા વિશ્વની આખરી સડક છે એવી માન્યતા છે.

પૃથ્વીના આ છોર અને નોર્વેને જે સડક જોઈન્ટ કરે છે છે તેને ઇ-69 ના નામે ઓળખવામાં આવે છે.અને તેને દુનિયાની આખરી સડક તરીકે પણ ઓળખવામાં આવે સીજે કારણ કે એની આગળ બીજો કોઈ સડક માર્ગ જ નથી.

આ જે ઇ-69 નામનો હાઇવે છે તે આશરે 19 કિલોમીટર જેટલો લાંબો છે. આ સડક પર હંમેશાને માટે ઘણા બધા લોકોને એકસાથે ફરવા જવાની પરવાનગી આપવામાં આવે છે. કારણકે જો એકલું જાય તો તે વ્યક્તિ ક્યાંક ખોવાઈ જાય છે.

અહીંયા કડકડતી ઠંડીમાં લોકો મચાલીનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તે બાદ 1930 માં ધીરે ધીરે તેનો વિકાસ થવા મંડ્યો. પછી 1934 માં ત્યાં રહેતા લોકોએ એવો નિર્ણય લીધો કે બહારથી આવતા લોકોનું પણ અહીંયા સ્વાગત કરવું જોઈએ કે જેથી કરીને તેમનો વ્યવસાય પ્રગતિ કરી શકે.

એના માટે એવું કહેવાય છે આખી દુનિયામાંથી ખૂણે ખૂણેથી લોકો નોર્થ પોલ ફરવા આવતા હોય છે, અને જે કોઈ પણ અહીંયા આવે એટલે તેમને કંઈક અલગ જ દુનિયામાં હોય એવો અનુભવ થાય છે.

આ સ્થાને રહેલી મિડ નાઈટ સાન અને પોલાર લાઇટનું દ્રશ્ય જોઈને તો  દરેક વ્યક્તિને અચરજ ખુબ જ થાય છે. આ જગ્યા ઉતરી ધ્રુવ પર છે માટે અહીંયા શિયાળામાં રાત પૂરી નથી થતી અને ઉનાળામાં સૂર્ય અસ્ત થતો નથી.

ભૌગોલિક કારણોને લીધે અહીંયા કુદરતી પ્રકાશ પણ ખરેખર દેખવા જેવો છે. આ સ્થાને વર્ષને અંતે ફરવાની ખુબ જ મજા આવે છે. જો નોર્થપોલની એક ખાસિયત વિષે જાણીયે તો એ છે કે અહીંના લોકોને તેમની પોતાની રીતે જ રહેવાનુ ગમે છે. અને બહારની દુનિયામાંથી કોઈ આવે એમની સાથે વાતચીત કરવી ગમતી નથી.


નોર્વેનું આ શહેર એવું છે કે ત્યાં કોઈ  વ્યક્તિને મરવાની પરવાનગી જ નથી, અહીંયા છેલ્લા 70 વર્ષથી કોઈનું મૃત્યુ જ થયું નથી !!!!

દુનિયામાં એવી પણ જગ્યા છે કે જ્યાં લગભગ 70 વર્ષથી કોઈનું મૃત્યુ થયું જ નથી. અને આના વિષે વધુ કઈ અમે નહિ કહી શકીયે. પણ નોર્વેમાં એક શહેર એવું શહેર આવેલું છે લોંગઈયરબેન. અહીંયા આશરે 2000 ની આબાદી છે પણ આ શહેરમાં આશરે 70 વર્ષથી કોઈનું મૃત્યુ જ થયું નથી
.
અને અહીંયા ના મરવાનું કારણ એ રહેલું છે કે અહીંયા લોકોના મૃત્યુ પર બેન્ડ લગાવી દીધેલું છે. એટલેક કે અહીંયા કોઈ મરી જ નથી શકતું. તો જોઈએ તેના વિશેં વધુ.

આ જગ્યાએ લાશ સડતી પણ નથી કે ઓગળતી પણ નથી :

લોંગઈયરબેન નૉર્વે અને ઉતરીધ્રુવ ની વચ્ચે આવેલું છે. અહીંયા આખા વર્ષમાં એટલી ઠંડી પડે છે કે અહીંયા લાશ સડતી પણ નથી કે ઓગળતી પણ નથી. જેમ આપણાં ફ્રીજમાં શાકભાજી ખરાબ ના થાય એમ ત્યાનું વાતાવરણ પણ ડીપ ફ્રીજ જેટલું જ ઠંડુ છે માટે આ જગ્યાએ લાશ સડતી જ નથી.

જાણો પાબંદીનું કારણ છે શું ?

આ શહેર પ્રસાસને અહીંયા મરવા ઉપર બેન્ડ લગાવેલો છે. આ પાબંદી છેલ્લા 70 વર્ષથી જારી કરેલું છે. અને એની ચોંકવા જેવી વાત એ છે કે ત્યારથી લઈને આજ સુધી 70 વર્ષમાં આ શહેરમાં બીજા પણ કોઈના મોતનું સાક્ષી બન્યું જ નથી. અને એની પાબંદી પાછળનું કારણ છે અહીંયાની ઠંડી. આ શહેરમાં મોટાભાગે ઈસાઈ લોકો રહે છે અને અહીંયા લોકો અગ્નિ સંસકાર નથી કરતા પણ લાશને દફન કરતા હોય છે, જેથી આટલી ઠંડીના લીધે વર્ષો સુધી લાશ સડતી પણ નથી અને ઓગળતી પણ નથી. જેથી અહીના પ્રશાસને મૃત્યુ પર પાબંદી લગાવેલી છે.

આખા જગમાં છે જાણીતી નોર્વેની ઠંડી :

નૉર્વે એ દુનિયાનો એક એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે ઠંડી પડે છે. અને તે ઉતરી ધ્રુવની નજીક હોવાથી ખુબ જ ઠંડી પડે છે. મીડિયાના મળેલા રિપોર્ટ મુજબ આ શહેર આખા નોર્વેમાં સૌથી ઠંડામાં ઠંડુ શહેર ગણાય છે.

વર્ષ 1917 માં એક વ્યક્તિના મૃત્યુ પછી પણ લાશમાં હજી જોઈ શકાય છે ઇન્ફલુએંજાનો વાયરસ :

એક વ્યક્તિનું મૃત્યુ વર્ષ 1917 માં થયું હતું પણ હજી સુધી તેમાં ઇન્ફલુએંજાનો વાયરસ જોઈ શકાય છે અને એક સંશોધનમાં એવી માહિતી મળી છે કે જે પણ વ્યક્તિનું મોત નજીક હોય છે તો તે વ્યક્તિને હેલિકોપ્ટરમાં બેસાડીને આ દેશના બીજા સ્થળે મોકલી દેવાય છે. ત્યારબાદ જે જગ્યાએ તેનું મૃત્યુ થાય એટલે તરત જ તેની લાશને એ જ જગ્યાએ તેનું અંતિમ સંસ્કાર કરાય છે.

એક એક્ટરે ”પદ્માવત” માં ખીલજીના રોલ માટે પાડી હતી ના !

” પદ્માવત ” ફિલ્મ પહેલા સંજયે ઓફર કરી હતી શાહરુખ ખાનને

સંજય  ભણશાલી એવા ડિરેક્ટર છે કે જેની સાથે બધા જ એક્ટર્સને કામ કરવાનું ઈચ્છા હોય છે અને તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના નિર્માતા, સ્ક્રીન રાઈટર, ડિરેક્ટર અને મ્યૂઝિક ડિરેક્ટર છે. શાહરુખ આ ડિરેક્ટરની સાથે ‘દેવદાસ’ જેવી ખુબ જ હિટ ફિલ્મમાં કામ કર્યું હતું. તે છતાં જ્યારે શાહરુખ પાસે સંજયની ફિલ્મ ‘પદ્માવત’ની ઓફર આવી તો તેણે ના કહી દીધી અને પછી આ ફિલ્મમાં બીજા એક્ટરને લઇ લેવામાં આવ્યો.

તેને ઓફર કરાયા હતા બંને મેલ રોલ


મીડિયામાં જે રિપોર્ટ્સ મળ્યા તે મુજબ, સંજયની ઈચ્છા આ ફિલ્મ માટે શાહરુખને રાજા રતન સિંહ રાવલનો રોલ આપવાની હતી. તેના માટે સંજયે શાહરુખને વાત કરી પરંતુ તેને આ રોલ ઘણો નબળો લાગ્યો.પછી સંજયે શાહરૂખને અલાઉદ્દીન ખિલજીનો રોલ પણ ઓફર કર્યો હતો પરંતુ શાહરુખે તે રોલમાટે ના કહી દીધી.

જાણો કેમ ના કર્યો શાહરૂખે ખિલજીનો રોલ


આ ફિલ્મમાં શાહરૂખે ખિલજીના રોલ માટે ના પાડી એની પાછળ એવું કારણ જણાવાયું છે કે, શાહરુખે ફિલ્મ ‘રઈસ’માં નેગેટિવ પાત્રની એકટિંગ કરી હતી. અને આ રોલ માટે શાહરુખને દર્શકો પાસેથી વધુ રિસ્પોન્સ નહતો મળ્યો. માટે જ હવે શાહરુખની ઈચ્છા કોઈ બીજું નેગેટિવ પાત્ર કરવાની નથી. પછી સંજયે તે રોલ માટે રણવીર સિંહની પસંદગી કરી.

સંજય ભણસાલીની આ હતી સૌથી મોટી ફિલ્મ


જો આ ફિલ્મ વિષે વધુ જાણીયે તો આ ફિલ્મ ગયા વર્ષે 25 જાન્યુઆરી 2018ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આજે પણ તેના ભવ્ય સેટ, કર્ણપ્રિય ગીતો અને દમદાર એક્ટિંગ માટે યાદ કરાય છે. માત્ર એ જ પણ આ ફિલ્મે ભારતમાં 302 કરોડ અને વર્લ્ડવાઈડ 500 કરોડથી વધુનો બિઝનેસ પણ કર્યો હતો. આ ફિલ્મ સંજય ભણસાલી, શાહિદ કપૂર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના કરિયર માટેની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે.

પાણીપુરી ખાવાથી આટલી જાતના ફાયદા થાય છે – એકવાર તો વાંચવું જ પડે બહુ અગત્યની વાત છે…

પાણીપુરીને લઈને ઘણા લોકમાં ખોટી માહિતી દિમાગમાં ઠસાઈ ગઈ છે. ખરેખર પાણીપુરી ખાવાથી કોઈ જ જાતનું નુકશાન થતું નથી. અમુક લોકો આખા ગામમાં એવી માહિતી ફેલાવતા જોવા મળે છે કે, પાણીપુરી ખાવાથી શરીરને નુકશાન થાય છે. તો એ તદ્દન ખોટી વાત છે. સાચી વાત એ છે કે પાણીપુરી ખાવાથી શરીરનું વજન ઓછું થાય છે.

જી હા, પાણીપુરી ખાવ એટલે વજન ઓછું થાય છે. અમુક લોકોને આ વાત પર વિશ્વાસ નહીં આવે. પણ આ સાચી વાત છે. એમ, તમને ખાસ જણાવી દઈએ કે જે જગ્યાએ સારી એવી ચોખ્ખાઈ હોય અને સારી ગુણવતાવાળા મસાલા કે અન્ય વસ્તુઓ વપરાતી હોય ત્યાં જ પાણીપુરી ખાવી જોઈએ.પાણીપુરી ખાઈને તેનો ફાયદો જોઈતો હોય તો સારી ઉચ્ચ ગુણવાથી બનેલ પ્લેટ ખાવી જોઈએ તો જ ફાયદા વિશે વિચારી શકીએ.

બજારમાં ઠેકઠેકાણે પાણીપુરીની લારી જોવા મળે છે, જ્યાં લેડીસની ઘણી ભીડ પણ હોય છે. એવી માત્ર નામથી ચાલતી લારીમાં અમુકવાર બહુ નીચી ગુણવતાની વસ્તુ વાપરીને પાણીપુરીનો મસાલો તૈયાર કરવામાં આવે છે, જે શરીરને બહુ નુકસાન કરે છે. તો ખાસ યાદ રાખો કે ભલે પાણીપુરીની એક પ્લેટના ભાવ ઊંચા હોય પણ જયારે પણ ખાવ ત્યારે સારી જગ્યાએ અને જ્યાં સાફ સફાઈ સારી હોય એવી જગ્યાએ જ પાણીપુરી ખાવી જોઈએ.

તમને જણાવી જ દઈએ કે હમણાં આપણે ઉપર વાત કરી એમ કે પાણીપુરી ખાવાથી ફાયદો થાય છે. એ ક્યાં ફાયદા થાય છે એ પણ જાણી વાંચી લઈએ…:

પાણીપુરીના પાણીમાં ફુદીનો નાખવામાં આવે છે જે પેટના યોગ્ય પાચન માટે અતિઉતમ છે.
આજકાલ તો વધારે ફ્લેવરવાળા પાણીની રીત બહુ ચાલે છે તો અલગ અલગ પ્રકારના પાણીમાં પાણીપુરી ખાવાથી ઘણો ફાયદો થાય છે. પાણીમાં જીરૂ પાવડર, શંચળ, મરી પાવડર, વગેરે મસાલા નાખવામાં આવે છે. જે સારા સ્વાદની સાથે પાચન માટે સારી અસર બતાવે છે.
પાણીપુરી ખાટીમીઠી સ્વાદની હોય છે તેથી મોઢામાં પડેલા ચાંદમાં રાહત થાય છે.
સહેજ તીખી પાણીપુરી ખાવાથી મોઢામાં પડેલા ચાંદાનું પાણી બહાર આવે છે પરિણામે ચાંદા માટી જાય છે અને સાથે પેટ પણ સાફ કરે છે.
તીખા સ્વાદથી શરીરમાં એસીડ બને છે જે શરીરને બહારના વાતાવરણ સાથે લડવામાં મદદ કરે છે.
અમુક અંશે એસીડીટીમાં રાહત થાય છે. તેથી એ કારણે પણ પાણીપુરી ખાવી એ ફાયદાકારક છે.
ગળ્યા પાણી સાથે પાણીપુરી ખાવાથી સ્યુગર લેવલ બરાબર રહે છે.

આ રીતે પાણીપુરી ખાવાથી ઘણા ફાયદા થાય છે. પણ એ માટે સારી જગ્યાએ પાણીપુરી ખાવી પડે અથવા તો બધી સમસ્યાનો ધી એન્ડ કરવા માટે જાતે જ અને ઘરે સારી વસ્તુમાંથી પાણીપુરી બનાવો જેને કારણે અન્ય કોઈ બીમારીને બદલે શરીરમાં ફાયદો થાય. ઘણાખરા લોકોને અત્યાર સુધી દિમાગમાં એવું હતું કે પાણીપુરી ખાવાથી નુકશાન થાય છે પરંતુ આ વાંચ્યા પછી ખબર પડી ગઈ હશે કે પાણીપુરી ખાવાથી ફાયદા પણ થાય છે. એ માટે શરત એટલી કે સારી ગુણવતાની બનાવેલ પાણીપૂરી ખાવી જોઈએ.

#Author : RJ Ravi